આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં હવામાનની માહિતી મેળવો

તમે હવામાન અને હવાની ગુણવત્તા વિષે જાણી શકો છો.

હવામાન અને હવાની ગુણવત્તા વિષે જાણવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નીચે જમણા ખૂણામાં હવામાન આઇકન દેખાય નહિ ત્યાં સુધી નકશામાં ઝૂમ ઇન કરો; આઇકન તે ક્ષેત્રની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. કેટલાક વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇંડેક્સ (AQI) નીચે જમણા ખૂણામાં પણ દેખાય છે.

  3. પ્રતિ કલાકે આગાહી મેળવવા માટે હવામાન આઇકનને ટચ કરીને હોલ્ડ કરો. હવામાન ઍપમાં ઘણા દિવસની આગાહી મેળવવા માટે પ્રતિ કલાક આગાહી પર ટૅપ કરો.

જો તમે નકશો ઍપમાં હવાની ગુણવત્તા અથવા હવામાનની માહિતી મેળવવા માંગતા નથી તો સેટિંગ્સ  > ઍપ્સ > નકશોમાં જઈને પછી એર ક્વૉલિટી ઇંડેક્સ અથવા હવામાનની સ્થિતિને બંધ કરો.

નોટ : સિલેક્ટ કરેલા ક્ષેત્રોમાં હવાની ગુણવત્તા અને હવામાન ડેટા ઉપલબ્ધ છે. દેશ અને વિસ્તાર પ્રમાણે ફીચર બદલાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.