આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad પર Mail, સંપર્ક અને કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો

iPad સાથે આવતી અને તમે iCloud સાથે ઉપયોગ કરો છો તે ઍપ્સ ઉપરાંત Microsoft Exchange અને ઘણી લોકપ્રિય ઇંટરનેટ આધારિત મેલ, સંપર્ક અને કૅલેંડર સેવા સાથે iPad કામ કરે છે. તમે આ સેવાઓ માટે અકાઉંટ સેટ અપ કરી શકો છો.

મેલ અકાઉંટ સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Mail પર જાઓ.

  2. અકાઉંટ > અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેવા પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે iCloud અથવા Microsoft Exchange—પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • અન્ય પર ટૅપ કરો અને Mail અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

જુઓ : ઇમેલ અકાઉંટ ઉમેરો અને કાઢી નાખો.

કૉન્ટૅક્ટ અકાઉંટ સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > ઍપ્સ > કૉન્ટૅક્ટ્સ પર જાઓ.

  2. અકાઉંટ > અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેવા પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે iCloud અથવા Microsoft Exchange—પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • અન્ય પર ટૅપ કરો અને LDAP અકાઉંટ ઉમેરો અથવા CardDAV અકાઉંટ (જો તમારી સંસ્થા તેને સપોર્ટ કરે છે) ઉમેરો પર ટૅપ કરો પછી સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.

જુઓ : સંપર્કમાં અકાઉંટ ઉમેરો અથવા તેમાંથી કાઢી નાખો.

કૅલેંડર અકાઉંટ સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > ઍપ્સ > કૅલેંડર પર જાઓ.

  2. અકાઉંટ > અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેવા પસંદ કરો : સેવા પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે iCloud અથવા Microsoft Exchange—પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • કૅલેંડર અકાઉંટ ઉમેરો : અન્ય પર ટૅપ કરો અને CalDAV અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો પછી તમારા સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.

    • iCal (.ics) કૅલેંડરને સબ્સ્ક્રાઇબ કરો : અન્ય પર ટૅપ કરો અને સબ્સ્ક્રાઇબ કરેલ કૅલેંડર ઉમેરો પર ટૅપ કરો પછી સબ્સ્ક્રાઇબ કરવા માટે .ics ફાઇલનું URL એંટર કરો અથવા Mailમાંથી .ics ફાઇલ ઇંપોર્ટ કરો.

જુઓ : ઘણાં કૅલેંડર સેટ અપ કરો.

કૉર્પરેટ ઇંવાયરંમંટમાં Microsoft Exchange અકાઉંટ સેટ અપ કરવા વિષેની માહિતી માટે Apple સપોર્ટ લેખ તમારા iPhone અથવા iPad પર Exchange ActiveSync સેટ અપ કરો જુઓ.

જો તમે તમારા iPadમાં iCloud કીચેન ચાલુ કરો છો તો iCloud કીચેન ચાલુ હોય તેવા તમારાં તમામ ડિવાઇસ પર તમારાં અકાઉંટ અપ ટૂ ડેટ રહે છે. iCloud યૂઝર ગાઇડમાં iCloud સાથે પાસવર્ડ, અકાઉંટ વગેરે અપ ટૂ ડેટ રાખવા માટે iCloud કીચેનનો ઉપયોગ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.