આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં પ્રાઇવેટ રીતે વેબ બ્રાઉઝ કરો

તમે પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરી શકો છો, પ્રાઇવસિ રિપોર્ટ જોઈ શકો છો અને તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટીને ખાનગી રાખવા માટે Safari ઍપમાં સેટિંગ્સ ઍડજસ્ટ કરી શકો છો અને દુર્ભાવનાયુક્ત વેબસાઇટથી પોતાને સુરક્ષિત રાખી શકો છો.

પ્રાઇવેટ રીતે સાઇટ પર જાઓ

તમે ટૅબ ખોલવા માટે પ્રાઇવેટ બ્રાઉઝિંગનો ઉપયોગ કરી શકો છો જે iPadમાં હિસ્ટરીમાં અથવા તમારા અન્ય ડિવાઇસ પર ટૅબની યાદીમાં દેખાતાં નથી. તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તો પણ પ્રાઇવેટ બ્રાઉઝિંગમાં રહેલાં ટૅબ તમારાં અન્ય Apple ડિવાઇસ સાથે શેર કરવામાં આવતાં નથી.

જો તમે તમારા iPadમાં પાસકોડ સેટ કર્યો હોય તો પ્રાઇવેટ બ્રાઉઝિંગ ઉપયોગમાં ન હોય ત્યારે તે લૉક થઈ જાય છે. પ્રાઇવેટ બ્રાઉઝિંગ કદાચ તરત જ લૉક નહિ થાય.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો પછી પ્રાઇવેટ પર ટૅપ કરો.

  3. પ્રાઇવેટ બ્રાઉઝિંગને અનલૉક કરવા માટે ઑનસ્ક્રીન દિશા નિર્દેશનોનું પાલન કરો.

    પ્રાઇવેટ બ્રાઉઝિંગમાંથી બહાર નીકળવા માટે “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો પછી ટૅબ ગ્રૂપ પર ટૅપ કરો. તમે પ્રાઇવેટ બ્રાઉઝિંગમાં જે વેબસાઇટ ખોલો છો તે ખુલ્લી રહે છે અને પ્રાઇવેટ બ્રાઉઝિંગ લૉક થઈ જાય છે.

પ્રાઇવેટ બ્રાઉઝિંગને લૉક કરવાની અનુમતિ આપવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ અને પછી “પ્રાઇવેટ બ્રાઉઝિંગને અનલૉક કરવા માટે પાસકોડ જરૂરી”, “પ્રાઇવેટ બ્રાઉઝિંગને અનલૉક કરવા માટે Face ID જરૂરી (સપોર્ટેડ મૉડલ)” અથવા “પ્રાઇવેટ બ્રાઉઝિંગને અનલૉક કરવા માટે Touch ID જરૂરી (સપોર્ટેડ મૉડલ)” ચાલુ કરો.

નોટ : તમે ઇંસ્ટૉલ કરેલા દરેક Safari એક્સટેંશન કે જે બ્રાઉઝિંગ ડેટાનો ઍક્સેસ ધરાવે છે તે પ્રાઇવેટ બ્રાઉઝિંગમાં ઑટોમૅટિક રીતે બંધ થઈ જાય છે. પ્રાઇવેટ બ્રાઉઝિંગમાં એક્સટેંશન ચાલુ કરવા માટે Safari એક્સટેંશન સેટિંગ્સ બદલો જુઓ.

પ્રાઇવેટ બ્રાઉઝિંગ માટે સર્ચ એંજિન પસંદ કરો

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. “પ્રાઇવેટ બ્રાઉઝિંગમાં પણ ઉપયોગ કરો” બંધ કરો.

  3. પ્રાઇવેટ સર્ચ એંજિન પર ટૅપ કરો અને પછી સર્ચ એંજિન પસંદ કરો.

પ્રાઇવસિ રિપોર્ટ જુઓ

Safari ટ્રૅકરને વેબસાઇટ પર તમને ફૉલો કરતા અને તમારું IP અડ્રેસ જોવાથી રોકવામાં મદદ કરે છે. તમે જોઈ રહ્યાં છો તે વર્તમાન વેબપેજ પર ઇંટેલિજંટ ટ્રૅકિંગ પ્રિવેંશનના ધ્યાને આવેલા અને અટકાવવામાં આવેલાં ટ્રૅકરનો સારાંશ જોવા માટે તમે પ્રાઇવસિ રિપોર્ટને રિવ્યૂ કરી શકો છો. તમે તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટીને સમાન ડિવાઇસનો ઉપયોગ કરતા અન્ય લોકોથી ખાનગી રાખવા માટે Safari સેટિંગ્સને રિવ્યૂ અને ઍજસ્ટ પણ કરી શકો છો અને દુર્ભાવનાયુક્ત વેબસાઇટથી પોતાને સુરક્ષિત રાખવામાં મદદ મેળવી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. “પેજ સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “વિગતો” બટન પર ટૅપ કરો.

  3. પ્રાઇવસિ રિપોર્ટ પર ટૅપ કરો.

વધુ પ્રાઇવસિ સાથે વેબને બ્રાઉઝ કરવા માટે iCloud પ્રાઇવેટ રિલેનો ઉપયોગ કરો

તમે iCloud+ને સબ્સ્ક્રાઇબ કરો ત્યારે તમે iCloud પ્રાઇવેટ રિલેનો ઉપયોગ કરીને વેબસાઇટ અને નેટવર્ક પ્રોવાઇડરને તમારા વિષે વિગતવાર પ્રોફાઇલ બનાવતા અટકાવી શકો છો. iCloud પ્રાઇવેટ રિલે ચાલુ હોય ત્યારે તમારા iPadમાંથી નીકળતો ટ્રાફિક એંક્રિપ્ટ થાય છે અને બે અલગ ઇંટરનેટ રિલે દ્વારા મોકલવામાં આવે છે. આનાથી વેબસાઇટને તમારું IP અડ્રેસ અને ચોક્કસ લોકેશન જોતા અટકાવી શકાય છે સાથે જ તે નેટવર્ક પ્રોવાઇડરને Safariમાં તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટી કલેક્ટ કરતા અટકાવે છે. તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો જુઓ.

આ કેવી રીતે કરવું તે જાણવા માટે તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો જુઓ :

  • તમારા iPadમાં iCloud પ્રાઇવેટ રિલેને સંપૂર્ણપણે ચાલુ અથવા બંધ કરો.

  • દર્શાવેલા Wi-Fi અથવા મોબાઇલ નેટવર્ક માટે iCloud પ્રાઇવેટ રિલે ચાલુ અથવા બંધ કરો.

  • iCloud પ્રાઇવેટ રિલેને ટેંપરરી બંધ કરો.

  • તમારા IP અડ્રેસના લોકેશનની વિશેષતા સેટ કરો.

નોટ : iCloud પ્રાઇવેટ રિલે તમામ દેશો અથવા પ્રદેશોમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

વેબસાઇટને તમારું IP અડ્રેસ ટેંપરરી જોવાની અનુમતિ આપો

જો કોઈ વેબસાઇટ IP ફિલ્ટરિંગ, મૉનિટરિંગ અથવા રેટ-લિમિટિંગ પર આધાર રાખતી હોય તો તમારે તમારું IP અડ્રેસ વિઝિબલ રાખવાની જરૂર પડી શકે છે. તમે ફક્ત તે વેબસાઇટ માટે iCloud પ્રાઇવેટ રિલેને ટેંપરરી બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબસાઇટ પર જાઓ.

  3. સર્ચ ફીલ્ડની ડાબી બાજુએ “પેજ સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “વિગતો” બટન પર ટૅપ કરો.

  4. IP અડ્રેસ બતાવો પર ટૅપ કરો (જો ઉપલબ્ધ હોય તો).

    જ્યાં સુધી તમે વેબસાઇટમાંથી બહાર નીકળશો નહિ અથવા તેના Safari ટૅબને બંધ કરશો નહિ ત્યાં સુધી તમારું IP અડ્રેસ તે વેબસાઇટ પર વિઝિબલ રહેશે. અન્ય વેબસાઇટ માટે iCloud પ્રાઇવેટ રિલે ચાલુ રહે છે.

તમામ વેબસાઇટ માટે iCloud પ્રાઇવેટ રિલેને બંધ અથવા પૉઝ કરવા માટે તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલેથી સુરક્ષિત રાખો જુઓ.

Safari માટે પ્રાઇવસિ અને સુરક્ષા સેટિંગ્સ કંટ્રોલ કરો

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક ચાલુ અથવા બંધ કરો :

    • ક્રૉસ-સાઇટ ટ્રૅકિંગ અટકાવો : Safari ડિફૉલ્ટ રૂપે તૃતીય પક્ષ કુકિ અને ડેટાને મર્યાદિત કરે છે. ક્રૉસ સાઇટ ટ્રૅકિંગની અનુમતિ આપવા માટે આ વિકલ્પ બંધ કરો.

    • IP અડ્રેસ છુપાવો : Safari તમારા IP અડ્રેસને જાણીતાં ટ્રૅકર સામે ઑટોમૅટિક રીતે સુરક્ષા પૂરી પાડે છે. પાત્ર iCloud+ સબ્સ્ક્રાઇબર માટે, તમે Safariમાં બ્રાઉઝ કરતા હોવાથી તમારું IP અડ્રેસ ટ્રૅકર અને વેબસાઇટથી સુરક્ષિત રહે છે. જો આ વિકલ્પ બંધ હોય તો તમારું IP અડ્રેસ છુપાયેલું રહેતું નથી.

    • છેતરપિંડીયુક્ત વેબસાઇટ અંગેની ચેતવણી : જો તમે શંકાસ્પદ ફિશિંગ વેબસાઇટ પર જશો તો Safari ચેતવણી ડિસ્પ્લે કરશે. જો તમે છેતરપિંડીયુક્ત વેબસાઇટ વિશે ચેતવણી મેળવવા માંગતા ન હો તો આ વિકલ્પ બંધ કરો.

    • કૅમેરા : Safari વેબસાઇટ તમને પહેલા પૂછ્યા વગર તમારા કૅમેરાનો ઉપયોગ કરી શકે કે નહિ તે પસંદ કરો. કૅમેરા પર ટૅપ કરો અને પછી કહો, નકારો અથવા અનુમતિ આપો પસંદ કરો.

    • માઇક્રોફોન : Safari વેબસાઇટ તમને પહેલા પૂછ્યા વગર તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી શકે કે નહિ તે પસંદ કરો. માઇક્રોફોન પર ટૅપ કરો અને પછી કહો, નકારો અથવા અનુમતિ આપો પસંદ કરો.

    • લોકેશન : Safari વેબસાઇટ તમને પહેલા પૂછ્યા વગર તમારા લોકેશનનો ઉપયોગ કરી શકે કે નહિ તે પસંદ કરો. લોકેશન પર ટૅપ કરો અને પછી કહો, નકારો અથવા અનુમતિ આપો પસંદ કરો.

દર્શાવેલી વેબસાઇટ માટે અપવાદ સેટ કરવા માટે વેબસાઇટને Safari ઍપમાં ખોલો, “પેજ સેટિંગ્સ” બટન પર ટૅપ કરો, “વિગતો” બટન પર ટૅપ કરો અને પછી તમે વેબસાઇટ સેટિંગ્સની નીચે જેને બદલવા માંગતા હો તે સેટિંગ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.