આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ગ્રૂપ ફોટો શોધો

ફોટો અને વીડિયોમાં ઘણીવાર એક સાથે દેખાતા લોકો અને પાળતું પ્રાણીઓના ગ્રૂપને ફોટોસ ઍપ ઓળખે છે અને તેમને ગ્રૂપ કલેક્શનમાં સૉર્ટ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે તમારા પરિવાર અથવા મિત્રોના ગ્રૂપના ઘણા ફોટો હોય તો ફોટોસ ઍપ તે દરેક ગ્રૂપ માટે ક્લેક્શન બનાવે છે.

ફોટોસ ઍપમાં લોકો & પાળતું પ્રાણીની સ્ક્રીન. સ્ક્રીનમાં ટોચ પર ગ્રૂપની હરોળ છે જેમાં નીચે વ્યક્તિગત લોકો અને પાળતું પ્રાણી છે.

ગ્રૂપ ફોટો અને વીડિયો શોધો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લોકો & પાળતું પ્રાણી ઉમેરો પર ટૅપ કરો.

  3. તમે જે ગ્રૂપ શોધી રહ્યાં છો તેને શોધવા માટે ગ્રૂપની નીચે સ્વાઇપ કરો પછી તે ગ્રૂપ સાથે તમારા તમામ ફોટો જોવા માટે ટૅપ કરો.

    ટિપ : ગ્રૂપના સભ્યો અને અન્ય લોકો સાથેના ફોટો જોવા માટે “ફિલ્ટર” બટન પર ટૅપ કરો અને વિકલ્પો જુઓ પર ટૅપ કરો પછી અન્ય લોકોને સામેલ કરો પર ટૅપ કરો.

ગ્રૂપમાં ફોટો શેર કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી ફોટો શેર કરો પર ટૅપ કરો.

ગ્રૂપ બનાવો

તમે લોકો & પાળતું પ્રાણીઓના કલેક્શનમાંથી લોકો અને પાળતું પ્રાણીઓના કોઈ પણ કૉમ્બિનેશન દ્વારા ગ્રૂપ બનાવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લોકો & પાળતું પ્રાણી ઉમેરો પર ટૅપ કરો.

  3. ગ્રૂપની જમણી બાજુએ “બનાવો” પર ટૅપ કરો.

  4. ગ્રૂપમાં તમે ઇચ્છો તે લોકો અને પાળતું પ્રાણી સિલેક્ટ કરો અને પછી ઉમેરો પર ટૅપ કરો.

  5. ડિફૉલ્ટ નામ પર ટૅપ કરો અને ગ્રૂપ માટે કસ્ટમ નામ ટાઇપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

ગ્રૂપ સંપાદિત કરો અથવા ડિલીટ કરો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લોકો & પાળતું પ્રાણી ઉમેરો પર ટૅપ કરો.

  3. ગ્રૂપની નીચે તમે જે ગ્રૂપને સંપાદિત કરવા માંગો છો તેને ટચ કરીને હોલ્ડ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ગ્રૂપનું નામ બદલવા માટે : નામ અને લોકો સંપાદિત કરો પર ટૅપ કરો પછી નવું નામ ટાઇપ કરો.

    • લોકોને ઉમેરવા અથવા કાઢી નાખવા માટે : નામ અને લોકો સંપાદિત કરો પર ટૅપ કરો. કોઈને કાઢી નાખવા માટે તેમના ફોટોમાં ઉપર-ડાબા ખૂણામાં “કાઢી નાખો” બટન પર ટૅપ કરો. કોઈને ઉમેરવા માટે લોકો & પાળતું પ્રાણીઓ ઉમેરો પર ટૅપ કરો.

    • ગ્રૂપ ફોટો સંપાદિત કરવા માટે : નામ અને લોકો સંપાદિત કરો પર ટૅપ કરો અને પછી મુખ્ય ફોટો સંપાદિત કરો પર ટૅપ કરો.

    • ગ્રૂપ ડિલીટ કરવા માટે : આ ગ્રૂપને ડિલીટ કરો પર ટૅપ કરો.

ગ્રૂપનો ક્રમ બદલો

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં લોકો & પાળતું પ્રાણી ઉમેરો પર ટૅપ કરો.

  3. ગ્રૂપને ટચ કરીને હોલ્ડ કરો પછી તેને ડ્રૅગ કરીને નવી જગ્યાએ લઈ જાઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.