આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadના કૅમેરાથી Live Photos લો

Live Photo ફોટો લેતા પહેલાં અને પછી ઑડિઓ સહિતની ઘટનાઓને કૅપ્ચર કરે છે. તમે સામાન્ય ફોટોની જેમ Live Photo લો.

Live Photo લો

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. ખાતરી કરો કે કૅમેરાને ફોટો મોડ પર સેટ કરેલો છે અને Live Photo ચાલુ છે.

    નોટ : Live Photo ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. જ્યારે તે ચાલુ હોય ત્યારે તમને સ્ક્રીનમાં જમણી બાજુએ પીળા રંગમાં લાઇવ ફોટો બટન “Live Photo” બટન દેખાય છે.

  3. Live Photo લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

  4. Live Photo પ્લે કરવા માટે શટર બટનની નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો પછી સ્ક્રીનને ટચ કરીને હોલ્ડ કરો.

ફોટોસ ઍપમાં તમારી ફોટો લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે Live Photos સેવ થાય છે. લાઇવ ફોટોમાં બાઉંસ અને લૂપ જેવી ઇફેક્ટ ઉમેરવા માટે Live Photoમાં ઇફેક્ટ ઉમેરો જુઓ.

Live Photos બંધ કરો

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. ખાતરી કરો કે કૅમેરાને ફોટો મોડ પર સેટ કરેલો છે.

  3. સ્ક્રીનમાં જમણી બાજુએ “Live Photo” બટન લાઇવ ફોટો બટન પર ટૅપ કરો જેથી બટન દ્વારા સ્લૅશ દેખાય.

જો તમે પહેલાંથી જ લાઇવ ફોટો લીધો હોય અને ઇફેક્ટ બંધ કરવા માંગતા હોવ તો Live Photoનું સંપાદન કરવું જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.