આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરો

તમે તમારા પ્રવાસને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રીઅલ-ટાઇમ ટ્રૅફિકની અપડેટ, દિશા નિર્દેશનો અને સૂચનોનો વન-ટૅપ ઍક્સેસ મેળવવા માટે તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરી શકો છો.

સરનામાંને ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલ તરીકે સેટ કરવાના વિકલ્પો સાથેની વિગત સ્ક્રીન દર્શાવતી નકશો ઍપ.

તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે

તમે સંપર્ક ઍપમાં તમારા સંપર્ક કાર્ડ પરના ઘર અથવા કાર્યસ્થળના સરનામા કરતાં અલગ ઘર અથવા કાર્યસ્થળનું સરનામું સેટ કરી શકો છો.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે “ઉમેરો” બટન પર ટૅપ કરો (તમારે ડાબી બાજુ સ્વાઇપ કરવું પડી શકે છે).

  3. સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો પછી તમે જે સરનામું શોધી રહ્યાં છો તે એંટર કરો.

  4. સરનામાં પર ટૅપ કરો પછી તેને આપેલા પ્રકારમાં અસાઇન કરો : મારું ઘર, મારું કાર્યસ્થળ અથવા મારી સ્કૂલ.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

નોટ : જો તમને “મારું કાર્ડ”માં નકશો ઍપ સિંક કરવાનું કહેવામાં આવે પછી તમે તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું બદલો તો તમારે “સંપર્ક”માં તમારું સરનામું અપડેટ કરવાની જરૂર પડી શકે છે. જુઓ : તમારા સંપર્કની માહિતી અને ફોટો ઉમેરો અથવા સંપાદિત કરો.

સરનામાનું લોકેશન સુધારવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે તમે જે સરનામું સુધારવા માંગો છો તેને ટચ અને હોલ્ડ કરો.

  3. “વિગતો સંપાદિત કરો” પર ટૅપ કરો.

  4. નકશામાં “લોકેશન સુધારો” પર ટૅપ કરો પછી નકશો ડ્રૅગ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

સેટ કરેલા સરનામાંની વિગતો બદલવા માટે

તમારાં સેટ કરેલા સરનામાં બદલાય તો તમે તે સરનામાંની વિગતો બદલી શકો છો.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે તમે જે સરનામું બદલવા માંગો છો તેને ટચ અને હોલ્ડ કરો.

  3. “વિગતો સંપાદિત કરો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પિનનું નામ બદલો : લેબલ ફીલ્ડમાં નવું નામ એંટર કરો.

    • તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલને સરનામું અસાઇન કરો : પ્રકાર નીચે વિકલ્પ પસંદ કરો.

    • પિનનું લોકેશન બદલો : “નકશા પર લોકેશન સુધારો” પર ટૅપ કરો.

સેટ કરેલું સરનામું કાઢી નાખવા માટે

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરીની નીચે તમે જે સરનામાંને કાઢી નાખવા માંગો છો તેને ટચ અને હોલ્ડ કરો.

  3. “અનપિન કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.