આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપ ક્લિપનો ઉપયોગ કરો

ઍપ ક્લિપ એ ઍપનો એક નાનો ભાગ છે જેનાથી તમે બાઇક રેંટ પર લેવી, પાર્કિંગ માટે ચુકવણી કરવી અથવા ખોરાકનો ઑર્ડર આપવા જેવું કાર્ય ઝડપથી કરી શકો છો. તમે ઍપ ક્લિપને Safari, નકશો અને મેસેજમાં અથવા વાસ્તવિક દુનિયામાં QR કોડ અને ઍપ ક્લિપ કોડ દ્વારા શોધી શકો છો જે તમને વિશિષ્ટ ઍપ ક્લિપ પર લઈ જતા વિશિષ્ટ માર્કર છે.

ડાબી બાજુએ મધ્યમાં iPhone આઇકન સાથે NFC-ઇંટિગ્રેટેડ ઍપ ક્લિપ કોડ. જમણી બાજુએ મધ્યમાં કૅમેરા આઇકન સાથે “માત્ર-સ્કૅન” ઍપ ક્લિપ કોડ.

ઍપ ક્લિપ મેળવો અને તેનો ઉપયોગ કરો

  1. નીચેનામાંથી કોઈ પણની ઍપ ક્લિપ મેળવો :

    • ઍપ ક્લિપ કોડ અથવા QR કોડ : કંટ્રોલ સેંટરમાં iPadના કૅમેરા અથવા કોડ સ્કૅનરનો ઉપયોગ કરીને કોડ સ્કૅન કરો.

    • નકશો : માહિતી કાર્ડ પર ઍપ ક્લિપ લિંક પર ટૅપ કરો (સપોર્ટેડ લોકેશન માટે).

    • Safari અથવા મેસેજ : ઍપ ક્લિપ લિંક પર ટૅપ કરો.

  2. જ્યારે ઍપ ક્લિપ સ્ક્રીન પર દેખાય ત્યારે “ખોલો” અથવા “પ્લે કરો” પર ટૅપ કરો.

સપોર્ટેડ ઍપ ક્લિપમાં તમે Apple દ્વારા સાઇન ઇનનો ઉપયોગ કરી શકો છો અને પછી Apple Payનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો.

અમુક ઍપ ક્લિપ સાથે તમે સંપૂર્ણ ઍપ જોવા માટે સ્ક્રીનની ઉપરના બૅનર પર ટૅપ કરી શકો છો.

તમે iPadમાં ઉપયોગ કરેલી ઍપ ક્લિપ શોધો

ઍપ લાઇબ્રેરી પર જાઓ અને સ્ક્રીનમાં ઉપર સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો પછી મૂળાક્ષરની યાદીમાં છેલ્લે સુધી સ્ક્રોલ કરો.

ઍપ ક્લિપ કાઢી નાખો

  1. ઍપ લાઇબ્રેરી પર જાઓ પછી સ્ક્રીનમાં ઉપર સર્ચ ફીલ્ડ પર ટૅપ કરો.

  2. ઍપ ક્લિપનું નામ એંટર કરો અથવા નીચે ઍપ ક્લિપ સુધી સ્ક્રોલ કરો.

  3. તમે જે ઍપ ક્લિપને ડિલીટ કરવા માંગો છો તેને ટચ અને હોલ્ડ કરો પછી ઍપ ક્લિપ કાઢી નાખો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.