આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad સાથે AirPodsનો ઉપયોગ કરો

તમે iPad સાથે AirPods (અલગથી વેચાય છે)ને પેર કરો પછી તમે iPadમાં પ્લે કરવામાં આવતા ઑડિઓ સાંભળવા, FaceTime કૉલ કરવા અને જવાબ આપવા, મેસેજ સાંભળવા અને જવાબ આપવા, જરૂર પડે ત્યારે રિમાઇંડર સાંભળવા, ઘોંઘાટભર્યા વાતાવરણમાં વાર્તાલાપ વધુ સરળતાથી સાંભળવા વગેરે માટે AirPodsનો ઉપયોગ કરી શકો છો.

તમારા iPad સાથે AirPodsને પેર કરો

  1. iPadમાં સેટિંગ્સ  >Bluetooth પર જાઓ અને પછી Bluetooth ચાલુ કરો.

  2. તમારા iPadમાં હોમ સ્ક્રીન પર જાઓ.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • AirPods (1, 2 અને 3) અને AirPods Pro : તમારાં AirPods નાખેલા હોય તે કેસ ખોલો પછી તેને તમારા iPadની બાજુમાં હોલ્ડ કરો.

    • AirPods Max : તમારા AirPods Maxને સ્માર્ટ કેસમાંથી બહાર કાઢો પછી AirPods Maxને તમારા iPadની બાજુમાં હોલ્ડ કરો.

  4. ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો અને પછી “પૂર્ણ થયું” પર ટૅપ કરો.

    નોટ : જો તમારા AirPods Maxની પેરિંગ માટે ઑનસ્ક્રીન સૂચનાઓ દેખાતી ન હોય તો સેટિંગ્સ > Bluetooth પર જાઓ અને પછી તમારા AirPods Maxને સિલેક્ટ કરો. જો AirPods Max પર સ્ટેટસ લાઇટ સફેદ રંગમાં ફ્લૅશ થતી નથી તો તે ફ્લૅશ થાય ત્યાં સુધી અવાજ કંટ્રોલ બટનને દબાવી રાખો.

તમારાં AirPodsને તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલાં (iOS 10, iPadOS 13, macOS 10.12, watchOS 3 અથવા પછીના જરૂરી) તમારાં તમામ સપોર્ટેડ ડિવાઇસ સાથે ઑટોમૅટિક રીતે પેર કરવામાં આવે છે.

નોટ : જો તમે તમારા AirPodsને પેર કરી શકતા નથી તો Apple સપોર્ટ લેખ જો તમારાં AirPods કનેક્ટ થતાં નથી જુઓ.

AirPods અને તમારા iPad દ્વારા વધુ કરો

તમારા AirPodsમાંથી સૌથી વધુ લાભ કેવી રીતે મેળવવો તેની વિગતવાર સૂચનાઓ માટે AirPods યૂઝર ગાઇડ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.