આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Mailમાં તમારો ઇમેલ તપાસો

Mail ઍપમાં તમે ઇમેલ વાંચી શકો છો, સંપર્ક ઉમેરી શકો છો અને ઇમેલને ખોલ્યા વગર તેના કૉન્ટેંટનું પ્રિવ્યૂ કરી શકો છો.

ડાબી બાજુએ ઇમેલની સૂચી અને જમણી બાજુએ ખુલ્લા ઇમેલ સાથેનું Mail ઇનબૉક્સ.

ઇમેલ વાંચો

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજની સૂચીમાંથી તમે જે મેસેજ વાંચવા માંગો છો તેના પર ટૅપ કરો.

પછીથી પ્રાથમિક મેસેજ પર પાછા આવવા માટે “મને રિમાઇંડ કરાવો”નો ઉપયોગ કરો

જો તમારી પાસે પ્રાથમિક મેસેજને તુરંત હેંડલ કરવાનો સમય ન હોય તો તમે રિમાઇંડર પ્રાપ્ત કરવા માટે સમય અને તારીખ સેટ કરી શકો છો અને તમારા ઇનબૉક્સમાં સૌથી ઉપર મેસેજ પાછો લાવી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. પ્રાથમિક મેસેજ પર ટૅપ કરીને મેસેજની જમણી બાજુએ નીચે “જવાબ આપો” બટન પર ટૅપ કરીને “મને રિમાઇંડ કરાવો” પર ટૅપ કરો પછી ક્યારે રિમાઇંડ કરાવવું તે પસંદ કરો.

ટિપ : ઍક્સેસ સરળ બનાવવા માટે તમે Mail ઍપમાં ટૂલબારમાં “મને રિમાઇંડ કરાવો” ઉમેરી શકો છો. જુઓ : Mail ટૂલબારને કસ્ટમાઇઝ કરવા માટે.

ઘણાં ઇમેલને ઝડપથી વાંચેલા તરીકે અંકિત કરવા માટે

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજની યાદી જોતી વખતે “સિલેક્ટ કરો” પર ટૅપ કરો પછી તમે જે મેસેજને અંકિત કરવા માંગો છો તેના ચેકબૉક્સ પર ટૅપ કરીને તેને સિલેક્ટ કરો.

    મહત્ત્વપૂર્ણ : તમે ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજ સિલેક્ટ કરો છો ત્યારે તમે મોકલનારના તે શ્રેણીના તમામ મેસેજ સિલેક્ટ કરો છો.

  3. મેસેજની યાદીમાં સૌથી નીચે “અંકિત કરો” પર ટૅપ કરો પછી “વાંચેલા તરીકે અંકિત કરો” પસંદ કરો.

નોટ : તમારી હોમ સ્ક્રીન પર બતાવવામાં આવતા વાંચ્યા વગરના મેસેજની સંખ્યા તમારી પ્રાથમિક શ્રેણીમાં વાંચ્યા વગરના મેસેજની સંખ્યાને પ્રતિબિંબિત કરે છે. તમારી તમામ શ્રેણીમાં વાંચ્યા વગરના મેસેજની કુલ સંખ્યા બતાવવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > Mail > સૂચનાઓ કસ્ટમાઇઝ કરો પર જાઓ પછી “વાંચ્યા વગરના તમામ મેસેજ” ચાલુ કરો.

પ્રાથમિક મેસેજ અને વિકલ્પોની યાદીનું પ્રિવ્યૂ કરો

જો તમે પ્રાથમિક મેસેજ વિષે જાણવા માંગતા હોવ પણ તેને સંપૂર્ણ રીતે ખોલવા માંગતા ન હોવ તો તમે તેનું પ્રિવ્યૂ કરી શકો છો.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. પ્રાથમિક મેસેજની યાદીમાં મેસેજના કૉન્ટેંટનું પ્રિવ્યૂ કરવા માટે તેને ટચ કરીને હોલ્ડ કરો અને જવાબ આપવા, તેને મુવ કરવા વગેરે વિકલ્પોની યાદી જુઓ.

દરેક ઇમેલ માટે લાંબું પ્રિવ્યૂ બતાવો

તમારા ઇનબૉક્સમાં Mail ડિફૉલ્ટ રૂપે દરેક ઇમેલ મેસેજ માટે ટેક્સ્ટની બે લાઇન ડિસ્પ્લે કરે છે. તમે ઇમેલ મેસેજ ખોલ્યા વગર ટેક્સ્ટની વધુ લાઇન જોવાનું પસંદ કરી શકો છો.

સેટિંગ્સ  > ઍપ્સ > Mail > પ્રિવ્યૂ (મેસેજની સૂચીની નીચે) પર જાઓ પછી પાંચ લાઇન સુધી પસંદ કરો.

આખો વાર્તાલાપ બતાવો

સેટિંગ્સ  > ઍપ્સ > Mail પર જાઓ પછી “થ્રેડ મુજબ ઑર્ગનાઇઝ કરો” (થ્રેડિંગની નીચે) ચાલુ કરો.

નોટ : તમે અહીં “વાંચેલા મેસેજ કોલૅપ્સ કરો” અથવા “સૌથી ઉપર સૌથી તાજેતરનો મેસેજ” જેવાં અન્ય સેટિંગ્સ પણ બદલી શકો છો.

તમારા ઇનબૉક્સમાં “પ્રતિ” અને Cc લેબલને બતાવો

સેટિંગ્સ  > ઍપ્સ > Mail પર જાઓ અને પછી “પ્રતિ/Cc લેબલ બતાવો” (મેસેજ લિસ્ટની નીચે) ચાલુ કરો.

તમને સંબોધિત તમામ મેલને એકત્રિત કરતા પ્રતિ/Cc મેલબૉક્સ પણ તમે જોઈ શકો છો. તેને બતાવવા અથવા છુપાવવા માટે Mail ઍપમાં ઉપરની બાજુના ડાબા ખૂણામાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરીને મેલબૉક્સની ઉપર “સંપાદિત કરો“ પર ટૅપ કરો પછી “પ્રતિ અથવા Cc” પર ક્લિક કરો.

કોઈ વ્યક્તિને તમારા સંપર્કમાં ઉમેરો અથવા તેમને VIP બનાવો

તમે કોઈ વ્યક્તિને તમારા સંપર્કમાં સેવ કરી શકો છો જેથી તમે ભવિષ્યમાં સરળતાથી ફરી તેમનો ઇમેલ મેસેજ શોધી શકો અથવા તેમને VIP બનાવી શકો જેથી તમને પ્રાપ્ત થયેલા તેમના કોઈ પણ મેસેજ ઑટોમૅટિક રીતે સ્ટાર થઈ જાય.

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં વ્યક્તિના નામ અથવા ઇમેલ અડ્રેસ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા સંપર્કમાં ઉમેરો : “નવો કૉન્ટૅક્ટ બનાવો” અથવા “વર્તમાન કૉન્ટૅક્ટમાં ઉમેરો” પર ટૅપ કરો.

      તમે ફોન નંબર, અન્ય ઇમેલ અડ્રેસ વગેરે ઉમેરી શકો છો.

    • તમારા VIP લિસ્ટમાં ઉમેરો : “VIPમાં ઉમેરો” પર ટૅપ કરો.

સંપર્કના ફોટો બતાવવા અથવા છુપાવવા માટે

  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. ઇનબૉક્સમાં સ્ક્રીનમાં ઉપર “વધુ” બટન પર ટૅપ કરો પછી “સંપર્કના ફોટો બતાવો“ સિલેક્ટ કરો અથવા સિલેક્ટ કરેલામાંથી હટાવો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.