આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “ખોજી”માંથી ડિવાઇસ કાઢી નાખો

તમે તમારા વેચી દીધેલા અથવા આપી દીધેલા ડિવાઇસને ડિવાઇસની યાદીમાંથી કાઢી નાખવા માટે અથવા ઍક્ટિવેશન લૉક બંધ કરવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો. તમે ઍક્ટિવેશન લૉક કાઢી નાખો છો ત્યારે કોઈ અન્ય વ્યક્તિ ડિવાઇસને સક્રિય કરી શકે છે અને તેને તેમના Apple અકાઉંટ સાથે કનેક્ટ કરી શકે છે.

જો ડિવાઇસ હજુ પણ તમારી પાસે હોય તો તમે ડિવાઇસમાં ખોજી [ડિવાઇસ] સેટિંગને બંધ કરીને ઍક્ટિવેશન લૉક બંધ કરી શકો છો અને ડિવાઇસને તમારા અકાઉંટમાંથી કાઢી શકો છો.

ડિવાઇસને તમારી ડિવાઇસની યાદીમાંથી કાઢી નાખો

જો તમે ડિવાઇસનો ઉપયોગ કરવાનું મન નથી બનાવતા તો તમે તેને તમારા ડિવાઇસની યાદીમાંથી કાઢી શકો છો. આ ડિવાઇસને કાઢી નાખવા માટે તમારે તેને ઑફલાઇન રાખવાની જરૂર પડી શકે છે.

જો ડિવાઇસમાં ઍક્ટિવેશન લૉક ચાલુ હોય (iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watch માટે) અથવા તે તમારા iOS અથવા iPadOS ડિવાઇસ (AirPods અથવા Beats હેડફોન માટે) સાથે પેર કરેલ હોય તો તે જ્યારે ઑનલાઇન આવે છે ત્યારે તમારી ડિવાઇસની યાદીમાં દેખાય છે.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watch માટે : ડિવાઇસ બંધ કરો.

    • AirPods માટે : AirPodsને તેમના કેસમાં મૂકો અને ઢાંકણ બંધ કરો અથવા AirPodsને બંધ કરો.

    • Beats હેડફોન માટે : હેડફોન બંધ કરો.

  2. તમારા iPadમાં ખોજી ઍપ ખોલો.

  3. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “ડિવાઇસ” પર ટૅપ કરો પછી ઑફલાઇન ડિવાઇસના નામ પર ટૅપ કરો.

  4. “આ ડિવાઇસને કાઢી નાખો” પર ટૅપ કરીને “કાઢી નાખો” પર ટૅપ કરો.

MagSafe સાથેનું iPhone વૉલેટ કાઢી નાખવા માટે

જો ખોજી ઍપમાં MagSafe સાથેનું iPhone વૉલેટ અને ખોજી સપોર્ટ ન દેખાય તેવું તમે ઇચ્છતા હોવ તો તમારાં ડિવાઇસની યાદીમાંથી તેને કાઢી શકો છો. “ખોજી”માંથી તેને કાઢી નાખવાથી અન્ય કોઈ વ્યક્તિ તેને તેમના Apple અકાઉંટ સાથે કનેક્ટ કરી શકે છે.

  1. તમારા iPadમાં ખોજી ઍપ ખોલો.

  2. સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી તમારા MagSafe સાથેના iPhone વૉલેટના નામ પર ટૅપ કરો.

  3. “આ ડિવાઇસને કાઢી નાખો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જો ડિવાઇસમાં તમારું ઍક્ટિવેશન લૉક હોય તો તેને બંધ કરો

તમારી પાસે હવેથી ન રહેવાના હોય તેવા ડિવાઇસમાં ઍક્ટિવેશન લૉક બંધ કરો

જો તમે તમારા iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watchને વેચો અથવા આપી દો અને ખોજી [ડિવાઇસ] બંધ કરવાનુ ભૂલી જાવ તો તમે હજુ પણ ખોજી ઍપનો ઉપયોગ કરીને ઍક્ટિવેશન લૉક કાઢી શકો છો.

  1. તમારા iPadમાં ખોજી ઍપ ખોલો.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “ડિવાઇસ” પર ટૅપ કરો પછી તમે જે ડિવાઇસને કાઢી નાખવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. ડિવાઇસનો ડેટા મિટાવી દો.

    ડિવાઇસ ગુમ થયું નથી એટલે ફોન નંબર કે મેસેજ એંટર કરશો નહિ.

    જો ડિવાઇસ ઑફલાઇન હોય તો આગલી વખતે તે જ્યારે Wi-Fi અથવા મોબાઇલ સર્વિસ નેટવર્ક સાથે કનેક્ટ થાય ત્યારે દૂરથી મિટાવવાનું ચાલુ થાય છે. ડિવાઇસ મિટાવવામાં આવે ત્યારે તમને ઇમેલ પ્રાપ્ત થશે.

  4. ડિવાઇસને મિટાવી દેવામાં આવે તે પછી “આ ડિવાઇસને કાઢી નાખો” પર ટૅપ કરીને “કાઢી નાખો” પર ટૅપ કરો.

    તમારું બધું કૉન્ટેંટ મિટાવી દેવામાં આવ્યું છે, ઍક્ટિવેશન લૉક બંધ કરવામાં આવ્યું છે અને હવે કોઈ અન્ય વ્યક્તિ ડિવાઇસ સક્રિય કરી શકે છે.

તમે iCloud.comનો ઉપયોગ કરીને ડિવાઇસને ઑનલાઇન પણ કાઢી શકો છો. સૂચનાઓ માટે iCloud યૂઝર ગાઇડમાં iCloud.comમાં ડિવાઇસ શોધોમાંથી ડિવાઇસને કાઢી નાખો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.