આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

ટૉપ અથવા હોમ બટન માટે સેટિંગ્સ ઍડજસ્ટ કરો

તમે હોમ બટન (iPadમાં હોય તેના પર) અથવા ટૉપ બટન (iPadનાં અન્ય મૉડલ પર) માટે ઍક્સેસિબિલિટી સેટિંગ્સ ઍડજસ્ટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી પર જાઓ પછી હોમ બટન (હોમ બટન સાથેના iPad પર) અથવા ટૉપ બટન (iPadનાં અન્ય મૉડલ પર) પર ટૅપ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક સેટ કરો :

    • ક્લિકની ઝડપ : બટન પર ડબલ-ક્લિક અથવા ટ્રિપલ-ક્લિક કરવાની જરૂરી સ્પીડને ડિફૉલ્ટ, ધીમી અથવા સાવ ધીમી તરીકે પસંદ કરો.

    • બોલીને સાંભળવા માટે દબાવો અને હોલ્ડ કરો: જ્યારે તમે બટન દબાવો અને હોલ્ડ કરો ત્યારે Siri જવાબ આપે કે નહિ તે પસંદ કરો.

    • ખોલવા માટે આંગળીને મૂકી રાખો : Touch ID સાથેના iPad પર તમે તમારી આંગળી Touch ID પર મૂકીને iPadને અનલૉક કરી શકો અને ખોલી શકો છો.

Face ID સાથેના iPad પર ટૉપ બટન પર ડબલ-ક્લિક કરવાના બદલે Face IDથી ચુકવણીની પુષ્ટિ કરવા માટે તમે AssistiveTouchનો ઉપયોગ અથવા સ્વિચ કંટ્રોલનો ઉપયોગ પણ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.