આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં આરોગ્ય ઍપમાં આરોગ્ય રેકોર્ડ જુઓ

તમે હેલ્થકેર પ્રોવાઇડર પાસેથી આરોગ્ય રેકોર્ડ ડાઉનલોડ સેટ અપ કર્યા પછી આરોગ્ય ઍપમાં જ્યાં તે જોવા માટે ઉપલબ્ધ હોય છે ત્યાં તમારા રેકોર્ડ સુરક્ષિત રીતે અને ઑટોમૅટિક રીતે iPadમાં ડાઉનલોડ થઈ જાય છે.

તમારા આરોગ્ય રેકોર્ડ જુઓ

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. આરોગ્ય શ્રેણીની સૂચી બતાવવા માટે “સાઇડબાર” બટન ટૅપ કરો પછી નીચેનીમાંથી કોઈ પણ એક કરો :

    • સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો પછી આરોગ્ય રેકોર્ડ શ્રેણીનું નામ (જેમ કે ક્લિનિકલ વાઇટલ્સ) અથવા ડેટાનો પ્રકાર (જેમ કે બ્લડ પ્રેશર) એંટર કરો.

    • નીચે સ્ક્રોલ કરો પછી આરોગ્ય રેકોર્ડની શ્રેણી (જેમ કે એલર્જી અથવા ક્લિનિકલ વાઇટલ્સ) પર ટૅપ કરો.

    • નીચે સ્ક્રોલ કરો પછી ચોક્કસ સંસ્થાના નામ પર ટૅપ કરો.

વધુ વિગતો જોવા માટે જ્યાં તમે “વિગતો” બટન જુઓ ત્યાં કોઈ પણ સેક્શન પર ટૅપ કરો.

નોટ : જો તમને એવા આરોગ્ય રેકોર્ડ ન દેખાય જેની તમને હેલ્થકેર પ્રોવાઇડર પાસેથી અપેક્ષા હોય તો ખાતરી કરો કે તમે પ્રોવાઇડર સાથે તમારા અકાઉંટમાં સાઇન ઇન કર્યું છે. “સાઇડબાર” બટન પર ટૅપ કરો, તમારા અકાઉંટની યાદી સુધી સ્ક્રોલ કરો અને તમારા પ્રોવાઇડરના નામ પર ટૅપ કરો પછી કહેવામાં આવે તો સાઇન ઇન કરો.

મહત્ત્વપૂર્ણ લૅબ પરિણામો પિન કરો

તમે પરિણામોના ઝડપી ઍક્સેસ માટે લૅબ પરિણામો સ્ક્રીનની ટોચ પર દેખાય તે માટે પિન કરી શકો છો.

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર” બટન પર ટૅપ કરો પછી “લૅબનાં પરિણામો” પર ટૅપ કરો.

  3. પરિણામને ટચ કરીને હોલ્ડ કરો પછી “આ લૅબને પિન કરો” પર ટૅપ કરો.

અન્ય ઍપ્સ સાથે તમારા આરોગ્ય રેકોર્ડ શેર કરો

તૃતીય પક્ષની ઍપ્સ તમારા આરોગ્ય રેકોર્ડ ઍક્સેસ કરવા માટે વિનંતી કરી શકે છે. તમે ઍક્સેસ આપો તે પહેલાં ખાતરી કરો કે તમે તમારા રેકોર્ડ સાથે જોડાયેલી ઍપ પર વિશ્વાસ કરો છે.

  1. ઍક્સેસ આપવા માટે પૂછવામાં આવે ત્યારે એલર્જી, દવાઓ અથવા રસીકરણ જેવી શ્રેણીમાંથી કઈ શ્રેણી શેર કરવી છે તે પસંદ કરો.

  2. તમારે તમારા વર્તમાન અને ભવિષ્યના આરોગ્ય રેકોર્ડને ઍક્સેસ આપવો છે અથવા ફક્ત તમારા વર્તમાન રેકોર્ડનો જ ઍક્સેસ આપવો છે તે પસંદ કરો.

    જો તમે માત્ર તમારા વર્તમાન રેકોર્ડને શેર કરવાનું પસંદ કરો છો તો તમારા iPadમાં નવા રેકોર્ડ ડાઉનલોડ કરવામાં આવે ત્યારે તમને ઍક્સેસ આપવાનું કહેવામાં આવશે.

ઍપ સાથે આરોગ્ય રેકોર્ડ શેર કરવાનું બંધ કરવા માટે આરોગ્ય ઍપનો ડેટા વાંચવા માટે તેની પરવાનગી બંધ કરો.

iPadમાંથી ઑર્ગનાઇઝેશન અને તેના રેકોર્ડ ડિલીટ કરો

  1. તમારા iPadમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. ઉપર ડાબી બાજુએ તમારા ફોટો અથવા પ્રથમાક્ષરની બાજુમાં પ્રોફાઇલ પર ટૅપ કરો.

    જો તમને તમારો ફોટો અથવા પ્રથમાક્ષર દેખાતા નથી તો “સાઇડબાર” બટન પર ટૅપ કરો, સારાંશ ટૅપ કરો પછી ઉપર જમણી બાજુએ તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરો.

  3. ઑર્ગનાઇઝેશનના નામ પર ટૅપ કરો પછી “અકાઉંટ કાઢી નાખો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.