આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંગીત ઍપમાં લૉસલેસ ઑડિઓ પ્લે કરો

Apple Music સબ્સ્ક્રાઇબર લૉસલેસ ઑડિઓ કંપ્રેશનનો ઉપયોગ કરીને એંકોડ કરેલા લાખો ટ્રૅકને ઍક્સેસ કરી શકે છે.

લૉસલેસ કંપ્રેશન એ કંપ્રેશનનું એક સ્વરૂપ છે જે તમામ મૌલિક ડેટા સાચવે છે. Apple દ્વારા તેની પોતાની લૉસલેસ ઑડિઓ કૉડેક (ALAC) નામની લૉસલેસ ઑડિઓ કંપ્રેશન ટૅકનોલૉજી વિકસાવવામાં આવી છે. 16-બિટ/44.1 kHz (CD ગુણવત્તા)થી 24-બિટ/192 kHz સુધીનાં રિઝોલ્યૂશનમાં ALACનો ઉપયોગ કરીને સંપૂર્ણ Apple Music કૅટલૉગ એંકોડ કરવામાં આવે છે.

Apple Musicમાં લૉસલેસ વિષે તમારે શું જાણવાની જરૂર છે

  • મોબાઇલ અથવા Wi-Fi નેટવર્ક પર લૉસલેસ ઑડિઓ સ્ટ્રીમિંગ ખૂબ વધારે ડેટાનો ઉપયોગ કરે છે. અને લૉસલેસ ઑડિઓ ડાઉનલોડ કરવાથી તમારા ડિવાઇસ પર વધુ જગ્યાનો ઉપયોગ થાય છે. હાયર રિઝોલ્યૂશનમાં લોઅર રિઝોલ્યૂશન કરતાં વધુ ડેટા વપરાય છે.

  • ઉત્તમ ઑડિઓ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે AirPods, AirPods Pro, AirPods Max અને Beats વાયરલૅસ હેડફોન Apple AAC Bluetooth Codecનો ઉપયોગ કરે છે. જો કે, Bluetooth® કનેક્શન લૉસલેસ નથી.

  • Apple Musicમાંથી ડાઉનલોડ કરેલા સંગીતનું લૉસલેસ વર્ઝન મેળવવા માટે ફક્ત સંગીતને ડિલીટ કરો અને તેને Apple Music કૅટલૉગમાંથી ફરી ડાઉનલોડ કરો.

  • iPadમાં 48 kHZ કરતાં વધારે સેમ્પલ રેટ પર ગીત પ્લે કરવા માટે તમારે એક્સ્ટર્નલ ડિજિટલ-ટૂ-ઍનલૉગ કંવર્ટરની જરૂર છે.

નોટ : Apple Music અને લૉસલેસ તમામ દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

લૉસલેસ ઑડિઓ ચાલુ કરો અને ઑડિઓ ગુણવત્તા સેટિંગ્સ પસંદ કરો

તમે મોબાઇલ સ્ટ્રીમિંગ, Wi-Fi સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ માટે ઑડિઓ ગુણવત્તા સેટિંગ્સ પસંદ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ.

  2. ઑડિઓ ગુણવત્તા પર ટૅપ કરો પછી લૉસલેસ ઑડિઓ ચાલુ અથવા બંધ કરવા માટે તેના પર ટૅપ કરો.

  3. સ્ટ્રીમિંગ માટે અને ઑડિઓ ડાઉનલોડ કરવા માટે ઑડિઓ ગુણવત્તા પસંદ કરો.

    • 24-બિટ/48 kHzના મહત્તમ રિઝોલ્યૂશન માટે લૉસલેસ પસંદ કરો.

    • 24-બિટ/192 kHzના મહત્તમ રિઝોલ્યૂશન માટે Hi-Res લૉસલેસ પસંદ કરો.

સ્ટ્રીમ કરેલા સંગીતની ઑડિઓ ગુણવત્તા ગીતની ઉપલબ્ધતા, નેટવર્ક સ્થિતિ અને કનેક્ટેડ હેડફોન અથવા સ્પીકરની ક્ષમતા પર આધાર રાખે છે.

લૉસલેસ સંગીતની ઓળખ કરો

સંગીત લૉસલેસ ઑડિઓમાં ઉપલબ્ધ હોય ત્યારે ઍલ્બમ પેજ પર લૉસલેસ આઇકન દેખાય છે.

“હમણાં પ્લે થઈ રહેલ” સ્ક્રીન પર સંગીત માટે લૉસલેસ આઇકન જોવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત > ઑડિઓ ગુણવત્તા પર જાઓ પછી લૉસલેસ ઑડિઓ ચાલુ કરો.

વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Apple Musicમાં લૉસલેસ ઑડિઓનો પરિચય જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.