આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રિમાઇંડરમાં અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો

રિમાઇંડર ઍપમાં તમે iCloud, એંટરપ્રાઇઝ દ્વારા મૅનેજ કરવામાં આવતા iCloud, Microsoft Exchange, Google અને Yahoo જેવા ઘણાં અકાઉંટનો ઉપયોગ કરી શકો છો—અને તમારાં તમામ ટૂ-ડૂ લિસ્ટને એક જગ્યાએ રાખી શકો છો. તમારાં રિમાઇંડર સમાન અકાઉંટનો ઉપયોગ કરતા તમારાં તમામ ડિવાઇસ પર અપ ટૂ ડેટ રહે છે.

નોટ : આ ગાઇડમાં વર્ણવેલાં તમામ રિમાઇંડર ફીચર જ્યારે તમે iCloudમાં અપડેટ કરેલાં રિમાઇંડરનો ઉપયોગ કરો ત્યારે ઉપલબ્ધ હોય છે. અન્ય અકાઉંટનો ઉપયોગ કરતી વખતે અમુક ફીચર ઉપલબ્ધ નથી.

iCloudની મદદથી તમારાં તમામ ડિવાઇસ પર તમારાં રિમાઇંડર અપ ટૂ ડેટ રાખો

  1. સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ.

  2. iCloud પર ટૅપ કરીને “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી રિમાઇંડર ચાલુ કરો.

iCloudમાં સ્ટોર કરેલાં તમારાં રિમાઇંડર—અને તેમાં તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ફેરફારો—જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેવા તમારા iPhone, iPad, Apple Watch અને Mac પર દેખાય છે.

iCloudમાં સ્ટોર કરેલાં તમારાં રિમાઇંડર અપડેટ કરવા માટે

જો તમે iOS 12 અથવા તેના પહેલાંના વર્ઝનમાં રિમાઇંડરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે અટૅચમેંટ, ફ્લૅગ, લિસ્ટનો રંગ અને આઇકન વગેરે જેવાં ફીચરનો ઉપયોગ કરવા માટે iCloudમાં સ્ટોર કરેલાં રિમાઇંડરને કદાચ અપડેટ કરવા પડશે.

  1. સેટિંગ્સ  > [તમારું નામ] પર જાઓ.

  2. iCloud પર ટૅપ કરીને “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી સુનિશ્ચિત કરો કે રિમાઇંડર ચાલુ છે.

  3. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  4. “રિમાઇંડરમાં સ્વાગત છે” સ્ક્રીનમાં નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો :

    • હમણાં અપડેટ કરો : અપડેટની પ્રોસેસ શરૂ કરો.

    • પછીથી અપડેટ કરો : તમારા લિસ્ટની ઉપર વાદળી રંગનું અપડેટ બટન દેખાય છે; જ્યારે તમે તમારાં રિમાઇંડર અપડેટ કરવા માટે તૈયાર હોવ ત્યારે તેને ટૅપ કરો.

નોટ : અપડેટ કરેલાં રિમાઇંડર iOS અને macOSના પહેલાંના વર્ઝનની રિમાઇંડર ઍપ સાથે બૅકવર્ડ માટે સુસંગત હોતાં નથી. Apple સપોર્ટ લેખ iOS 13 અથવા તેના પછીના વર્ઝનમાં રિમાઇંડર ઍપ અપડેટ કરવી જુઓ.

અન્ય અકાઉંટ ઉમેરવા માટે

તમે Microsoft Exchange અને Yahoo જેવાં અન્ય અકાઉંટમાં તમારા ટૂ-ડૂ લિસ્ટને મૅનેજ કરવા માટે રિમાઇંડર ઍપનો ઉપયોગ કરી શકો છો.

  1. સેટિંગ્સ > ઍપ્સ > રિમાઇંડર પર જાઓ.

  2. અકાઉંટ પર ટૅપ કરો અને પછી અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અકાઉંટ પ્રોવાઇડર પસંદ કરો પછી તમારા અકાઉંટની માહિતી એંટર કરો.

    • જો લિસ્ટમાં તમારા અકાઉંટ પ્રોવાઇડર ન હોય તો “અન્ય” પર ટૅપ કરો, “CalDAV અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો, તમારા ઇમેલ અકાઉંટની માહિતી એંટર કરો પછી તે અકાઉંટ માટે રિમાઇંડર ચાલુ કરો.

અકાઉંટ કાઢી નાખવા માટે

તમે કોઈ અકાઉંટને કાઢી નાખો અથવા ડિલીટ કરો છો ત્યારે તે અકાઉંટનાં રિમાઇંડર હવેથી તમારા iPad પર દેખાશે નહિ. રિમાઇંડર તમારા ઇંટરનેટ અકાઉંટમાં (ઉદાહરણ તરીકે iCloud.com અથવા Microsoft Exchange) અને તમે પહેલાંથી સેટ અપ કરેલાં કોઈ પણ અન્ય ડિવાઇસમાં રહે છે.

  1. સેટિંગ્સ > ઍપ્સ > રિમાઇંડર પર જાઓ.

  2. રિમાઇંડર અકાઉંટ પર ટૅપ કરો પછી તમે જે અકાઉંટને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અકાઉંટમાં રિમાઇંડરનો ઉપયોગ કરવાનું રોકવા માટે : રિમાઇંડર બંધ કરો.

      તમે કૅલેંડર જેવી અન્ય સેવાઓ માટે અકાઉંટનો ઉપયોગ ચાલુ રાખી શકો છો.

    • અકાઉંટ પરની તમામ સેવાઓનો ઉપયોગ કરવાનું રોકવા માટે : સાઇન આઉટ પર ટૅપ કરો (iCloud અકાઉંટ માટે) અથવા અકાઉંટ ડિલીટ કરો (અન્ય અકાઉંટ માટે).

      જો તમને “સાઇન આઉટ કરો” અથવા “અકાઉંટ ડિલીટ કરો” ન દેખાય તો તમારું અકાઉંટ તમારી ઑર્ગનાઇઝેશન દ્વારા મૅનેજ કરવામાં આવતું હોઈ શકે છે. કાઢી નાખવાની સૂચનાઓ માટે ઍડમિનિસ્ટ્રેટર જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.