આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો

પૉડકાસ્ટ ઍપમાં તમે પૉડકાસ્ટના ઍપિસોડ ડાઉનલોડ, સેવ અને શેર કરી શકો છો.

ઍપિસોડ ડાઉનલોડ કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શોની માહિતીનું પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. ઍપિસોડ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડાઉનલોડ કરો” બટનપર ટૅપ કરો.

    તમે ઍપિસોડ હેઠળ “વધુ” બટન પર ટૅપ કરી શકો છો પછી “ઍપિસોડ ડાઉનલોડ કરો” પર ટૅપ કરી શકો છો.

ઍપિસોડ સેવ કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શોની માહિતીનું પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. ઍપિસોડ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “સેવ કરો” બટનપર ટૅપ કરો.

    તમે ઍપિસોડ હેઠળ “વધુ” બટન પર ટૅપ કરી શકો છો પછી “ઍપિસોડ સેવ કરો” પર ટૅપ કરી શકો છો.

જ્યારે તમે કોઈ ઍપિસોડ સેવ કરો ત્યારે તે ઑટોમૅટિક રીતે ડાઉનલોડ થાય છે જેથી તમે તેને ઑફલાઈન સાંભળી શકો. આ વિકલ્પને બંધ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > પૉડકાસ્ટ પર જાઓ અને પછી “સેવ કરતી વખતે ડાઉનલોડ કરો“ બંધ કરો.

સેવ કરેલા ઍપિસોડ કાઢી નાખો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે “સેવ કરેલ” પર ટૅપ કરો પછી શો પર ટૅપ કરો.

  3. ઍપિસોડ પર ડાબે સ્વાઇપ કરો અને પછી “અનસેવ કરો” પર ટૅપ કરો.

    તમે ઍપિસોડની સૂચી અથવા ઍપિસોડના માહિતી પેજને જોતી વખતે પણ સેવ કરેલા ઍપિસોડ કાઢી શકો છો. “વધુ” બટન પર ટૅપ કરો પછી “ઍપિસોડ અનસેવ કરો” પર ટૅપ કરો.

ડાઉનલોડ કરેલો ઍપિસોડ કાઢી નાખો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે “ડાઉનલોડ કરેલ” પર ટૅપ કરો પછી શો પર ટૅપ કરો.

  3. ઍપિસોડ પર ડાબે સ્વાઇપ કરો અને પછી “ડાઉનલોડ કાઢી નાખો” પર ટૅપ કરો.

    તમે ઍપિસોડની સૂચી અથવા ઍપિસોડના માહિતી પેજને જોતી વખતે પણ ડાઉનલોડ કરેલા ઍપિસોડ કાઢી શકો છો. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “ડાઉનલોડ કાઢી નાખો” પર ટૅપ કરો.

શોમાંથી બધા ડાઉનલોડ કરેલા ઍપિસોડ કાઢી નાખો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે શો પર ટૅપ કરો પછી તેનું માહિતી પેજ જોવા માટે શો પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “ડાઉનલોડ કાઢી નાખો” પર ટૅપ કરો.

ડાઉનલોડ કરેલા બધા ઍપિસોડ કાઢી નાખો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લાઇબ્રેરીની નીચે ડાઉનલોડ કરેલ પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “તમામ ડાઉનલોડ કાઢી નાખો” પર ટૅપ કરો.

પૉડકાસ્ટ શો અથવા ઍપિસોડ શેર કરો

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. શો શોધવા માટે શોધો અથવા બ્રાઉઝ કરો.

  3. શોની માહિતીનું પેજ જોવા માટે તેના પર ટૅપ કરો. જો તમે કોઈ ચોક્કસ ઍપિસોડ શેર કરવા માંગતા હો તો ઍપિસોડ પર ટૅપ કરો.

  4. ઉપર જમણી બાજુએ “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “બતાવો” અથવા “ઍપિસોડ શેર કરો” પર ટૅપ કરો.

  5. વૈકલ્પિક રીતે, શેર કરેલા ઍપિસોડનો શરૂ થવાનો સમય નિર્ધારિત કરો. “શરૂ કરો” પર ટૅપ કરો અને પછી [સમય]માંથી પસંદ કરો.

    શેર કરેલો ઍપિસોડ તમે “શેર કરો” પર ટૅપ કરો ત્યારે તમે સાંભળતા હોવ ત્યાંથી શરૂ થાય છે.

  6. શો અથવા ઍપિસોડ કેવી રીતે શેર કરવો તે પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.