આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Photo Boothમાં ફોટો લો

ફન ઇફેક્ટ સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે Photo Booth ઍપનો ઉપયોગ કરો.

ફોટો લો

iPadની સ્ક્રીનમાં Photo Booth ઘણી ટાઇલમાં વિવિધ ઇફેક્ટ સાથે વિષયવસ્તુ પ્રદર્શિત કરવા માટે ફ્રંટ કૅમેરાનો ઉપયોગ કરે છે. ઇફેક્ટમાં ક્લાઇડોસ્કોપ, સ્ટ્રેચ, એક્સ-રે વગેરે સામેલ છે. સ્ક્રીનના મધ્યમાં આવેલી ટાઇલ સામાન્ય વ્યૂ ડિસ્પ્લે કરે છે.

  1. તમારા શૉટને ફ્રેમ કરવા માટે તમારા વિષયવસ્તુ પર iPadનું કેંદ્ર રાખો.

  2. તમે કેપ્ચર કરવા માંગો છો તે ઇફેક્ટની ટાઇલ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફ્રંટ અને રીઅર કૅમેરા વચ્ચે સ્વિચ કરો : સ્ક્રીનમાં નીચે “કૅમેરા પસંદકર્તા” બટન પર ટૅપ કરો.

    • ઇફેક્ટ બદલો : સ્ક્રીનમાં નીચે ડાબી બાજુએ “ફિલ્ટર” બટન પર ટૅપ કરો.

      અમુક ઇફેક્ટમાં તમે તમારી આંગળીને સ્ક્રીન પર ડ્રૅગ કરી શકો છો અથવા દેખાવ બદલવા માટે ઇમેજને પિંચ, સ્વાઇપ અથવા રોટેટ કરી શકો છો.

  3. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

તમે ફોટો લો છો ત્યારે iPad શટરનો અવાજ કરે છે. શટર સાઉંડના વૉલ્યૂમને કંટ્રોલ કરવા માટે તમે વૉલ્યૂમ બટનનો ઉપયોગ કરી શકો છો. વૉલ્યૂમ ઍડજસ્ટ કરો જુઓ.

નોટ : કેટલાક વિસ્તારમાં તમારું iPad સાઇલેંટ પર સેટ હોય તો પણ સાઉંડ ઇફેક્ટ પ્લે થાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.