આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટો લાઇબ્રેરીને ફિલ્ટર અને સૉર્ટ કરો

તમે શોધી રહ્યાં છો તે ફોટો અને વીડિયો શોધવામાં તમને મદદ મળે તે માટે તમે લાઇબ્રેરીમાં આઇટમને સૉર્ટ કરવાની રીતને બદલી શકો છો અને ફક્ત અમુક આઇટમ બતાવવા માટે લાઇબ્રેરીને ફિલ્ટર કરી શકો છો અને ચોક્કસ આઇટમને છુપાવી શકો છો.

લાઇબ્રેરીને સૉર્ટ કરવા માટે

તમે તમારી ફોટો લાઇબ્રેરીમાં આઇટમ ઉમેરવામાં આવી તે તારીખ અથવા લેવામાં આવી તે તારીખ મુજબ દેખાડવા માટે તેમને સૉર્ટ કરી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ગ્રિડમાં નીચે સ્વાઇપ કરો.

  3. “ફિલ્ટર” બટન પર ટૅપ કરો પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • તાજેતરમાં ઉમેરેલા મુજબ સૉર્ટ કરવા માટે : તમે તાજેતરમાં ઉમેરેલા ફોટો અને વીડિયો લાઇબ્રેરીમાં નીચે દેખાય છે.

    • કૅપ્ચર કર્યાની તારીખ મુજબ સૉર્ટ કરવા માટે : ફોટો અને વીડિયોને લાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યા હોય તે તારીખને બદલે તેમને લેવામાં આવ્યા હોય તે તારીખ મુજબ સૉર્ટ કરવામાં આવે છે.

લાઇબ્રેરી ફિલ્ટર કરો

તમે તમારી ફોટો લાઇબ્રેરીમાં વીડિયો, મનપસંદ અથવા ઍલ્બમમાં ન હોય તેવી આઇટમ જેવી ફક્ત અમુક આઇટમ ડિસ્પ્લે કરવા માટે ફિલ્ટર લાગુ કરી શકો છો અને બાકીનું બધું ટેંપરરી રીતે છુપાવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ગ્રિડમાં નીચે સ્વાઇપ કરો.

  3. “ફિલ્ટર” બટન પર ટૅપ કરો અને પછી ફિલ્ટર પર ટૅપ કરો.

  4. તમે જે ફિલ્ટર લાગુ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

    ટિપ : તમે એક જ સમયે ઘણાં ફિલ્ટર લાગુ કરી શકો છો. ઉદાહરણ તરીકે ફક્ત તમે સંપાદિત કરેલા ફોટો જોવા માટે ફોટો અને સંપાદિત કરેલા પર ટૅપ કરો.

  5. ફિલ્ટરને કાઢી નાખવા અને સંપૂર્ણ લાઇબ્રેરી પર પાછા ફરવા માટે તમામ આઇટમ પર ટૅપ કરો.

તમારા Macમાંથી સ્ક્રીનશૉટ, આઇટમ અને તમારી સાથે શેર કરેલી આઇટમને છુપાવવા માટે

ડિફૉલ્ટ રૂપે તમારા Macમાંથી સિંક કરેલા સ્ક્રીનશૉટ, ફોટો અને વીડિયો અને મેસેજ ઍપમાં તમારી સાથે શેર કરેલા ફોટો અને વીડિયો તમારી ફોટો લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે દેખાય છે. ક્લટર ઘટાડવા માટે તમે આ આઇટમ છુપાવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. ફોટો ગ્રિડમાં નીચે સ્વાઇપ કરો.

  3. “ફિલ્ટર” બટન પર ટૅપ કરો અને પછી વિકલ્પો જુઓ પર ટૅપ કરો.

  4. તમારી લાઇબ્રેરીમાં આ આઇટમ છુપાવવા માટે “સ્ક્રીનશૉટ”, “મારા Macમાંથી” અથવા “તમારી સાથે શેર કરેલ” પર ટૅપ કરો. તેમને છુપાવવાનું રોકવા માટે વિકલ્પ પર ફરી ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.