આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટો અથવા વીડિયોના કૉન્ટેંટ સાથે ઇંટરૅક્ટ કરવા માટે લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરો

લાઇવ ટેક્સ્ટ તમને ઑનલાઇન મળતા ફોટો, વીડિયો અને ઇમેજની અંદર આવેલી ટેક્સ્ટને ઓળખે છે. તમે આ ટેક્સ્ટ સાથે ઘણી બધી રીતે ઇંટરૅક્ટ કરી શકો છો. તમે ટેક્સ્ટને કૉપિ કરવા, શેર કરવા અથવા અનુવાદ કરવા માટે સિલેક્ટ કરી શકો છો અથવા ફોન કૉલ કરવા, વેબસાઇટ ખોલવા અથવા ચલણને કંવર્ટ કરવા જેવાં કાર્યો કરવા માટે ઝડપી ઍક્શનનો ઉપયોગ કરી શકો છો.

સપોર્ટેડ મૉડલ પર લાઇવ ટેક્સ્ટ ઉપલબ્ધ છે અને Safari, ફોટોસ, કૅમેરા, ઝલક જુઓ વગેરેમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

લાઇવ ટેક્સ્ટ ચાલુ કરો

લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ શરૂ કરતા પહેલાં ખાતરી કરો કે તે તમામ સપોર્ટેડ ભાષાઓ માટે ચાલુ છે.

  1. સેટિંગ્સ  > સામાન્ય > ભાષા અને ક્ષેત્ર પર જાઓ.

  2. લાઇવ ટેક્સ્ટ ચાલુ કરો.

ફોટો અથવા વીડિયોની ટેક્સ્ટને કૉપિ કરો, અનુવાદ કરો અને ખોજો

  1. ટેક્સ્ટ હોય તેવા ફોટોને ખોલો અથવા વીડિયોને પૉઝ કરો.

  2. “ટેક્સ્ટ ઓળખો” બટન પર ટૅપ કરો અને પછી સિલેક્ટ કરેલિ ટેક્સ્ટને ટચ કરીને હોલ્ડ કરો.

  3. ચોક્કસ ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે “ગ્રેબ પૉઇંટ”નો ઉપયોગ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટ કૉપિ કરો : નોટ્સ અથવા મેસેજ જેવી બીજી ઍપમાં પેસ્ટ કરવા માટે ટેક્સ્ટને કૉપિ કરો.

    • તમામ સિલેક્ટ કરો : ફ્રેમની અંદર રહેલી તમામ ટેક્સ્ટને સિલેક્ટ કરો.

    • ખોજો : પર્સનલાઇઝ કરેલાં વેબ સૂચનો બતાવે છે.

    • અનુવાદ કરો : ટેક્સ્ટનો અનુવાદ કરે છે.

    • વેબ પર સર્ચ કરો : સિલેક્ટ કરેલી ટેક્સ્ટની વેબ પર ખોજ કરે છે.

    • શેર કરો : AirDrop, મેસેજ, Mail અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને ટેક્સ્ટ શેર કરે છે.

  4. ફોટો અથવા વીડિયો પર પરત જવા માટે “ટેક્સ્ટ ઓળખો” બટન પર ટૅપ કરો.

ઝડપી ઍક્શનની મદદથી ફોટો અથવા વીડિયોની અંદર કાર્યો કરો

ફોટો અથવા વીડિયોના કૉન્ટેંટના આધારે તમે ફોન કૉલ કરવો, દિશાનિર્દેશ મેળવવા, ભાષાનો અનુવાદ કરવો, ચલણને કંવર્ટ કરવું વગેરે માટે સ્ક્રીનમાં નીચે આપેલા “ઝડપી ઍક્શન” પર ટૅપ કરી શકો છો.

  1. ટેક્સ્ટ હોય તેવા ફોટોને ખોલો અથવા વીડિયોને પૉઝ કરો.

  2. “ટેક્સ્ટ ઓળખો” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનમાં નીચે આપેલા “ઝડપી ઍક્શન” પર ટૅપ કરો.

  4. ફોટો અથવા વીડિયો પર પરત જવા માટે “ટેક્સ્ટ ઓળખો” બટન પર ટૅપ કરો.

લાઇવ ટેક્સ્ટ તમામ ક્ષેત્ર અથવા ભાષામાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચરની ઉપલબ્ધતા જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.