આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ડિફૉલ્ટ ઍપ્સ બદલો

iPadOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે ઇમેલ, મેસેજિંગ, કૉલિંગ, કૉલ ફિલ્ટરિંગ, વેબ બ્રાઉઝિંગ, પાસવર્ડ અથવા કીબોર્ડ માટે બિલ્ટ-ઇન Apple ઍપને બદલે લૉન્ચ કરવા માટે ડિફૉલ્ટ તરીકે વૈકલ્પિક તૃતીય-પક્ષ ઍપ પસંદ કરી શકો છો. ખાતરી કરો કે તમે જે ઍપ પર સ્વિચ કરવા માંગો છો તે આ ફીચરને સપોર્ટ કરે છે. જો તમને ખાતરી ન હોય તો ઍપ ડેવલપરનો સંપર્ક કરો.

તમારી ડિફૉલ્ટ ઍપ બદલવા માટે

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ડિફૉલ્ટ ઍપ પર જાઓ.

    ઇમેલ મોકલવા, વેબ બ્રાઉઝ કરવા વગેરે માટે તમારી ડિફૉલ્ટ ઍપ બદલવા માટેની સ્ક્રીન.
  2. નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

    • ઇમેલ : ઇમેલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટેની ડિફૉલ્ટ ઍપ બદલવા માટે.

    • મેસેજિંગ : મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટેની ડિફૉલ્ટ ઍપ બદલવા માટે.

    • કૉલિંગ : કૉલ કરવા અને પ્રાપ્ત કરવા માટેની ડિફૉલ્ટ ઍપ બદલવા માટે.

    • કૉલ ફિલ્ટરિંગ : કૉલ બ્લૉકિંગ અને ઓળખ વિકલ્પોને ચાલુ અથવા બંધ કરવા માટે.

    • બ્રાઉઝર ઍપ : વેબ પર લિંક ખોલવા માટેની ડિફૉલ્ટ ઍપ બદલવા માટે.

    • પાસવર્ડ & કોડ : આ સેક્શન તમને ઍપ અને વેબસાઇટ માટે પાસવર્ડ અને પાસકી ઑટોફિલ, પાસવર્ડ, પાસકી અને કોડ જનરેશન અને વેરિફિકેશન ઍપ ચાલુ અથવા બંધ કરવાની અનુમતિ આપે છે.

    • કીબોર્ડ : કીબોર્ડ અને તૃતીય પક્ષ કીબોર્ડ ઍપ ઉમેરવા અથવા ડિલીટ કરવા માટે.

  3. તમે ડિફૉલ્ટ તરીકે જે ઍપનો ઉપયોગ કરવા માંગો છો તે સિલેક્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.