આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad માટે માઉસ ઍક્શન અને જેસ્ચર

તમે ઍપ્સ ખોલવા માટે, હોમ સ્ક્રીન પર જવા માટે, Slide Over ખોલવા વગેરે માટે માઉસનો ઉપયોગ કરી શકો છો (માઉસ ડિવાઇસ અલગથી વેચાય છે).

જ્યારે તમારું iPad તમારા Mac (સપોર્ટેડ મૉડલ પર macOS 12.3 અથવા પછીનું વર્ઝન જરૂરી)ની નજીક હોય ત્યારે તમે બંને ડિવાઇસ વચ્ચે માઉસ શેર પણ કરી શકો છો.

નોટ : તમામ માઉસ ડિવાઇસ iPadનાં તમામ મૉડલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત નથી.

માઉસ ઍક્શન

ઍક્શન

વર્ણન

માઉસ પર પર ક્લિકનું પ્રતીકાત્મક ચિત્ર.

ક્લિક કરો. જ્યાં સુધી તમને ક્લિકનો અનુભવ ન થાય ત્યાં સુધી માઉસ દબાવો.

માઉસ પર ટચ અને હોલ્ડનું પ્રતીકાત્મક ચિત્ર.

ક્લિક કરી હોલ્ડ કરો. માઉસ દબાવીને હોલ્ડ કરો.

આઇટમ ડ્રૅગ કરવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

ડ્રૅગ કરો. આઇટમ પર ક્લિક કરીને હોલ્ડ કરો પછી માઉસ મુવ કરો.

માઉસ પર પર ક્લિકનું પ્રતીકાત્મક ચિત્ર.

iPadને ચાલુ કરવા માટે. માઉસ પર ક્લિક કરો.

અથવા જો તમે એક્સટર્નલ કીબોર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો કોઈ પણ કી દબાવો.

Dock ખોલવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

Dock ખોલો. સ્ક્રીનમાં નીચે પૉઇંટરને મૂકવા માટે માઉસ મુવ કરો.

હોમ સ્ક્રીન પર જવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

હોમ પર જાઓ : સ્ક્રીનમાં નીચે પૉઇંટરને મૂકવા માટે માઉસ મુવ કરો. Dock દેખાય તે પછી સ્ક્રીનમાં નીચેથી પૉઇંટરને મુવ કરો.

અથવા સ્ક્રીનમાં નીચે બાર પર ક્લિક કરો (Face ID સાથેના iPad પર).

ઍપ સ્વિચર ખોલવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

ઍપ સ્વિચર ખોલો : દૃશ્યમાન હોમ સ્ક્રીન દ્વારા સ્ક્રીનમાં નીચેથી પૉઇંટરને મુવ કરો.

અથવા કોઈ ઍપમાંથી સ્ક્રીનમાં નીચે બારને સ્ક્રીનની મધ્યમાં ડ્રૅગ કરો અને પૉઝ કરો (Face ID સાથેના iPad પર).

Slide Over જોવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

Slide Over જુઓ. સ્ક્રીનમાં જમણી ધારથી પૉઇંટરને મુવ કરવા માટે માઉસનો ઉપયોગ કરો. Slide Over છુપાવવા માટે પૉઇંટરને ફરી જમણી ધારની પાછળ મુવ કરો.

કંટ્રોલ સેંટર ખોલવા માટે માઉસનો ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

કંટ્રોલ સેંટર ખોલો. ઉપર જમણી બાજુએ સ્ટેટસ આઇકન સિલેક્ટ કરવા માટે પૉઇંટરને મુવ કરવા માટે માઉસનો ઉપયોગ કરો અને પછી ક્લિક કરો.

અથવા સ્ક્રીનમાં ઉપરના-જમણા ખૂણાથી પૉઇંટરને મુવ કરો.

સૂચના સેંટર ખોલવા માટે માઉસનો  ઉપયોગ કરવાની રીતનું પ્રતીકાત્મક ચિત્ર.

સૂચના સેંટર ખોલો. ઉપરની ડાબી બાજુએ સ્ટેટસ આઇકન સિલેક્ટ કરવા માટે પૉઇંટરને મુવ કરવા માટે માઉસનો ઉપયોગ કરો પછી ક્લિક કરો.

અથવા સ્ક્રીનમાં ઉપરની બાજુથી (મધ્યની બાજુમાં) પૉઇંટરને મુવ કરવા માટે માઉસનો ઉપયોગ કરો.

Magic Mouse 2 માટે માઉસ જેસ્ચર

જેસ્ચર

વર્ણન

ઉપર અને નીચે સ્ક્રોલિંગ માટે માઉસ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ઉપર અથવા નીચે સ્ક્રોલ કરો. માઉસની સપાટી પર આંગળી ઉપર અથવા નીચે સ્લાઇડ કરો.

ડાબે અને જમણે સ્ક્રોલિંગ માટે માઉસ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

ડાબે અથવા જમણે સ્ક્રોલ કરો. માઉસની સપાટી પર આંગળી ડાબી કે જમણી બાજુએ સ્લાઇડ કરો.

માઉસની જમણી બાજુએ દ્વૈતીયિક ક્લિકનું પ્રતીકાત્મક ચિત્ર.

દ્વૈતીયિક ક્લિક. હોમ સ્ક્રીન પરનાં આઇકન, મેલબૉક્સમાં મેસેજ અને કંટ્રોલ સેંટરમાં કૅમેરા બટન જેવી આઇટમ પર ક્લિક કરતી વખતે ઝડપી ઍક્શન મેન્યૂ બતાવવા માટે માઉસની એક બાજુએ આંગળીનો ઉપયોગ કરો.

નોટ : દ્વૈતીયિક ક્લિક ચાલુ કરવા અને માઉસની કઈ બાજુનો ઉપયોગ કરવો તે પસંદ કરવા માટે સેટિંગ્સ  > સામાન્ય > ટ્રૅકપૅડ & માઉસ > દ્વૈતીયિક ક્લિક પર જાઓ.

જો તમે એક્સટર્નલ કીબોર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમે માઉસ પર ક્લિક કરો ત્યારે કંટ્રોલ કી દબાવી શકો છો. મલ્ટી-બટન માઉસ પર બીજા બટન પર ક્લિક કરો.

આજનું વ્યૂ ખોલવા માટે માઉસ જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

આજનું વ્યૂ ખોલો. જ્યારે હોમ સ્ક્રીન અથવા લૉક સ્ક્રીન દેખાય ત્યારે માઉસની સપાટી પર જમણી બાજુ સ્વાઇપ કરો.

હોમ સ્ક્રીનમાંથી સર્ચ ખોલવા માટે માઉસ પર જેસ્ચરનું પ્રતીકાત્મક ચિત્ર.

હોમ સ્ક્રીન પરથી સર્ચ ખોલો. માઉસની સપાટી પર નીચે સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.