આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPadના કૅમેરાથી પોર્ટ્રેટ મોડમાં સેલ્ફી લો

સપોર્ટેડ મૉડલ પર જ્યારે તમે ફ્રંટ કૅમેરાથી સેલ્ફી લો છો ત્યારે પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરી શકો છો. આ ઇફેક્ટ ફોરગ્રાઉંડ અને બૅકગ્રાઉંડને સુંદર રીતે બ્લર કરવાની સાથે-સાથે તમારા ચહેરાને શાર્પ રાખે છે. તમારા iPadના મૉડલના આધારે તમે પોર્ટ્રેટ લાઇટિંગ ઇફેક્ટ પણ લાગુ કરી શકો છો અને બૅકગ્રાઉંડ બ્લરનું લેવલ ઍડજસ્ટ કરી શકો છો.

પોર્ટ્રેટ મોડમાં સેલ્ફી લો

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ પસંદ કરો.

  3. તમારું iPad તમારી સામે હોલ્ડ કરો પછી પોર્ટ્રેટ બૉક્સમાં તમારી જાતને ફ્રેમમાં લાવો.

  4. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

પોર્ટ્રેટ લાઇટિંગ ઇફેક્ટને બદલો

પોર્ટ્રેટ લાઇટિંગને સપોર્ટ કરતા મૉડલ પર તમે પોર્ટ્રેટ મોડમાં લીધેલી સેલ્ફી માટે સ્ટુડિયો ક્વૉલિટી લાઇટિંગ ઇફેક્ટ લાગુ કરી શકો છો.

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ પસંદ કરો.

  3. તમારું iPad તમારી સામે હોલ્ડ કરો પછી પોર્ટ્રેટ બૉક્સમાં તમારી જાતને ફ્રેમમાં લાવો.

  4. લાઇટિંગ ઇફેક્ટ પસંદ કરવા માટે પોર્ટ્રેટ લાઇટિંગ કંટ્રોલ ડ્રૅગ કરો :

    • નેચરલ લાઇટ : અસ્પષ્ટ બૅકગ્રાઉંડ સામે ફેસ શાર્પ ફોકસમાં છે.

    • સ્ટુડિયો લાઇટ : ફેસ ચમકીલો છે અને ફોટો એકંદરે સાફ દેખાય છે.

    • કોંટુર લાઇટ : ફેસ પર હાઇલાઇટ અને લો લાઇટ સાથે નાટ્યાત્મક શૅડો છે.

    • સ્ટેજ લાઇટ : ઘેરા કાળા બૅકગ્રાઉંડની સામે ફેસ સ્પૉટલાઇટમાં છે.

    • સ્ટેજ લાઇટ મૉનો : ઇફેક્ટ સ્ટેજ લાઇટ જેવી જ છે પરંતુ ફોટો ક્લાસિક કાળા અને સફેદ રંગમાં છે.

    • હાઇ-કી લાઇટ મૉનો : માત્ર સફેદ બૅકગ્રાઉંડ પર ગ્રેસ્કેલ વિષયવસ્તુ બનાવે છે—iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન અને તે પછીનું) અને iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન અને તે પછીનું).

  5. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

પોર્ટ્રેટ મોડ સેલ્ફીમાં ડેપ્થ કંટ્રોલ ઍડજસ્ટ કરો

ડેપ્થ કંટ્રોલને સપોર્ટ કરતા મૉડલ પર તમે પોર્ટ્રેટ મોડમાં લીધેલી સેલ્ફીમાં બૅકગ્રાઉંડ બ્લરનું લેવલવ ઍડજસ્ટ કરવા માટે ડેપ્થ કંટ્રોલ સ્લાઇડરનો ઉપયોગ કરો.

  1. તમારા iPadમાં કૅમેરા કૅમેરા ખોલો.

  2. પોર્ટ્રેટ મોડ પસંદ કરો.

  3. તમારું iPad તમારી સામે હોલ્ડ કરો પછી પોર્ટ્રેટ બૉક્સમાં તમારી જાતને ફ્રેમમાં લાવો.

  4. સ્ક્રીનમાં જમણી બાજુએ “ડેપ્થ ઍડજસ્ટમેંટ” બટન પર ટૅપ કરો.

    ડેપ્થ કંટ્રોલ સ્લાઇડર જમણી બાજુએ દેખાય છે.

  5. ઇફેક્ટ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરને ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

  6. શૉટ લેવા માટે શટર બટન પર ટૅપ કરો.

પોર્ટ્રેટ મોડમાં સેલ્ફી લીધા પછી બૅકગ્રાઉંડ બ્લરના લેવલને વધુ ઍડજસ્ટ કરવા માટે તમે ફોટો ઍપમાં ડેપ્થ કંટ્રોલ સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો. પોર્ટ્રેટમાં બૅકગ્રાઉંડ બ્લર કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.