આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં બૅટરીનો વપરાશ તપાસો

તમારો iPadનો ઉપયોગ બૅટરીના સ્તરને કેવી રીતે અસર કરે છે તે જાણવા માટે સેટિંગ્સ  > બૅટરી પર જાઓ.

છેલ્લા 24 કલાક અને છેલ્લા 10 દિવસ સુધીના તમારા બૅટરી વપરાશ અને ઍક્ટિવિટીની માહિતી દેખાય છે.

  • માહિતી અને સૂચનો : તમને જેના કારણે iPadમાં ઊર્જાનો વપરાશ થતો હોય એવી પરિસ્થિતિઓ અથવા વપરાશની પેટર્ન વિષેની માહિતી જોવા મળી શકે છે. તમને ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટેનાં સૂચનો પણ જોવા મળી શકે છે. જો કોઈ સૂચન દેખાય તો તમે તેને ટૅપ કરીને સંબંધિત સેટિંગમાં જઈ શકો છો.

  • છેલ્લે ચાર્જ કરી : છેલ્લી વખતે બૅટરી કેટલી ચાર્જ થઈ હતી અને તેને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવી હતી તે સૂચવે છે.

  • બૅટરી લેવલ ગ્રાફ (છેલ્લા 24 કલાકમાં) : iPad લો પાવર મોડમાં હતું અથવા બૅટરી ખૂબ ઓછી હતી ત્યારનું બૅટરી લેવલ, ચાર્જિંગ અંતરાલ અને સમયગાળો બતાવે છે.

  • બૅટરી વપરાશનો ગ્રાફ (છેલ્લા 10 દિવસમાં) : દરરોજ વપરાતી બૅટરીની ટકાવારી બતાવે છે.

  • ઍક્ટિવિટી ગ્રાફ : સ્ક્રીન ચાલુ હોય કે બંધ હોય તેના આધારે સમય સાથે ઍક્ટિવિટી બતાવે છે.

  • સ્ક્રીન ચાલુ અને સ્ક્રીન બંધ : સ્ક્રીન ક્યારે ચાલુ હતી અને ક્યારે બંધ હતી તે જાણવા માટે સિલેક્ટ કરેલા સમય અંતરાલ માટે કુલ ઍક્ટિવિટી બતાવે છે. છેલ્લા 10 દિવસનું વ્યૂ દિવસ દીઠ સરેરાશ બતાવે છે.

  • ઍપ દ્વારા બૅટરીનો વપરાશ : સિલેક્ટ કરેલા સમય અંતરાલમાં દરેક ઍપ દ્વારા બૅટરીના વપરાશનું પ્રમાણ બતાવે છે.

  • ઍપ મુજબ ઍક્ટિવિટી : સિલેક્ટ કરેલા સમય અંતરાલમાં દરેક ઍપનો કેટલો સમય ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બતાવે છે.

નોટ : ચોક્કસ કલાક અથવા દિવસ માટે બૅટરીની માહિતી જોવા માટે ગ્રાફમાં તે સમય અંતરાલ પર ટૅપ કરો. તેને ડિસિલેક્ટ કરવા માટે ગ્રાફની બહાર ટૅપ કરો.

ઉપયોગ અને સેટિંગ્સ મુજબ બૅટરીની આવરદા અને ચાર્જ સાઇકલ બદલાય છે. iPadની બૅટરી Apple અથવા Appleના અધિકૃત સર્વિસ પ્રોવાઇડર દ્વારા સર્વિસ અથવા રીસાઇકલ થવી જોઈએ. બૅટરી સર્વિસ અને રીસાઇકલિંગ વેબસાઇટ જુઓ.

તમારી બૅટરી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે Apple લિથિયમ-આયન બૅટરીની વેબસાઇટ જુઓ જેથી તમે તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.