આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાંથી Apple TV અથવા સ્માર્ટ TV પર વીડિયો અને ફોટોને વાયરલૅસ રીતે સ્ટ્રીમ કરો

તમે તમારા iPadમાંથી સ્ટ્રીમ કરેલા વીડિયો અને ફોટો જોવા માટે તમારા Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TVનો ઉપયોગ કરી શકો છો.

નોટ : તમારા iPadમાંથી વીડિયો અથવા ફોટોને Apple TV અથવા સ્માર્ટ TV પર સ્ટ્રીમ કરવા માટે બંને ડિવાઇસ સમાન Wi-Fi નેટવર્ક પર હોવા આવશ્યક છે.

Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પર વીડિયો પ્લે કરો

  1. તમારા iPadમાં Apple TV ઍપ અથવા અન્ય સપોર્ટેડ વીડિયો ઍપમાં વીડિયો પ્લે કરતી વખતે કંટ્રોલ બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

  2. “AirPlay” બટન પર ટૅપ કરો અને પછી પ્લેબૅક ડેસ્ટિનેશન તરીકે તમારું Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પસંદ કરો.

    જો TV સ્ક્રીન પર AirPlay પાસકોડ દેખાય તો તમારા iPadમાં પાસકોડ એંટર કરો.

પ્લેબૅક ડેસ્ટિનેશન બદલવા માટે તમારા iPadની સ્ક્રીન પર એક અલગ AirPlay વિકલ્પ પસંદ કરો.

Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પર ફોટો બતાવો

  1. તમારા iPadમાં ફોટોસમાં ફોટો પર ટૅપ કરો પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

  2. ઉપર સ્વાઇપ કરો, “AirPlay” બટનપર ટૅપ કરો પછી તમારું Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પ્લેબૅક ડેસ્ટિનેશન તરીકે પસંદ કરો.

    જો TV સ્ક્રીન પર AirPlay પાસકોડ દેખાય તો તમારા iPadમાં પાસકોડ એંટર કરો.

ફોટો સ્ટ્રીમિંગ રોકવા માટે iPad સ્ક્રીનની ટોચની નજીક “AirPlay” બટન પર ટૅપ કરો અને પછી AirPlay બંધ કરો પર ટૅપ કરો.

ઑટોમૅટિક AirPlay સ્ટ્રીમિંગ ચાલુ અથવા બંધ કરો

તમે AirPlay સાથે નિયમિતપણે ઉપયોગ કરતા હોવ તેવી ઍપ્સમાંથી કૉન્ટેંટ પ્લે કરતી વખતે તમારા iPadને વારંવાર ઉપયોગમાં લેવાતા Apple TV અથવા સ્માર્ટ TVને શોધવાની અને ઑટોમૅટિક રીતે કનેક્ટ કરવાની અનુમતિ આપી શકો છો.

સેટિંગ્સ  > સામાન્ય > AirPlay & કંટિન્યૂટિ પર જાઓ અને પછી ઑટોમૅટિક, ક્યારેય નહિ અથવા પૂછો પસંદ કરો.

તમારા iPadને Apple TV અથવા સ્માર્ટ TV પર મિરર કરો

Apple TV અથવા સ્માર્ટ TV પર તમે તમારા iPadમાં જે દેખાય તે બતાવી શકો છો.

  1. તમારા iPadમાં કંટ્રોલ સેંટર ખોલો.

  2. “સ્ક્રીન મિરરિંગ” બટન પર ટૅપ કરો અને પછી પ્લેબૅક ડેસ્ટિનેશન તરીકે તમારું Apple TV અથવા AirPlay 2-સક્ષમ સ્માર્ટ TV પસંદ કરો.

    જો TV સ્ક્રીન પર AirPlay પાસકોડ દેખાય તો તમારા iPadમાં પાસકોડ એંટર કરો.

iPadમાં પાછા સ્વિચ કરવા માટે કંટ્રોલ સેંટર ખોલો, “સ્ક્રીન મિરરિંગ” બટન પર ટૅપ કરો પછી “મિરરિંગ રોકો” પર ટૅપ કરો.

નોટ : AirPlay 2 સક્ષમ સ્માર્ટ TVની લિસ્ટ માટે હોમ ઍક્સેસરિ વેબસાઇટ જુઓ.

Apple TVનો ઉપયોગ કરવા વિષે વધુ જાણવા માટે Apple TV યૂઝર ગાઇડ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.