આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

સેટઅપની પાયાની બાબતો

તમે પ્રથમ વખત તમારું ડિવાઇસ ચાલુ કરો ત્યારે આગળ વધવામાં તમારી મદદ માટે iPadમાં સેટઅપ કરવાની પ્રોસેસ સરળ છે. ભલે તમે હમણાં જ શરૂ કરી રહ્યાં હોવ કે તમે પાયાનું સેટ અપ કરી લીધું છે તેની ખાતરી કરવા માંગતા હોવ તો તમે યોગ્ય જગ્યાએ છો.

તમારા iPadને બીજા iPhone અથવા iPadની નજીક લાવીને સેટ અપ કરવાના અથવા તેને બીજા ડિવાઇસ વગર સેટ અપ કરવાના વિકલ્પો સાથેની ક્વિક સ્ટાર્ટ સ્ક્રીન.

તમારી ઍપ્સ અને માહિતીને તમારા નવા iPad પર ટ્રાંસફર કરવા માટે

તમે પ્રથમ વખત તમારા iPadને ચાલુ કરો અને સેટઅપ પ્રોસેસ શરૂ કરો ત્યારે તમે તમારી ઘણી બધી ઍપ્સ, સેટિંગ્સ અને કૉન્ટેંટને તમારા પાછલા iPadમાંથી સીધા તમારા નવા iPadમાં ટ્રાંસફર કરી શકો છો—માત્ર બંને ડિવાઇસને એકબીજાની નજીક લાવીને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક દર્શાવતી સેટિંગ્સ સ્ક્રીન.

Wi-Fi સાથે કનેક્ટ કરો અને મોબાઇલ સેવા સેટ અપ કરો

તમારા iPadને તમારા ઘરના Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે સેટિંગ્સ  > Wi-Fi પર જઈને Wi-Fi ચાલુ કરો પછી તમારું નેટવર્ક પસંદ કરો. જ્યારે પણ તમે ઘરે હોવ ત્યારે iPad ઑટોમૅટિક રીતે તમારા Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ થાય છે.

જો તમારી પાસે Wi-Fi + Cellular મૉડલ હોય તો તમે eSIMનો ઉપયોગ કરીને તમારા iPadમાં મોબાઇલ સેવા સક્રિય કરી શકો છો (સેટિંગ્સ  > મોબાઇલ ડેટા પર જાઓ). અથવા iPadનાં સપોર્ટેડ મૉડલ પર તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવેલું નેનો SIM ઇંસ્ટૉલ કરો.

સ્ક્રીનમાં વચ્ચે Apple અકાઉંટ સાઇન ઇન ડાયલોગ સાથેની સેટિંગ્સ સ્ક્રીન.

તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો

તમે App Store, iTunes Store, Apple Books, Apple Music, FaceTime, iCloud, iMessage વગેરે જેવી Apple સેવાઓને ઍક્સેસ કરવા માટે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરો છો.

તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે સેટિંગ્સ  > Apple અકાઉંટમાં જાઓ. જો તમારી પાસે iPhone (iOS 17 અથવા તેના પછીના વર્ઝનવાળો) અથવા બીજું iPad (iPadOS 17 અથવા તેના પછીના વર્ઝનવાળું) હોય તો તમે ફક્ત તમારા iPadને તમારા બીજા ડિવાઇસની નજીક લાવી શકો છો. અન્યથા તમે મૅન્યુઅલ રીતે સાઇન ઇન કરી શકો છો. તમે સાઇન ઇન કરી લીધુ છે તે વેરિફાઈ કરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ; તમારું Apple અકાઉંટ તમારા નામની નીચે દેખાય છે.

ફિંગરપ્રિંટ ઉમેરવા અને પાસકોડ ચાલુ કરવાના વિકલ્પો સાથે Touch ID & પાસકોડ માટે સેટિંગ્સ બતાવતી સ્ક્રીન.

Face ID અથવા Touch ID સેટ અપ કરવા માટે

તમે તમારા iPadને સુરક્ષિત રીતે અનલૉક કરવા, ઘણી ઍપ્સમાં સાઇન ઇન કરવા અને ખરીદી કરવા માટે Face ID (ચહેરાની ઓળખ) અથવા Touch ID (તમારી ફિંગરપ્રિંટ)નો ઉપયોગ કરી શકો છો. તમારી સુરક્ષા માટે Face ID અને Touch ID ડેટા તમારા ડિવાઇસમાંથી ક્યાંય પણ જતો નથી અને તેને બીજે ક્યાંય સેવ કરવામાં આવતો નથી.

તમારા iPadના મૉડલના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • Face ID સેટ અપ કરો : સેટિંગ્સ  > Face ID & પાસકોડ પર જઈને “Face ID સેટઅપ કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

  • Touch ID સેટ અપ કરો : સેટિંગ્સ  > Touch ID & પાસકોડ પર જઈને “ફિંગરપ્રિંટ ઉમેરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

મારું iPad શોધો અને મારું લોકેશન શેર કરો ચાલુ કરવાના વિકલ્પો સાથે “ખોજી” ઍપ માટે સેટિંગ્સ બતાવતી સ્ક્રીન.

“મારું iPad શોધો” ચાલુ કરવા માટે

જો તમારું iPad ક્યારેય ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે તેને લોકેટ કરી શકો છો.

સેટિંગ્સ  > [તમારું નામ] > ખોજી પર જઈને “મારું iPad શોધો” પર ટૅપ કરો પછી “મારું iPad શોધો” ચાલુ કરો.

તમે તમારા ડિવાઇસનું લોકેશન “ખોજી” ઍપમાં જોઈ શકો છો. જો તમારું iPad ખોવાઈ જાય અને તમારી પાસે “ખોજી” ઍપનો ઍક્સેસ ન હોય તો તમે iCloud.comમાં ડિવાઇસ શોધોનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસને લોકેટ કરી શકો છો.

iCloud સ્ટોરેજ મીટર દર્શાવતી iCloud સેટિંગ્સ સ્ક્રીન અને iCloud સાથે કરી ઉપયોગ શકાય તેવી ફોટોસ, iCloud Drive અને iCloud Mail સહિતની ઍપ્સ અને ફીચરની યાદી.

તમારો ડેટા iCloudમાં સ્ટોર કરવા માટે

iCloud તમને તમારી મહત્ત્વપૂર્ણ માહિતીને સુરક્ષિત રાખવામાં અને તમારાં તમામ ડિવાઇસમાં સિંક રાખવામાં મદદ કરે છે. જો તમે તમારું iPad બદલો અથવા ખોવાઈ જાય અથવા તે ખરાબ થઈ જાય અથવા ચોરાઈ જાય તો તમારા ફોટો, વીડિયો, બૅકઅપ વગેરેને iCloudમાં સુરક્ષિત રાખવામાં આવે છે.

તમે iCloud સાથે જે ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તેને ચાલુ કરવા અથવા બદલવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ.

વધુ જાણવા માંગો છો?

ફીચરની ઉપલબ્ધતા તમારા iPadનાં મૉડલ અને દેશ અથવા વિસ્તાર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.