આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

ઍપની ખુલેલી વિંડો અને વર્કસ્પેસ જુઓ

Mail, નોટ્સ, Safari અને ફાઇલ સહિત અમુક iPad ઍપ્સમાં તમે એકથી વધુ વિંડો ખોલી શકો છો અને તમે એક સમયે Split View અને Slide Over સહિત ઍપ માટે તમામ ખુલેલી વિંડો જોઈ શકો છો.

ઍપની ખુલેલી વિંડો જુઓ

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Dock દર્શાવવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો.

    • હોમ સ્ક્રીન પર જાઓ.

  2. તમે જે ઍપની વિંડો જોવા માંગો છો તે ઍપને ટચ અને હોલ્ડ કરો પછી ”તમામ વિંડો બતાવો” પર ટૅપ કરો.

    નોટ : જો તમે કોઈ ઍપને લાંબો સમય ટચ અને હોલ્ડ કરો છો તો તમામ ઍપ્સ જિગલ કરવા લાગે છે. “પૂર્ણ” પર ટૅપ કરો અથવા હોમ બટન દબાવો (હોમ બટન સાથેના iPadમાં) પછી ફરી પ્રયત્ન કરો.

અમુક ઍપ્સમાં ખુલેલી વિંડો સ્ક્રીનમાં નીચે થંબનેલ તરીકે દેખાય છે. જ્યારે તમે થંબનેલ પર ટૅપ કરો છો ત્યારે તેના કૉન્ટેંટ વર્તમાન ફુલ સ્ક્રીન વિંડોમાં દેખાય છે. જ્યારે Split Viewમાં ઍપ જુઓ ત્યારે ખુલેલી ઍપની તમામ ખુલેલી વિંડો જોવા માટે તેમાં ઉપર “મલ્ટીટાસ્કિંગ કંટ્રોલ” બટન પર ટૅપ કરો.

ઍપમાં નવી વિંડો બનાવો

  1. ઘણી ખુલેલી વિંડોને સપોર્ટ કરતી ઍપ (ઉદાહરણ તરીકે Mail, નોટ્સ, Safari અથવા ફાઇલ) પર જાઓ.

  2. ઍપની ખુલેલી વિંડોને થંબનેલ તરીકે અને સ્ક્રીનમાં નીચે “નવી વિંડો” બટન તરીકે ડિસ્પ્લે કરવા માટે સ્ક્રીનમાં ઉપર “મલ્ટીટાસ્કિંગ કંટ્રોલ” બટન પર ટૅપ કરો.

  3. નવી વિંડો ખોલવા માટે “નવી વિંડો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.