આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા બાળક માટે iPadને કસ્ટમાઇઝ કરો

તમે પેરેંટલ કંટ્રોલ અને બાળકો માટે અનુકૂળ ફીચર સાથે તમારા બાળકનું iPad સેટ અપ કરી શકો છો. ડાઉનટાઇમ અને ઍપ મર્યાદા સેટ કરો, તમારા બાળકની દૃષ્ટિને સુરક્ષિત કરો, તેને બિભત્સ ફોટોથી સુરક્ષિત કરો, ખરીદીને રિવ્યૂ કરો અને તેને મંજૂરી આપો વગેરે. તમે માર્ગદર્શિત ઍક્સેસ દ્વારા તમારા બાળકને એક જ ઍપ પર ફોકસ રાખી શકો છો.

બાળકનું નામ, અટક અને જન્મ તારીખ માટેનાં ફીલ્ડ સાથે બાળક માટેનું અકાઉંટ બનાવવા માટેની સ્ક્રીન.

તમારા બાળક માટે iPad સેટ અપ કરો

ફેમિલી શેરિંગથી તમે તમારા બાળક માટે નવું iPad સેટ અપ કરી શકો છો અને પેરેંટલ કંટ્રોલને કસ્ટમાઇઝ કરી શકો છો. બસ, “મારા પરિવારમાં બાળક” માટે “સેટ અપ કરો” પર ટૅપ કરો. જો તમારા બાળક પાસે હજુ સુધી પોતાનું Apple અકાઉંટ ન હોય તો તમે એક અકાઉંટ બનાવી શકો છો.

શેડ્યૂલ કરેલ ડાઉનટાઇમ જેવા વિકલ્પ સાથે બાળકનો સ્ક્રીન ટાઇમ ટ્રૅક કરવા માટે ફીચરના વર્ણન સાથે સ્ક્રીન.

સ્ક્રીન ટાઇમથી અમુક મર્યાદા સેટ કરો

સ્ક્રીન ટાઇમથી તમે તમારા બાળકના iPadમાં ડાઉનટાઇમ અને ઍપ મર્યાદા સેટ કરી શકો છો. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ, તમારા બાળકના નામ પર ટૅપ કરો પછી સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો.

સ્ક્રીન પર તમે iPadને ખૂબ નજીક પકડી રાખ્યું છે તેવી ચેતવણી અને iPadને એક હાથની લંબાઈ જેટલું દૂર રાખવાનું સૂચન બતાવતી સ્ક્રીન. iPad વધારે દૂર જાય છે ત્યારે નીચે “ચાલુ રાખો” બટન દેખાય છે જેથી તમે પાછલી સ્ક્રીન પર પાછા જઈ શકો.

તમારા બાળકના દૃષ્ટિ સંબંધિત આરોગ્યને સુરક્ષિત રાખવામાં મદદ મેળવો

આંખ પર જોર અને નિકટ દૃષ્ટિનું જોખમ ઓછું કરવા માટે જ્યારે iPad લાંબા સમય સુધી ખૂબ નજીક રાખવામાં આવે છે ત્યારે ”સ્ક્રીન અંતર” તમારા બાળકને યાદ અપાવે છે (Face ID સાથેના iPad Pro મૉડલ પર ઉપલબ્ધ). સેટિંગ્સ  > પરિવાર પર જાઓ, તમારા બાળકના નામ પર ટૅપ કરો, સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો પછી સ્ક્રીન અંતર પર ટૅપ કરો.

મેસેજમાં સંવેદનશીલ ઇમેજ હોઈ શકે છે તેવી ચેતવણી સાથેની સ્ક્રીન. નીચે મદદ મેળવવા અથવા ચેતવણીને ડિસમિસ કરવાના વિકલ્પ છે.

તમારા બાળકને બીભત્સ ફોટો અને વીડિયોથી સુરક્ષિત કરો

iPad મેસેજ , AirDrop અને અન્ય ઍપ્સમાં ફોટો અને વીડિયો મોકલવામાં આવે અથવા જોવામાં આવે તે પહેલાં તેમાં નગ્નતા ડિટેક્ટ કરી શકે છે. સુરક્ષિત પસંદગી કરવામાં મદદ કરવા માટે તમારું બાળક માર્ગદર્શન અને ઉંમર યોગ્ય રિસોર્સ મેળવી શકે છે. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ, તમારા બાળકના નામ પર ટૅપ કરો, સ્ક્રીન ટાઇમ પર ટૅપ કરો પછી સંચાર સુરક્ષા પર ટૅપ કરો.

પરિવારના કિશોરવયના સભ્ય માટે “ખરીદવા માટે પૂછો” અને Apple Cash જેવા ઉપલબ્ધ ફીચર બતાવતી સેટિંગ્સ સ્ક્રીન.

Apple Cash સેટ અપ કરો (ફક્ત U.S.)

તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપમાં બાળકો ખરીદી કરી શકે અને મેસેજમાં પૈસા મોકલી અને પ્રાપ્ત કરી શકે તે માટે Apple Cash સેટ અપ કરી શકો છો. તમારું બાળક કોને પૈસા મોકલી શકે છે તેની મર્યાદા પણ તમે રાખી શકો છો, જ્યારે તેઓ ટ્રાંઝેક્શન કરે ત્યારે સૂચના મેળવી શકો છો અથવા તેમનું અકાઉંટ લૉક કરી શકો છો. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ, તમારા બાળકના નામ પર ટૅપ કરો, Apple Cash પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

માર્ગદર્શિત ઍક્સેસ સેશન માટે સેટઅપ સ્ક્રીન. સેશન શરૂ કરતા પહેલાં તમે જે વિસ્તારને અક્ષમ કરવા માંગો છો તેના પર તમે વર્તુળ કરી શકો છો.

તમારા બાળકનું ધ્યાન કેન્દ્રિત રાખો

તમે તમારા બાળકને માર્ગદર્શિત ઍક્સેસ સાથે વિક્ષેપોને ટાળવામાં અને ટાસ્ક પર ટકી રહેવામાં મદદ કરી શકો છો જે તેમને પુસ્તક અથવા નોટ્સ જેવી એક જ ઍપ પર સીમિત કરે છે. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી પર જાઓ પછી નીચે સ્ક્રોલ કરો અને સેટ અપ કરવા માટે માર્ગદર્શિત ઍક્સેસ ચાલુ કરો.

વધુ જાણવા માંગો છો?

ફીચરની ઉપલબ્ધતા તમારા iPadનાં મૉડલ, ભાષા અને દેશ અથવા વિસ્તાર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.