આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં નજીકનાં આકર્ષણો, રેસ્ટોરંટ અને સેવાઓ શોધો

તમે નજીકનાં આકર્ષણો, સેવાઓ વગેરે શોધી શકો છો.

ડાઉનટાઉન વિસ્તારનો નકશો બતાવતી નકશો ઍપ. ડાબી બાજુએ સર્ચ ફીલ્ડ, નજીકની સેવાઓ માટેની શ્રેણીઓ, શહેરની માર્ગદર્શિકા અને ભલામણ કરેલી માર્ગદર્શિકા છે.

નજીકનું આકર્ષણ, રેસ્ટૉરંટ અને સેવા શોધવા માટે

Siri: આવું કંઈક કહો : “Find a gas station” અથવા “Find coffee near me.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડ પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “નજીકમાં શોધો”ની નીચે કરિયાણાની દુકાન અથવા રેસ્ટૉરંટ જેવી શ્રેણી પર ટૅપ કરો.

    • સર્ચ ફીલ્ડમાં “પ્લેગ્રાઉંડ” અથવા “પાર્ક” જેવું કંઈક એંટર કરીને પછી “નજીકમાં સર્ચ કરો”ના પરિણામ પર ટૅપ કરો.

    ટિપ : તમે હોમ સ્ક્રીન પર “નકશો” ઍપના આઇકનને પણ ટચ અને હોલ્ડ કરી શકો છો અને પછી “નજીકનું શોધો” પર ટૅપ કરી શકો છો. જુઓ : iPadમાં ઝડપી ઍક્શન કરો.

    તમે જે શોધી રહ્યાં છો તેના આધારે વધુ સર્ચ માપદંડ લાગુ કરવા, વધારાની માહિતી મેળવવા માટે સૂચન પર ટૅપ કરવું વગેરે કરી શકો છો.

  3. નજીકનું ક્ષેત્ર બદલવા માટે નકશો ડ્રૅગ કરો.

જમવા, ખરીદી કરવા અને વિશ્વભરમાં શ્રેષ્ઠ સ્થળો એક્સપ્લોર કરવાની ભલામણો મેળવવા માટે જુઓ : ગાઇડ સાથે સ્થળો એક્સપ્લોર કરો.

નોટ : નજીકનાં સૂચનો સિલેક્ટ કરેલા દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

શહેરની ગાઇડમાં લાસ વેગાસ, સૅન ડિએગો અને પોર્ટલેંડની ઇમેજ Wikipediaના સૌજન્યથી છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.