આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Pencilથી સ્ક્રીનશૉટ લો અને અંકિત કરો

તમે iPadની સ્ક્રીનનો ફોટો ઝડપથી લેવા માટે Apple Pencilનો ઉપયોગ કરી શકો છો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવા માટે અથવા ડૉક્યુમૅન્ટમાં ઉપયોગ કરવા માટે અંકિત કરો.

  1. સ્ક્રીન કૅપ્ચર કરવા માટે તમારા iPadમાં નીચેના કોઈ પણ ખૂણેથી Apple Pencil દ્વારા ઉપર સ્વાઇપ કરો.

  2. સ્ક્રીનશૉટને અંકિત કરવા માટે Apple Pencil દ્વારા દોરો.

    ડ્રૉઇંગ ટૂલ બદલવા માટે સ્ક્રીનમાં નીચે ટૂલ પૅલેટનો ઉપયોગ કરો. જુઓ : iPadમાં માર્કઅપથી ડૉક્યુમૅન્ટમાં લખો અને દોરો.

  3. અંકિત કરેલા સ્ક્રીનશૉટ અન્ય લોકોને મોકલવા માટે (જેમ કે મેસેજમાં) અથવા તેને ડૉક્યુમૅન્ટમાં સેવ કરવા માટે (જેમ કે નોટમાં) “શેર કરો” બટન પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

  4. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે “પૂર્ણ” પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.