iPadમાં Siri શૉર્ટકટ ઉમેરો

તમે વારંવાર જે વસ્તુઓ કરો છો તેના માટે ઍપ્સ શૉર્ટકટ પ્રદાન કરી શકે છે. માત્ર તમારા વૉઇસથી આ શૉર્ટકટ શરૂ કરવા માટે તમે Siriનો ઉપયોગ કરી શકો છો.

અમુક ઍપ્સમાં Siri શૉર્ટકટ ઑટોમૅટિક રીતે સેટ અપ થઈ જાય છે. તમે તમારા પોતાના શૉર્ટકટ પણ બનાવી શકો છો.

સૂચવેલ શૉર્ટકટ ઉમેરો

જ્યારે તમને શૉર્ટકટ માટે કોઈ સૂચન દેખાય ત્યારે Siriમાં ઉમેરો પર ટૅપ કરો પછી શૉર્ટકટનો ઉપયોગ કરવા માટે તમારી પસંદગીના વાક્યાંશને રેકોર્ડ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાનું પાલન કરો.

તમે Siriનો ઉપયોગ કરતી હોય તેવી ઍપ માટે નવા શૉર્ટકટ બનાવવા અથવા પ્રવર્તમાન Siri શૉર્ટકટ મૅનેજ કરવા, ફરી રેકોર્ડ કરવા અને ડિલીટ કરવા માટે પણ શૉર્ટકટ ઍપનો ઉપયોગ કરી શકો છો. શૉર્ટકટ યૂઝર ગાઇડ જુઓ.

શૉર્ટકટનો ઉપયોગ કરો

Siriને સક્રિય કરો પછી શૉર્ટકટ માટે તમારો વાક્યાંશ બોલો. જુઓ : Siriનો ઉપયોગ કરો.

તમારી દિનચર્યા અને ઍપનો ઉપયોગ કરવાની તમારી રીતના આધારે Siri હોમ સ્ક્રીન, લૉક સ્ક્રીન અને જ્યારે તમે સર્ચ શરૂ કરો છો ત્યારે શૉર્ટકટ સૂચવે છે. ઍપ માટે શૉર્ટકટ સૂચનો બંધ કરવા માટે જુઓ : Siri સેટિંગ્સ બદલો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.