આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ બનાવો અને ફૉર્મેટ કરો

ઝડપી વિચારો લખવા માટે અથવા ચેકલિસ્ટ, ઇમેજ, વેબ લિંક, સ્કૅન કરેલાં ડૉક્યુમૅન્ટ, હસ્તલિખિત નોટ અને સ્કેચ સાથેની વિગતવાર માહિતી ઑર્ગનાઇઝ કરવા નોટ્સ ઍપનો ઉપયોગ કરો. તમે તમારી નોટને સેક્શન અને હેડિંગ દ્વારા પણ ઑર્ગનાઇઝ કરી શકો છો.

પ્રવાસના ખર્ચની ગણતરી અને ફોટો સહિત પ્રવાસનું આયોજન કરવા માટેની નોટ.

નવી નોટ બનાવવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. “નવી નોટ” બટન પર ટૅપ કરો અને પછી તમારી ટેક્સ્ટ એંટર કરો.

    નોટની પહેલી લાઇન નોટનું ટાઇટલ બની જાય છે.

  3. નોટ સેવ કરવા માટે ”પૂર્ણ” પર ટૅપ કરો.

ફૉર્મેટિંગ, ચેકલિસ્ટ અને ટેબલ ઉમેરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ લખતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટેક્સ્ટ ફૉર્મેટ કરવા માટે : “ફૉર્મેટ કરો” બટન પર ટૅપ કરો અને પછી હેડિંગ, બૉલ્ડ અથવા ઇટૅલિક ફૉન્ટ, હાઇલાઇટ વગેરે જેવી શૈલી પસંદ કરો.

    • ચેકલિસ્ટ બનાવવા માટે : “ચેકલિસ્ટ” બટન પર ટૅપ કરો.

    • ટેબલ ઉમેરવા માટે : “ટેબલ ઉમેરો” બટન પર ટૅપ કરો.

સેક્શન અને હેડિંગ દ્વારા નોટ ઑર્ગનાઇઝ કરો

લાંબી નોટ મૅનેજ અને આઉટલાઇન કરવાનું સરળ બનાવવા માટે તમે સેક્શનને કોલૅપ્સ અને એક્સપૅન્ડ કરી શકો છો.

નોટ્સ ઍપમાં સ્ક્રીનની ટોચ પર કૉલેપ્સ કરી શકાય તેવા હેડિંગ સાથેની નોટ.
  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં હેડિંગ માટે ટેક્સ્ટ સિલેક્ટ કરો.

  3. “ફૉર્મેટ” બટન પર ટૅપ કરો અને પછી હેડિંગ અથવા સબહેડિંગ પર ટૅપ કરો.

  4. સેક્શનમાં કૉન્ટેંટ ઉમેરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સેક્શન કોલૅપ્સ કરવા માટે : “કોલૅપ્સ” બટન પર ટૅપ કરો.

    • સેક્શન ઍક્સપૅન્ડ કરવા માટે : “ઍક્સપૅન્ડ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.