આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Newsમાં સુડોકુ પઝલ ઉકેલો

સુડોકુ પઝલમાં તમે 1 થી 9 નંબરને દરેક નવ ચોરસ વાળા નવ બ્લૉકના ગ્રિડમાં ચોરસમાં વિભાજિત કરો જેથી દરેક નંબર દરેક બ્લૉક, હરોળ અને કૉલમમાં બરાબર એક વાર દેખાય. દરેક સુડોકુ ગ્રિડમાં કેટલાક આપવામાં આવેલાં-સ્ક્વેર પહેલેથી જ ભરેલા હોય છે.

Apple News+ સબ્સ્ક્રાઇબરને ત્રણ મુશ્કેલી સ્તરમાં દરરોજ નવી સુડોકુ પઝલની એક્સેસ મળે છે : સરળ, મધ્યમ અને પડકારજનક. સરળ પઝલમાં વધુ આપેલા વિકલ્પોનો સમાવેશ થાય છે જ્યારે પડકારજનક પઝલમાં દરેક ખાલી સ્ક્વેર માટેના વિકલ્પોને ઘટાડવા માટે વધુ જટિલ વ્યૂહરચનાની જરૂર પડે છે.

નોટ : સુડોકુ iOS 18.2, iPadOS 18.2, macOS 15.2 અથવા તેના પછીના વર્ઝનવાળા ડિવાઇસ પર ઉપલબ્ધ છે. Apple News, Apple News+ અને પઝલ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

પઝલ ઉકેલવા માટે

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સુડોકુ પઝલ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નંબર એંટર કરવા : પૅન ટૅબ સિલેક્ટ કર્યા પછી ચોરસ પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં નીચે નજીકમાં નંબર કી પર ટૅપ કરો.

    • જવાબ ડિલીટ કરવા : જ્યાં તમે સંખ્યા એંટર કરી છે તે ચોરસ પર ટૅપ કરો પછી “મિટાવી દો” બટન પર ટૅપ કરો.

    • તમારી ઍક્શન દ્વારા પાછા જવા માટે : અનડૂ કરવા માટે “અનડૂ” બટન પર ટૅપ કરો.

  4. જ્યાં સુધી દરેક સ્ક્વેર યોગ્ય રીતે ભરાઈ ન જાય ત્યાં સુધી સંખ્યાઓ દાખલ કરવાનું ચાલુ રાખો.

    ટિપ : જ્યારે તમે બ્લૉક, હરોળ અથવા કૉલમ સફળતાપૂર્વક પૂર્ણ કરો છો તે દર્શાવવા માટે ઑટોચેક ચાલુ કરો.

સંભવિત જવાબોને ટ્રૅક કરો

પઝલમાં નોટનો ઉપયોગ કરીને તમે દરેક સ્કેવરમાં કઈ સંખ્યાઓ કામ કરી શકે છે તેનો ટ્રૅક રાખી શકો છો.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સુડોકુ પઝલ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નોટ મૅન્યુઅલ રીતે એંટર કરવા માટે : ચોરસમાં નંબર ઉમેરવા માટે ચોરસ પર ટૅપ કરો, નોટ્સ પર ટૅપ કરો પછી નંબર પર ટૅપ કરો. જો તમારું iPad iPad કીબોર્ડ સાથે કનેક્ટેડ હોય તો તમે નંબર કી પણ દબાવી શકો છો. નંબરને કાઢી નાખવા માટે તેના પર ફરી ટૅપ કરો.

      જ્યારે તમે કોઈ જવાબ એંટર કરો છો ત્યારે તે ચોરસના બ્લૉક, હરોળ અથવા કૉલમમાં કોઈ પણ મૅચ થતી નોટ કાઢી નાખવામાં આવે છે. આ ફીચર બંધ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને સેટિંગ્સ પર ટૅપ કરો પછી “નોટ ઑટોમૅટિક રીતે કાઢી નાખો” બંધ કરો.

    • ઑટોમૅટિક રીતે નોટ બતાવવા માટે : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી “ઑટોફિલ નોટ્સ” પર ટૅપ કરો. જે તે સમયે આપેલા અને તમારા જવાબો દ્વારા ભરાયેલા તમામ સ્ક્વેરમાં (ભલે ખોટા હોય તો પણ)ના આધારે ખાલી સ્ક્વેરમાં સંભવિત સંખ્યાઓ દર્શાવતી નોટ દેખાય છે. તમે હજુ પણ મેન્યુઅલ રીતે નોટ ઉમેરી અને ડિલીટ કરી શકો છો. ઑટોફિલનો ઉપયોગ કરવાથી આંકડા અને સ્ટ્રીક પર અસર થતી નથી.

    • નોટ સાથે અથવા વગર પ્લે કરો : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી “નોટ બતાવો” અથવા “નોટ છુપાવો” પર ટૅપ કરો.

જ્યારે તમને લાગે કે તમારી નોટમાં નંબર સાચો જવાબ છે તો તમે ઑનસ્ક્રીન કીપેડ પર નંબરને ટચ અને હોલ્ડ કરીને તેને કમિટ કરી શકો છો.

મદદ મેળવો

જો કોઈ જવાબ વિષે તમને ખાતરી ન હોય તો તમને થોડી મદદ મળી શકે છે.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સુડોકુ પઝલ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મૅચ થતા નંબરને હાઇલાઇટ કરવા માટે : કીપેડ પર નંબર પર ટૅપ કરો અથવા નંબર લખેલા કોઈ પણ ચોરસ પર ટૅપ કરો. (તમે જે ચોરસ પસંદ કર્યું છે તે આપેલ અથવા જ્યાં તમે જવાબ એંટર કર્યો હોય અથવા જાહેર કર્યો હોય તેવું એક ચોરસ હોઈ શકે છે.) મૅચિંગ નંબર જવાબ અને નોટમાં હાઇલાઇટ કરવામાં આવે છે. આ ફીચર ચાલુ અથવા બંધ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને સેટિંગ્સ પર ટૅપ કરો પછી “મૅચ થતા નંબરને હાઇલાઇટ કરો“ પર ટૅપ કરો.

    • ડ્યૂપ્લિકેટ નંબર તપાસવા : “વધુ” બટન પર ટૅપ કરીને સેટિંગ્સ પર ટૅપ કરો પછી “કૉન્ફ્લિક્ટ બતાવો“ પર ટૅપ કરો. જ્યારે તમે બ્લૉક, હરોળ અથવા કૉલમમાં પહેલાંથી દેખાતી સંખ્યા એંટર કરો છો ત્યારે ચોરસમાં નીચે-જમણો ખૂણો લાલ ત્રિકોણથી અંકિત થાય છે.

    • તમે એંટર કરો ત્યારે ખોટા જવાબોને અંકિત કરવા માટે : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી ઑટોચેક પર ટૅપ કરો. તમે પહેલાંથી એંટર કરેલા તમામ ખોટા જવાબોમાં લાલ સ્લૅશ હોય છે. જ્યારે તમે વધારાના નંબર દાખલ કરો છો ત્યારે તે સાચા છે કે નહિ તે ઍપ તપાસે છે.

      જ્યારે તમે પઝલની અંદર ઑટોચેક ચાલુ કરો છો ત્યારે તે માત્ર તે પઝલ માટે ચાલુ રહે છે. તમામ સુડોકૂ પઝલ માટે ઑટોચેક ચાલુ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો, સેટિંગ્સ પર ટૅપ કરો, “હંમેશાં ઑટોચેક કરો” ચાલુ કરો, “પૂર્ણ” પર ટૅપ કરો, “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી ઑટોચેક પર ટૅપ કરો (જો તે પહેલાંથી ચાલુ ન હોય તો).

    • જવાબ તપાસવા માટે : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી સ્ક્વેર ચેક કરો અથવા પઝલ ચેક કરો પર ટૅપ કરો. લાલ સ્લૅશ ખોટા જવાબો સૂચવે છે. ચોરસ અથવા પઝલ ચેક કરવાથી આંકડા અને સ્ટ્રીક પર અસર થતી નથી.

    • ઉકેલી શકાય તેવા ચોરસને ઓળખો : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી “હિંટ મેળવો“ પર ટૅપ કરો. જે ચોરસ પાસે તેના જવાબનો અંદાજ કાઢવા માટે સૌથી વધુ માહિતી ઉપલબ્ધ હોય તેને હાઇલાઇટ કરવામાં આવે છે. સ્પષ્ટ પેર અને છુપાયેલા ટ્રિપ્લેટ જેવી વ્યૂહરચના અને ભલામણ કરેલી ઍક્શન જાણવા માટે “હિંટ” બટન પર ટૅપ કરો. સંકેતનો ઉપયોગ કરવાથી આંકડા અને સ્ટ્રીક પર અસર થતી નથી.

    • જવાબ પ્રદર્શિત કરવા માટે : “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો, “પ્રદર્શિત કરો” પર ટૅપ કરો પછી સાચો જવાબ બતાવવા માટે સ્ક્વેર અથવા પઝલ પર ટૅપ કરો.

      નોટ : જ્યારે તમે કોઈ પઝલનો તમામ અથવા અમુક ભાગ પ્રદર્શિત કરો છો ત્યારે પઝલને તમારા સ્કોરબોર્ડમાં આંકડા અથવા સ્ટ્રીકના ભાગ તરીકે ગણવામાં આવતી નથી. સુડોકુ સ્ટ્રીક જાળવી રાખવા માટે વર્તમાન દિવસની કોઈ પણ જટિલતા લેવલની સુડોકુ પઝલમાંથી ઓછામાં ઓછી એકને જવાબ જોયા વગર ઉકેલો. પ્રદર્શિત કરવાનું તમને અગાઉની ઍક્શનને અનડૂ કરવાથી પણ અટકાવે છે.

    • સુડોકુ ટ્યૂટોરિયલને રિવ્યૂ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “કેવી રીતે રમવું“ પર ટૅપ કરો.

તમારી પઝલ રીસ્ટાર્ટ કરો

જો તમે નવી શરૂઆત કરવા માંગતા હોવ તો પઝલના જવાબ ક્લિઅર કરી શકો છો અને ટાઇમર રીસેટ કરી શકો છો.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સુડોકુ પઝલ ખોલો.

  3. “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી “પઝલ ક્લિઅર કરો“ પર ટૅપ કરો.

ટાઇમર બતાવવા અથવા છુપાવવા માટે

તમે તમારી પઝલની ઉપર દેખાતા ટાઇમરને બતાવી અથવા છુપાવી શકો છો.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સુડોકુ પઝલ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટાઇમર બટન પર ટૅપ કરો.

    • “વધુ” બટન પર ટૅપ કરીને સેટિંગ્સ પર ટૅપ કરો પછી ”ટાઇમર બતાવો“ અથવા ”ટાઇમર છુપાવો“ પર ટૅપ કરો.

તમારે એક સાથે તમામ પઝલ ઉકેલવાની નથી જ્યારે તમે દૂર હોવ ત્યારે ટાઇમર પૉઝ થાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.