આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારાં વૉલેટ & Apple Pay સેટિંગ્સને બદલો

સેટિંગ્સમાં તમે વૉલેટ & Apple Pay માટે તમારી પ્રાથમિકતાઓ કસ્ટમાઇઝ કરી શકો છો.

તમારાં Apple Pay સેટિંગ્સને કસ્ટમાઇઝ કરવા માટે

  1. સેટિંગ્સ  > વૉલેટ & Apple Pay પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :

    • સૂચના : સૂચનાનાં સેટિંગ્સ બદલો.

    • Apple Cash : Apple Cash ચાલુ અથવા બંધ કરો.

    • ટ્રાંઝેક્શન ડિફૉલ્ટ : ઍપ્સમાં અને વેબમાં Apple Pay માટે તમારી ડિફૉલ્ટ માહિતી એંટર કરો.

    • પછીથી ચુકવણી કરવા માટે : તમે Apple Payથી ચેક આઉટ કરો ત્યારે વૉલેટમાં તમારાં કાર્ડથી ઉપલબ્ધ ચુકવણીના વિકલ્પ બતાવે છે.

    • રિવૉર્ડ : જ્યારે તમે Apple Payથી ચેક આઉટ કરો છો ત્યારે તમારાં કાર્ડના રિવૉર્ડને વૉલેટમાં બતાવવામાં આવે છે.

    • સુસંગત કાર્ડ : Apple Pay સાથે સુસંગતતા માટે તમારા સેવ કરેલા કાર્ડને Safari ઑટોફિલમાં ચેક કરે છે અને વૉલેટ ઍપમાં તેનો ઉપયોગ કરવાની તમને અનુમતિ આપે છે.

    • વૉલેટમાં ઑર્ડર ઉમેરવા માટે : iPhoneમાં ઑર્ડર ટ્રૅકિંગ માટે સહભાગી મર્ચંટના ઑર્ડર ઑટોમૅટિક રીતે વૉલેટ ઍપમાં ઉમેરવામાં આવે છે. iPhone યૂઝર ગાઇડમાં જુઓ : iPhoneમાં વૉલેટમાં તમારા ઑર્ડરને ટ્રૅક કરો.

    • પછીથી ચુકવણી કરોના અન્ય વિકલ્પો : તમે Apple Payથી ચેક આઉટ કરો ત્યારે વધારાની “પછીથી ચુકવણી કરો” સેવાઓ જુઓ.

તમારી ડિફૉલ્ટ શિપિંગ અને સંપર્કની માહિતી બદલો

  1. સેટિંગ્સ  > વૉલેટ & Apple Pay પર જાઓ.

  2. ટ્રાંઝેક્શન ડિફૉલ્ટની નીચે તમારું શિપિંગ અડ્રેસ, ઇમેલ અને ફોન નંબર સેટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.