આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “ટેક્સ્ટ બદલી” સાથે કીસ્ટ્રોક સેવ કરો

iPadમાં “ટેક્સ્ટ બદલી” સેટ અપ કરો જેનો ઉપયોગ તમે શબ્દ અથવા વાક્યાંશ એંટર કરવા માટે માત્ર થોડા અક્ષર ટાઇપ કરીને કરી શકો છો. ઉદાહરણ તરીકે, “ઓન માય વે!” એંટર કરવા માટે “omw” ટાઇપ કરો તે તમારા માટે પહેલેથી જ સેટ અપ કરેલું છે પણ તમે તમારું પણ ઉમેરી શકો છો.

‘ટેક્સ્ટ બદલી’ બનાવો

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઑનસ્ક્રીન કીબોર્ડ દ્વારા : “ઇમોજી” બટન અથવા કીબોર્ડ સ્વિચ કરો કીને ટચ અને હોલ્ડ કરીને કીબોર્ડ સેટિંગ્સ પર ટૅપ કરો પછી ટેક્સ્ટ બદલી પર ટૅપ કરો.

    • એક્સટર્નલ કીબોર્ડ દ્વારા : સેટિંગ્સ  > સામાન્ય >કીબોર્ડ પર જાઓ, પછી ટેક્સ્ટ બદલી પર ટૅપ કરો.

  2. ઉપર જમણી બાજુએ “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. વાક્યાંશ ફીલ્ડમાં વાક્યાંશ અને શૉર્ટકટ ફીલ્ડમાં તેના માટે જે ટેક્સ્ટ શૉર્ટકટનો તમારે ઉપયોગ કરવો છે તે ટાઇપ કરો.

તમે ઉપયોગ કરો છો તેવા કોઇ શબ્દ અથવા વાક્યાંશ છે જેને તમે સુધારવા નથી માંગતા?

  1. સેટિંગ્સ  > સામાન્ય >કીબોર્ડ પર જાઓ, પછી ટેક્સ્ટ બદલી પર ટૅપ કરો.

  2. ઉપર જમણી બાજુએ “ઉમેરો” બટન પર ટૅપ કરો, પછી વાક્યાંશ ફીલ્ડમાં તમારો શબ્દ અથવા વાક્યાંશ એંટર કરો, પરંતુ શૉર્ટકટ ફીલ્ડ ખાલી રાખો.

શબ્દ અને ઇનપુટ પેર માટે ‘ટેક્સ્ટ બદલી’ બનાવો

અમુક ચાઇનીઝ અથવા જાપાનીઝ કીબોર્ડનો ઉપયોગ કરતી વખતે, તમે શબ્દ અને ઇનપુટ પેર માટે ‘ટેક્સ્ટ બદલી’ બનાવી શકો છો. ‘ટેક્સ્ટ બદલી’ તમારા વ્યક્તિગત શબ્દકોશમાં ઉમેરવામાં આવ્યું છે. તમે સપોર્ટેડ કીબોર્ડનો ઉપયોગ કરીને શબ્દ અથવા ઇનપુટ માટે ટેક્સ્ટ શૉર્ટકટ ટાઇપ કરો છો ત્યારે શૉર્ટકટ માટે પેર કરેલા શબ્દ અથવા ઇનપુટને બદલવામાં આવે છે.

નીચેના માટે શૉર્ટકટ ઉપલબ્ધ છે :

  • સરળ ચાઇનીઝ : પિનયિન

  • પરંપરાગત ચાઇનીઝ : પિનયિન અને ઝુયિન

  • જાપાનીઝ : રોમાજી અને કાના

તમારા અન્ય ડિવાઇસ પર તમારો વ્યક્તિગત શબ્દકોશ અપ ટૂ ડેટ રાખવા માટે iCloudનો ઉપયોગ કરો

સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud પર જાઓ અને પછી કૅલેંડર ચાલુ કરો.

તમારો વ્યક્તિગત શબ્દકોશ રીસેટ કરો

  1. સેટિંગ્સ  > સામાન્ય > iPad ટ્રાંસફર અથવા રીસેટ કરો > રીસેટ કરો પર જાઓ પછી કીબોર્ડ શબ્દકોશ રીસેટ કરો પર ટૅપ કરો.

  2. કીબોર્ડ શબ્દકોશ રીસેટ કરો પર ટૅપ કરો.

    તમામ કસ્ટમ શબ્દો અને શૉર્ટકટ ડિલીટ કરવામાં આવે છે અને કીબોર્ડ શબ્દકોશ તેની ડિફૉલ્ટ સ્થિતિ પર પરત આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.