આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ભાષા અને ક્ષેત્ર બદલો

તમે સેટઅપ દરમિયાન તમારા iPadની ભાષા અને વિસ્તાર પસંદ કરો. જો તમે મુસાફરી અથવા મુવ કરો છો તો તમે ભાષા અથવા વિસ્તાર બદલી શકો છો.

  1. સેટિંગ્સ  > સામાન્ય > ભાષા અને ક્ષેત્ર પર જાઓ.

  2. નીચે પ્રમાણે સેટ કરો :

    • iPad માટેની ભાષા

    • તમારા સરનામાનું મનપસંદ સ્વરૂપ. (અમુક પ્રાથમિક ભાષાઓ માટે ઉપલબ્ધ છે—ઉદાહરણ તરીકે સ્પેનિશ.) સ્ત્રીલિંગી, પુલ્લિંગી અથવા નાન્યતર પસંદ કરો. તમામ ઍપ્સ તમારા માટેનું સંબોધન પર્સનલાઇઝ કરે તે માટે “તમામ ઍપ્સ સાથે શેર કરો” ચાલુ કરો.

    • ક્ષેત્ર

    • કૅલેંડરનું ફૉર્મેટ

    • તાપમાનનો એકમ (સેલ્સિઅસ અથવા ફૅરંહાઇટ)

    • માપન પ્રણાલી (મેટ્રિક, US અથવા UK)

    • અઠવાડિયાંનો પહેલો દિવસ

    • લાઇવ ટેક્સ્ટ (કૉપિ કરવા અથવા ક્રિયા કરવા માટે તમે ઇમેજમાંથી સિલેક્ટ કરી શકો તેવી ટેક્સ્ટ)

    • તારીખ ફૉર્મેટ

    • નંબર ફૉર્મેટ

  3. બીજી ભાષાનું કીબોર્ડ ઉમેરવા માટે સેટિંગ્સ > સામાન્ય > કીબોર્ડ > કીબોર્ડ પર જઈને પછી “નવું કીબોર્ડ ઉમેરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.