આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઘણાં કૅલેંડર સેટ અપ કરવા માટે

કૅલેંડર ઍપમાં તમે વિવિધ પ્રકારની ઇવેંટનો ટ્રૅક રાખવા માટે ઘણાં કૅલેંડર સેટ અપ કરી શકો છો. તમે એક જ કૅલેંડરમાં તમારી તમામ ઇવેંટ અને અપૉઇંટમેંટનો ટ્રૅક રાખી શકો છો પરંતુ વધારાના કૅલેંડર સરળતાથી સેટ અપ કરી શકાય છે અને તે સુવ્યવસ્થિત રહેવાની ઉત્તમ રીત છે.

ચેકમાર્ક સાથેનું કૅલેંડર લિસ્ટ કયું કૅલેંડર સક્રિય છે તે સૂચવે છે. લિસ્ટ બંધ કરવા માટે ઉપર જમણી બાજુએ ખૂણામાં “પૂર્ણ” બટન છે. નીચે ડાબા ખૂણામાં “કૅલેંડર ઉમેરો” બટન છે.

કૅલેંડર સેટ અપ કરવા માટે

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઉપરની ડાબી બાજુએ “કૅલેંડર” બટન પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં નીચે “કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • iCloud કૅલેંડર બનાવવા માટે : “કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરીને કૅલેંડર માટે નામ એંટર કરો અને પછી તેના માટે રંગ પસંદ કરો.

    • એક્સટર્નલ રીડ-ઓન્લી કૅલેંડરમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે : “સબ્સ્ક્રિપ્શન કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરવા ઈચ્છો છો તે .ics ફાઇલનું URL (અને અન્ય કોઈ પણ જરૂરી સર્વર માહિતી) એંટર કરો અને પછી “સબ્સ્ક્રાઇબ” પર ટૅપ કરો.

    • હોલિડે કૅલેંડર ઉમેરવા માટે : “હોલિડે કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરીને તમે જે હોલિડે કૅલેંડરમાં સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો તેના પર ટૅપ કરો અને પછી “ઉમેરો” પર ટૅપ કરો.

      હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો જુઓ.

તમે iCalendar (.ics) કૅલેંડરની લિંક પર ટૅપ કરીને પણ તેને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

કૅલેંડરમાંથી અનસબ્સ્ક્રાઇબ કરો

તમે સબ્સ્ક્રાઇબ કરેલા કૅલેંડરમાંથી અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો. જ્યારે તમે અનસબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે કૅલેંડરને જંક તરીકે રિપોર્ટ પણ કરી શકો છો.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઉપરની ડાબી બાજુએ “કૅલેંડર” બટન પર ટૅપ કરો પછી તમે કાઢવા માંગતા હોવ તે કૅલેંડરની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો.

  3. “અનસબ્સક્રાઇબ” પર ટૅપ કરો અને પછી “અનસબ્સ્ક્રાઇબ કરો” અથવા “અનસબ્સ્ક્રાઇબ કરો અને જંક તરીકે રિપોર્ટ કરો” પર ટૅપ કરો.

    નોટ : જ્યારે તમે “અનસબ્સ્ક્રાઇબ કરો અને જંક તરીકે રિપોર્ટ કરો” પર ટૅપ કરો છો ત્યારે કૅલેંડરને શંકાસ્પદ જંક સબ્સ્ક્રિપ્શન તરીકે Appleને રિપોર્ટ કરવામાં આવે છે.

ઘણાં કૅલેંડર એક સાથે જુઓ

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઘણાં કૅલેંડર જોવા માટે “કૅલેંડર” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે જે કૅલેંડર જોવા ઈચ્છો છો તે સિલેક્ટ કરો.

    • તમારા ઇવેંટમાં રાષ્ટ્રીય રજાઓને સામેલ કરવા માટે “રાષ્ટ્રીય હોલિડે” પર ટૅપ કરો.

    • તમારા સંપર્કમાંથી જન્મદિવસને તમારી ઇવેંટમાં સામેલ કરવા માટે “જન્મદિવસ” પર ટૅપ કરો.

કૅલેંડર ઇવેંટ અલર્ટ ચાલુ કરો

તમે બનાવેલાં અથવા સબ્સ્ક્રાઇબ કરેલાં કૅલેંડર માટે તમે ઇવેંટની સૂચના ચાલુ કરી શકો છો.

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઉપર ડાબી બાજુએ “કૅલેંડર” બટન પર ટૅપ કરો.

  3. કૅલેંડરની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો.

  4. ઇવેંટ અલર્ટ ચાલુ અથવા બંધ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

કૅલેંડરનો રંગ બદલો

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઉપર ડાબી બાજુએ “કૅલેંડર” બટન પર ટૅપ કરો.

  3. કૅલેંડરની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો અને પછી રંગ પસંદ કરો.

  4. “પૂર્ણ” પર ટૅપ કરો.

Google જેવા કેટલાંક કૅલેંડર અકાઉંટ માટે સર્વર દ્વારા રંગ સેટ કરવામાં આવે છે.

ઇવેંટને બીજા કૅલેંડરમાં મુવ કરો

  1. તમારા iPadમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. ઇવેંટ પર ટૅપ કરીને કૅલેંડર પર ટૅપ કરો અને પછી ઇવેંટને મુવ કરવા માટે કૅલેંડર સિલેક્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.