આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeform બોર્ડમાં આકાર, લાઇન અને તીર ઉમેરો

તમે Freeform બોર્ડમાં આકાર, લાઇન અને તીર ઉમેરી શકો છો.

આકાર, લાઇન અને તીર ઉમેરવા અને ફૉર્મેટ કરવા માટે

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. “આકાર ઉમેરો” બટન પર ટૅપ કરો અને આકાર, લાઇન અથવા તીરને બોર્ડમાં ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

  4. આકાર અથવા લાઇન સિલેક્ટ કરવા અને તેનાં ફૉર્મેટિંગ ટૂલ બતાવવા માટે તેના પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો:

    • ફિલ કરવાનો રંગ બદલો : “ફિલ સેટ કરો” બટન પર ટૅપ કરો.

    • લાઇનની શૈલી બદલો : “સ્ટ્રોક સેટ કરો” બટન પર ટૅપ કરો પછી આકાર અથવા લાઇન માટે તમને જોઈતો સ્ટ્રોકનો રંગ અને જાડાઈ પસંદ કરો.

      લાઇનને તીરમાં ફેરવવા અથવા સમાપ્તિની અન્ય શૈલી ઉમેરવા માટે “લાઇનની સમાપ્તિ સેટ કરો” બટન પર ટૅપ કરો.

      જો તમે કનેક્શન લાઇન સિલેક્ટ કરી હોય તો તેની શૈલી બદલીને સ્ટ્રેટ, કોર્નર અથવા કર્વ કરવા માટે “કનેક્શન લાઇન સેટ કરો” બટન પર ટૅપ કરો.

    • આકારનો પ્રકાર બદલો : “વધુ” બટન પર ટૅપ કરીને આકાર બદલો પર ટૅપ કરો અને પછી બીજો આકાર પસંદ કરો.

તમે આકાર અથવા લાઇન દોરીને અને પછી સ્ટ્રોકને સ્મૂથ અથવા સીધા કરીને પણ તમારા બોર્ડ પર તેને ઉમેરી શકો છો. જુઓ : Freeform બોર્ડ પર દોરો અથવા હસ્તલેખન કરો.

નોટ : બટનની વર્તમાન સ્થિતિને બતાવવા માટે તેનો રંગ કદાચ બદલાઈ શકે છે.

આકારને સ્પ્લિટ કરો અથવા જોડો

તમે Freeform બોર્ડમાં ઘણા ભાગવાળા આકાર ઉમેરો ત્યારે તેમના ભાગો વિભાજિત કરી શકો છો પછી દરેક ભાગને અલગથી સંપાદિત કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે યુનાઇટેડ સ્ટેટ્સનો નકશો (સ્થળની શ્રેણીમાં) વિભાજિત કરી શકો છો અને દરેક સ્ટેટનો રંગ બદલી શકો છો. તમે અન્ય આકારમાંથી આકારને બાદ પણ કરી શકો છો, બે આકાર વચ્ચે ઓવરલેપિંગ વિસ્તારને કાઢી શકો છો અથવા એક આકારને બીજા સાથે જોડીને નવો આકાર બનાવી શકો છો.

તમારા Freeform બોર્ડમાં આકાર ઉમેર્યા પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • ઘણા ભાગવાળા આકારને અલગ કરવા સ્પ્લિટ કરો : “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “તોડીને અલગ કરો” પર ટૅપ કરો.

  • આકાર જોડો : ઘણી આઇટમ સિલેક્ટ કરો અને “ગોઠવો” બટન પર ટૅપ કરો પછી “આકાર જોડો”ની નીચે “એક કરો”, “આંતરછેદ કરો”, “બાદ કરો” અથવા “બાકાત કરો”ના વિકલ્પ પર ટૅપ કરો.

સાઇઝ, પહોળાઈ અથવા લંબાઈ બદલો

તમે Freeform બોર્ડમાં આકાર અથવા લાઇન ઉમેરો તે પછી તેનાં પરિમાણો બદલી શકો છો અથવા લાઇન કનેક્ટ થવાની રીત બદલી શકો છો.

આકાર અથવા લાઇન સિલેક્ટ કરવા માટે ટૅપ કરો અને પછી ડૉટને ડ્રૅગ કરો.

  • આકાર : આકારની સાઇઝ અથવા પ્રમાણ બદલવા માટે વાદળી ડૉટને ડ્રૅગ કરો. આકારની બાજુઓની સંખ્યા જેવા વિશિષ્ટ પાસાંને બદલવા માટે કોઈ પણ લીલા ડૉટને ડ્રૅગ કરો.

  • કનેક્શન લાઇન : સમાપ્તિ પૉઇંટ બદલવા માટે વાદળી ડૉટને ડ્રૅગ કરો. કર્વને ઍડજસ્ટ કરવા માટે લીલા ડૉટને ડ્રૅગ કરો. જો તે આકૃતિનો ભાગ હોય તો iPadમાં Freeform બોર્ડમાં આકૃતિ ઉમેરો જુઓ.

Freeform બોર્ડમાં આકાર અને આર્ક બદલવા માટે વાદળી અને લીલા ડૉટવાળી કનેક્શન લાઇન.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.