આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાંથી સ્ટોરેજ ડિવાઇસ, સર્વર અથવા ક્લાઉડમાં ફાઇલ ટ્રાંસફર કરો

iPad અને કંપ્યૂટરથી તમે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ, ફાઇલ સર્વર અથવા iCloud, Box અથવા Dropbox જેવી ક્લાઉડ સ્ટોરેજ સેવાનો ઉપયોગ કરીને ફાઇલ ટ્રાંસફર કરી શકો છો.

એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસથી ફાઇલ ટ્રાંસફર કરવા માટે

  1. તમારા iPad અથવા કંપ્યૂટરને USB ડ્રાઇવ અથવા SD કાર્ડ જેવા એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ સાથે કનેક્ટ કરો.

    iPad સાથે કનેક્ટ કરવા માટે તમને કદાચ કૅબલ અડૅપ્ટરની જરૂર પડી શકે છે. જુઓ : એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસને iPhone સાથે કનેક્ટ કરો.

    નોટ : જો iPadમાં “આ કંપ્યૂટર પર વિશ્વાસ કરવો કે નહિ” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “વિશ્વાસ કરો” સિલેક્ટ કરો. Apple સપોર્ટ લેખ ”આ કંપ્યૂટર પર વિશ્વાસ કરો” વિષેની માહિતી જુઓ.

  2. સ્ટોરેજ ડિવાઇસ પર ફાઇલ કૉપિ કરવા માટે સપોર્ટેડ ઍપ (જેમ કે ફાઇલ અથવા પેજ)નો ઉપયોગ કરો. જુઓ : ફાઇલ અને ફોલ્ડરને ઑર્ગનાઇઝ કરો.

  3. સ્ટોરેજ ડિવાઇસને ડિસ્કનેક્ટ કરો અને પછી તમે જે ડિવાઇસમાં કૉપિ કરેલી ફાઇલ જોવા માંગો છો તેની સાથે કનેક્ટ કરો.

  4. કનેક્ટ કરેલા ડિવાઇસ પર ફાઇલ કૉપિ કરો. Mac યૂઝર ગાઇડમાં Mac સાથે અન્ય સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ કરો અને ઉપયોગ કરો જુઓ.

એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ ઍક્સેસ કરવા માટે

તમે કનેક્ટ કરેલા એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસને ખોલી શકો છો, નામ બદલી શકો છો, તેને મિટાવી શકો છો અને તેના વિષેની માહિતી મેળવી શકો છો.

  1. તમારા iPadમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “સાઇડબાર” બટન પર ટૅપ કરો.

  3. લોકેશનની નીચે સ્ટોરેજ ડિવાઇસના નામને ટચ કરીને હોલ્ડ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્ટોરેજ ડિવાઇસના કૉન્ટેંટ જોવા માટે : નવી વિંડોમાં ખોલો પર ટૅપ કરો.

    • સ્ટોરેજ ડિવાઇસનું નામ બદલો : “[ ડિવાઇસ]નું નામ બદલો“ પર ટૅપ કરો.

    • સ્ટોરેજ ડિવાઇસનો ડેટા મિટાવી દો : “મિટાવી દો” પર ટૅપ કરો.

    • સ્ટોરેજ ડિવાઇસ વિષેની માહિતી મેળવો : “માહિતી મેળવો” પર ટૅપ કરો.

એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસનું ફૉર્મેટ બદલવા માટે

તમે USB-C પોર્ટ સાથેનાં iPadનાં મૉડલમાં એક્સટર્નલ ડ્રાઇવને APFS (Apple ફાઇલ સિસ્ટમ), ExFAT અથવા MS-DOS (FAT) ફાઇલ ફૉર્મેટમાં ઝડપથી બદલવા માટે ફાઇલ ઍપનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “સાઇડબાર ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

  3. લોકેશનની નીચે સ્ટોરેજ ડિવાઇસના નામને ટચ કરીને હોલ્ડ કરો પછી “મિટાવી દો” પર ટૅપ કરો.

  4. ડિવાઇસ માટે ફૉર્મેટ સિલેક્ટ કરો—ઉદાહરણ તરીકે APFS, ExFAT અથવા MS-DOS (FAT)—પછી “મિટાવી દો” પર ફરી ટૅપ કરો.

કંપ્યૂટર અથવા ફાઇલ સર્વર સાથે કનેક્ટ કરવા માટે

  1. તમારા iPadમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર” બટન પર ટૅપ કરો

  3. સાઇડબારમાં ઉપર “વધુ” બટન પર ટૅપ કરો.

  4. “સર્વર સાથે કનેક્ટ કરો” પર ટૅપ કરો.

  5. સ્થાનિક હોસ્ટનેમ અથવા નેટવર્ક અડ્રેસ એંટર કરો અને પછી “કનેક્ટ કરો” પર ટૅપ કરો.

    ટિપ : તમે કંપ્યૂટર અથવા ફાઇલ સર્વર સાથે કનેક્ટ કરો પછી તે “સર્વરથી કનેક્ટ કરો” સ્ક્રીનમાં તાજેતરના સર્વરની યાદીમાં દેખાશે. તાજેતરના સર્વર સાથે કનેક્ટ કરવા માટે તેના નામ પર ટૅપ કરો.

  6. તમે જે રીતે કનેક્ટ કરવા માંગો છો તે સિલેક્ટ કરો :

    • મહેમાન : જો શેર કરેલા કંપ્યૂટરમાં ગેસ્ટ ઍક્સેસની પરવાનગી હોય તો તમે ગેસ્ટ યૂઝર તરીકે કનેક્ટ કરી શકો છો.

    • રજિસ્ટર્ડ યૂઝર : જો તમે રજિસ્ટર્ડ યૂઝર સિલેક્ટ કરો છો તો તમારું યૂઝરનેમ અને પાસવર્ડ એંટર કરો.

  7. આગળ પર ટૅપ કરો અને પછી બ્રાઉઝ સાઇડબાર (શેર કરેલાની નીચે)માં સર્વર વૉલ્યૂમ અથવા શેર કરેલું ફોલ્ડર સિલેક્ટ કરો.

ફાઇલ સર્વરથી ડિસ્કનેક્ટ કરવા માટે બ્રાઉઝ સાઇડબારમાં સર્વરની બાજુમાં “ઇજેક્ટ” બટન પર ટૅપ કરો.

ફાઇલ શેર કરવા માટે તમારા Macને કેવી રીતે સેટ અપ કરવું તેની માહિતી માટે Mac યૂઝર ગાઇડમાં Macમાં ફાઇલ શેરિંગને સેટ અપ કરો જુઓ.

Box અથવા Dropbox જેવી ક્લાઉડ સ્ટોરેજ સેવાથી ફાઇલ ટ્રાંસફર કરવા માટે

નોટ : સબ્સ્ક્રિપ્શન ફી લાગુ થઈ શકે છે.

  1. તમારા iPad અથવા કંપ્યૂટરમાં તમે જે ફાઇલ શેર કરવા માંગો છો તે અપલોડ કરવા માટે તમારી ક્લાઉડ સ્ટોરેજ સેવાની સૂચનાઓનું પાલન કરો.

  2. iPadમાં તમારી શેર કરેલી ફાઇલને ઍક્સેસ કરવા માટે ફાઇલ ઍપમાં જાઓ અને સ્ક્રીનમાં ઉપર “સાઇડબાર” બટન પર ટૅપ કરો પછી લોકેશનની નીચે સ્ટોરેજ સર્વિસના નામ પર ટૅપ કરો.

    કંપ્યૂટરમાં શેર કરેલી ફાઇલને ઍક્સેસ કરવા માટે સર્વિસની સૂચનાઓનું પાલન કરો.

સિલેક્ટ કરેલી ફાઇલને ડાઉનલોડ કરેલી રાખવા માટે

તમે તમારા iPadમાં હંમેશાં ઍક્સેસ કરવા માંગતા હોવ તેવી ફાઇલને ડાઉનલોડ કરીને રાખી શકો છો. જો તમે ઑફલાઇન હોવ ત્યારે આ ફાઇલમાં ફેરફાર કરો છો તો જ્યારે તમે ઑનલાઇન આવશો ત્યારે તમારા ફેરફાર iCloud સાથે સિંક કરવામાં આવશે.

  1. તમારા iPadમાં ફાઇલ ઍપ પર જાઓ.

  2. તમે ડાઉનલોડ કરેલી રાખવા માંગો તેવી ફાઇલને લોકેટ કરો.

  3. તમે ડાઉનલોડ કરેલી રાખવા માંગો તે ફાઇલને ટચ કરીને હોલ્ડ કરો અને પછી ખુલતા મેન્યૂમાં “ડાઉનલોડ કરેલી રાખો” પર ટૅપ કરો.

    જો મેન્યૂમાં “ડાઉનલોડ કરેલી રાખો” દેખાતું નથી તો ફાઇલ પહેલાંથી જ તમારા iPadમાં છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.