આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Mailમાં ઇમેલ ફિલ્ટર કરો

તમે ફિલ્ટરનો ઉપયોગ કરીને ફક્ત ફિલ્ટર સૂચીમાં સિલેક્ટ કરેલા તમામ માપદંડોને પૂર્ણ કરતા ચોક્કસ ઇમેલ મેસેજને ટેંપરરી રીતે બતાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે “વાંચ્યા વગરના અને માત્ર અટૅચમેંટ સાથેના મેલ” સિલેક્ટ કરશો તો તમને ફક્ત અટૅચમેંટ ધરાવતા વાંચ્યા વગરના મેસેજ દેખાશે.

જ્યારે કોઈ ચોક્કસ ફોકસ ચાલુ હોય ત્યારે Mailમાં કયા ઇમેલ અકાઉંટ દેખાય છે તે પણ તમે સ્પષ્ટ કરી શકો છો.

ઇમેલ ફિલ્ટર કરો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેલબૉક્સ લિસ્ટમાં નીચે-ડાબા ખૂણામાં “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

    નોટ : iPadમાં પોર્ટ્રેટ ઑરિએંટેશનમાં મેસેજ વાંચતી વખતે નીચે “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન સાથે મેસેજની સૂચી ડિસ્પ્લે કરવા માટે “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો.

  3. “ફિલ્ટરનો પ્રકાર” પર ટૅપ કરો પછી તમે જે મેસેજ જોવા માંગો છો તેના માપદંડને સિલેક્ટ કરો અથવા ચાલુ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

તમામ ફિલ્ટરને બંધ કરવા માટે “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો. નિર્ધારિત ફિલ્ટર બંધ કરવા માટે “આ મુજબ ફિલ્ટર કરેલ” પર ટૅપ કરો અને પછી તેનું સિલેક્શન રદ કરો.

મેલ અકાઉંટને ફોકસ સાથે મૅચ કરો

ફોકસ ચાલુ હોય ત્યારે તમારે કયા ઇમેલ અકાઉંટમાંથી સૂચના પ્રાપ્ત કરવી તે પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમારું “વર્ક ફોકસ” ચાલુ હોય ત્યારે તમે ફક્ત તમારું વર્ક ઇમેલ અકાઉંટ અને તેની સૂચનાઓ બતાવવા માટે ફિલ્ટર સેટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ફોકસ પર જાઓ પછી ફોકસ પર ટૅપ કરો.

    જો તમને ઇચ્છા મુજબનો ફોકસ વિકલ્પ દેખાતો ન હોય તો “ફોકસ ઉમેરો” બટન પર ટૅપ કરો. જુઓ : ફોકસ સેટ અપ કરવા માટે.

  2. “ફોકસ ફિલ્ટર”ની નીચે “ફિલ્ટર ઉમેરો” પર ટૅપ કરો અને પછી Mail પર ટૅપ કરો.

  3. તમે ફોકસ દરમિયાન તમારા ઇનબૉક્સમાં જે અકાઉંટ જોવા માંગતા હો તે સિલેક્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.