આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં FaceTime સાથે શરૂ કરો

મિત્રો અને પરિવાર સાથે Wi-Fi અથવા મોબાઇલ ડેટા પર આમને-સામને મુલાકાત કરવા માટે FaceTime ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. FaceTime કૉલમાં હોવ ત્યારે તમે ટીવી શો અને મૂવિ પણ જોઈ શકો છો, સંગીત સાંભળી શકો છો અને સાથે મળીને વર્કઆઉટ પણ કરી શકો છો.

FaceTime ચાલુ અથવા બંધ કરવાના કંટ્રોલ અને FaceTime માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલું Apple અકાઉંટ બતાવતી FaceTime સેટિંગ્સ સ્ક્રીન.

FaceTime સેટ અપ કરો

FaceTime સાથે શરૂ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > FaceTime પર જાઓ અને પછી તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો અથવા FaceTime ચાલુ કરો. જો “FaceTime દ્વારા તમારો સંપર્ક કરવાનાં માધ્યમો”ની નીચે એક કરતાં વધુ સંપર્ક માધ્યમ દેખાતાં હોય તો તમે તેને સિલેક્ટ કરવા અથવા સિલેક્શન હટાવવા માટે ટૅપ કરી શકો છો.

FaceTime કૉલ શરૂ કરવા માટે “નવો FaceTime” બટન બતાવી રહેલી FaceTime કૉલ શરૂ કરવાની સ્ક્રીન.

FaceTime કૉલ કરો

FaceTime ઍપ ખોલીને “નવો FaceTime” પર ટૅપ કરો અને પછી તમે જે વ્યક્તિ (અથવા લોકો)ને કૉલ કરવા ઈચ્છો છો તેમનું નામ અથવા ફોન નંબર એંટર કરો. વીડિયો કૉલ કરવા માટે “FaceTime” બટન પર ટૅપ કરો અથવા ઑડિઓ કૉલ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો (તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી). તમે કૉલમાં મહત્તમ 32 લોકો સાથે વાત કરી શકો છો.

Apple ડિવાઇસ ન ધરાવતી વ્યક્તિને કૉલ કરવા માટે કૉલની લિંક બનાવો અને મેસેજ અથવા Mailમાં મોકલો. શરૂ કરવા માટે FaceTime ખોલો અને પછી “લિંક બનાવો” પર ટૅપ કરો.

FaceTime સ્ક્રીન ચાલી રહેલો કૉલ બતાવે છે. કૉલ કરનારની ઇમેજ નીચે જમણી બાજુએ નાના લંબચોરસમાં દેખાય છે અને અન્ય કૉલ કરવામાં આવતાં વ્યક્તિની ઇમેજ બાકીની સ્ક્રીનમાં દેખાય છે. સ્ક્રીનમાં નીચે સ્પીકર, કૅમેરા, મ્યૂટ, કૉન્ટેંટ શેર કરો અને સમાપ્ત બટન સહિતના FaceTime કંટ્રોલ છે. કંટ્રોલમાં ઉપર તમે જેમની સાથે વાત કરી રહ્યાં છો તેમનું નામ અથવા Apple અકાઉંટ છે.

FaceTime કંટ્રોલનો ઉપયોગ કરો

FaceTime કૉલ વખતે તમારા સ્પીકર, માઇક અથવા કૅમેરાને ચાલુ અથવા બંધ કરવા, તમારી સ્ક્રીન શેર કરવા વગેરે માટે FaceTime કંટ્રોલનો ઉપયોગ કરો. જો તમને કંટ્રોલ દેખાતા ન હોય તો તમારી સ્ક્રીન પર ટૅપ કરો.

SharePlay સેશન સાથેના FaceTime કૉલમાં Apple TV+નું વીડિયો કૉન્ટેંટ સિંકમાં શેર થતું બતાવી રહ્યું છે. FaceTime કંટ્રોલ સ્ક્રીનમાં ઉપર બતાવવામાં આવ્યા છે, વીડિયો કંટ્રોલની નીચે જ પ્લે થઈ રહ્યો છે અને પ્લેબૅક કંટ્રોલ સ્ક્રીનમાં નીચે છે.

FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો

FaceTime કૉલ દરમિયાન તમે કૉલ પર અન્ય વ્યક્તિ (અથવા લોકો) સાથે તમારી સ્ક્રીન શેર કરી શકો છો.

FaceTime કંટ્રોલમાં “કૉન્ટેંટ શેર કરો” બટન પર ટૅપ કરો (જો તમને “કૉન્ટેંટ શેર કરો” બટન ન દેખાય તો સ્ક્રીન પર ટૅપ કરો). મારી સ્ક્રીન શેર કરો પર ટૅપ કરો, તમારી હોમ સ્ક્રીન પર જાઓ પછી કોઈ ઍપ અથવા ડૉક્યુમૅન્ટ ખોલો—કૉલમાં તમારી સ્ક્રીનની એક નાની ઇમેજ દેખાય છે. કૉલ પર અન્ય લોકો તમારું કૉન્ટેંટ મોટું કરવા અને જોવા માટે તેના પર ટૅપ કરી શકે છે.

વધુ જાણવા માંગો છો?

નોટ : તમામ ફીચર અને કૉન્ટેંટ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.