આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કેલક્યુલેટરમાં યુનિટ અથવા કરંસી કંવર્ટ કરો

બેસિક અથવા સાયન્ટિફિક કેલક્યુલેટરનો ઉપયોગ કરતી વખતે લંબાઈ, વજન, કરંસી વગેરે કંવર્ટ કરવા માટે યુનિટ કંવર્ઝન ચાલુ કરો.

કરંસી કંવર્ઝન સાથે બેસિક કેલક્યુલેટર.
  1. તમારા iPadમાં કેલક્યુલેટર ઍપ પર જાઓ.

  2. બેસિક અથવા સાયન્ટિફિક કેલક્યુલેટરનો ઉપયોગ કરતી વખતે “કેલક્યુલેટર મોડ” બટન પર ટૅપ કરો અને પછી કંવર્ટ ચાલુ કરો.

  3. કંવર્ઝન મેન્યૂ પર ટૅપ કરો અને તમે જે યુનિટ અથવા કરંસીને એકમાંથી બીજામાં કંવર્ટ કરવા માંગો છો તે બંનેને પસંદ કરો.

    સ્પીડ, સમય અને વજન જેવી અન્ય શ્રેણી જોવા માટે યાદીમાં ઉપર શ્રેણીઓ સ્વાઇપ કરો.

  4. કોઈ પણ ફીલ્ડમાં તમારી વૅલ્યૂ ટાઇપ કરતાની સાથે જ કંવર્ઝન જુઓ.

તમે ગણિતની નોટમાં પણ યુનિટ અને કરંસી કંવર્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે નોટમાં “50 m in feet =” લખો અથવા ટાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.