આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઇમેલ અટૅચમેંટ ઍનોટેટ કરો

Mail ઍપમાં તમે ડ્રાફ્ટ પર ફીડબૅક આપવો, ફોટો સજાવવો વગેરે કરી શકો છો. તમે ફોટો, વીડિયો અથવા PDF અટૅચમેંટ પર દોરી અને લખી પણ શકો છો પછી તેને સેવ કરી શકો છો અથવા પરત મોકલી શકો છો.

Mailમાં અટૅચમેંટની PDFમાં ઉમેરેલી ટેક્સ્ટ અને ઇમોજીનું સ્ટિકર છે. વેબપેજની નીચે માર્કઅપ ટૂલ છે.
  1. તમારા iPadમાં Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં અટૅચમેંટ પર ટૅપ કરો પછી “માર્કઅપ સ્વિચ” બટન પર ટૅપ કરો.

  3. ડ્રૉઇંગ ટૂલનો ઉપયોગ કરીને તમારી આંગળીથી દોરો.

  4. જ્યારે તમે પૂરું કરી લો ત્યારે “પૂર્ણ” પર ટૅપ કરો પછી અટૅચમેંટ મોકલનારને જવાબ આપવાનું પસંદ કરો, નવો મેસેજ શરૂ કરો, ઍનટેટેડ અટૅચમેંટ તમારી ફાઇલમાં સેવ કરો અથવા તમારા સંપાદિત અટૅચમેંટને કાઢી નાખો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.