આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Intelligenceથી ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ મેળવો

નોટ્સ ઍપમાં તમે ક્લાસના લેક્ચર જેવા ઑડિઓ રેકોર્ડ કરી શકો છો પછી ટ્રાંસક્રિપ્ટનો સારાંશ જનરેટ કરવા માટે Apple Intelligence*નો ઉપયોગ કરી શકો છો જેથી તમે એક નજરમાં સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી શકો.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

નોટ્સમાં ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ જુઓ

નોટ્સ ઍપમાં ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ બતાવતું iPad.

તમે નોટ્સ ઍપમાં ઑડિઓ નોટ રેકોર્ડ કર્યા પછી રેકોર્ડિંગનો સારાંશ જોઈ શકો છો.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગ સાથે નોટ ખોલો.

  3. રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી સારાંશ પર ટૅપ કરો.

સારાંશને કૉપિ કરવા અથવા શેર કરવા માટે “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો પછી “સારાંશ કૉપિ કરો” અથવા “સારાંશ શેર કરો” પર ટૅપ કરો.

ટિપ : તમે લેખનશિલ્પીનો ઉપયોગ કરીને વૉઇસ મેમોમાં પણ ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ બનાવી શકો છો. રેકોર્ડિંગ પર ટૅપ કરીને “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરીને “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો પછી ટેક્સ્ટનો સારાંશ બનાવવા અને ઑર્ગનાઇઝ કરવા માટેનાં પગલાં અનુસરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence iPad mini (A17 Pro) અને M1 અથવા તેના પછીના વર્ઝનવાળા iPadનાં મૉડલમાં Siri અને ડિવાઇસની ભાષા ચાઇનીઝ (સરળીકૃત), અંગ્રેજી (ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, UK અથવા U.S.), ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ (બ્રાઝિલ) અથવા સ્પેનિશમાં સેટ કરેલ સાથે બીટામાં ઉપલબ્ધ છે. અમુક ફીચર તમામ વિસ્તાર અથવા ભાષામાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.