આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad (Wi-Fi + Cellular મૉડલ)માં મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો

તમે મોબાઇલ ડેટા સર્વિસ ચાલુ કરી શકો છો, મોબાઇલ સર્વિસ ચાલુ અથવા બંધ કરી શકો છો અને કઈ ઍપ અને સેવા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે તે સેટ કરી શકો છો. અમુક નેટવર્ક પ્રોવાઇડર સાથે તમે તમારો ડેટા પ્લાન બદલી પણ શકો છો.

મોબાઇલ નેટવર્ક સેવાઓ અને બિલિંગમાં મદદ માટે તમારા વાયરલૅસ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

નોટ : Wi-Fi + Cellular મૉડલ મોબાઇલ ફોન સેવાને સપોર્ટ કરતા નથી—તેઓ ફક્ત મોબાઇલ ડેટા ટ્રાંસમિશનને સપોર્ટ કરે છે. iPadમાં ફોન કૉલ કરવા માટે Wi-Fi કૉલિંગ અને iPhoneનો ઉપયોગ કરો.

મોબાઇલ ડેટા ટ્રાંસમિશન વિષે

જો તમારું iPad મોબાઇલ ડેટા નેટવર્કનો ઉપયોગ કરીને ઇંટરનેટ સાથે કનેક્ટેડ હોય તો મોબાઇલ નેટવર્કની ઓળખ કરતું એક આઇકન સ્ટેટસ બારમાં દેખાય છે.

સપોર્ટેડ મૉડલને 5G નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય છે. તમારા iPad સાથે 5Gનો ઉપયોગ કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

જો મોબાઇલ ડેટા બંધ હોય તો ઇમેલ, વેબ બ્રાઉઝિંગ અને પુશ સૂચનાઓ સહિત તમામ ડેટા સર્વિસ માત્ર Wi-Fiનો ઉપયોગ કરે છે. જો મોબાઇલ ડેટા ચાલુ હોય તો નેટવર્ક પ્રોવાઇડર ચાર્જ લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે મેસેજ જેવા ડેટા ટ્રાંસફર કરતા કેટલાંક ફીચર અને સેવાઓનો ઉપયોગ કરવાથી તમારા ડેટા પ્લાનમાં ચાર્જ લાગી શકે છે.

તમારા iPadમાં મોબાઇલ સર્વિસ પ્લાન ઉમેરો

જો તમે પહેલાં મોબાઇલ સર્વિસ પ્લાન સેટ અપ કર્યો હોય તો સેટિંગ્સ  > મોબાઇલ સર્વિસ પર જાઓ, “નવો પ્લાન ઉમેરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જો તમે પ્લાન સેટ અપ ન કર્યો હોય તો iPad (Wi-Fi + Cellular મૉડલ)માં મોબાઇલ સર્વિસ સેટ અપ કરો જુઓ.

તમારું મોબાઇલ ડેટા અકાઉંટ જુઓ અથવા બદલો

સેટિંગ્સ  > મોબાઇલ ડેટા પર જાઓ પછી [અકાઉંટનું નામ] મૅનેજ કરો પર અથવા નેટવર્ક પ્રોવાઇડર સેવા પર ટૅપ કરો.

ડેટા વપરાશ, પર્ફૉર્મન્સ, બૅટરી લાઇફ વગેરે માટે મોબાઇલ ડેટા વિકલ્પ પસંદ કરો

મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરવા માટે સેટિંગ્સ  > મોબાઇલ સર્વિસ પર જાઓ.

મોબાઇલ ડેટા ચાલુ હોય ત્યારે વિકલ્પ સેટ કરવા માટે સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક > મોબાઇલ ડેટા વિકલ્પો પર જાઓ અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • મોબાઇલ ડેટાનો વપરાશ ઘટાડવા માટે : લો ડેટા મોડ ચાલુ કરો અથવા ડેટા મોડ પર ટૅપ કરો અને પછી લો ડેટા મોડ પસંદ કરો (તમારા iPadના મૉડલ અનુસાર). જ્યારે iPad Wi-Fi સાથે કનેક્ટેડ ન હોય ત્યારે આ મોડ ઑટોમૅટિક અપડેટ અને બૅકગ્રાંઉડ ટાસ્કને પૉઝ કરે છે.

  • ડેટા રોમિંગ ચાલુ અથવા બંધ કરવા માટે : જ્યારે તમે તમારા નેટવર્ક પ્રોવાઇડરના નેટવર્ક દ્વારા કવર કરવામાં આવતા ન હોય તેવા વિસ્તારમાં હોવ ત્યારે ડેટા રોમિંગથી મોબાઇલ ડેટા નેટવર્ક પર ઇંટરનેટ ઍક્સેસની અનુમતિ ત્યારે મળે છે. જ્યારે તમે મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે રોમિંગ ચાર્જ ટાળવા માટે તમે ડેટા રોમિંગ બંધ કરી શકો છો.

તમારા iPadના મૉડલ, નેટવર્ક પ્રોવાઇડર અને ક્ષેત્રના આધારે નીચેનો વિકલ્પ ઉપલબ્ધ હોઈ શકે છે :

  • LTE ચાલુ અથવા બંધ કરવા : LTE ચાલુ કરવાથી ડેટા વધુ ઝડપથી લોડ થાય છે.

5Gને સપોર્ટ કરતા મૉડલ પર તમે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • બૅટરી લાઇફ ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્માર્ટ ડેટા મોડ સક્ષમ કરવા માટે : વૉઇસ & ડેટા ટૅપ કરો અને પછી 5G ઑટો પસંદ કરો. આ મોડમાં જ્યારે 5G સ્પીડ નોંધપાત્ર રીતે વધુ સારું પર્ફૉર્મન્સ પ્રદાન કરતી નથી ત્યારે તમારું iPad ઑટોમૅટિક રીતે LTE પર સ્વિચ થાય છે.

  • 5G નેટવર્ક પર ઉચ્ચ ગુણવત્તાના વીડિયો અને FaceTime HDનો ઉપયોગ કરવા માટે: ડેટા મોડ ટૅપ કરો અને પછી 5G પર વધુ ડેટાની અનુમતિ આપો પસંદ કરો.

iPadથી મોબાઇલ ઇંટરનેટ કનેક્શન શેર કરવાનું શરૂ કરવા માટે પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > મોબાઇલ સર્વિસ પર જાઓ પછી મોબાઇલ ડેટા ચાલુ કરો.

  2. “પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરો” પર ટૅપ કરો પછી પર્સનલ હૉટસ્પૉટ દ્વારા તમારા iPad (Wi-Fi + Cellular)થી તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરોમાં આપેલી સૂચનોને અનુસરો.

ઍપ્સ અને સેવાઓ માટે મોબાઇલ ડેટા વપરાશ સેટ કરો

સેટિંગ્સ  > મોબાઇલ ડેટા પર જાઓ અને પછી મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકે તેવી કોઈ પણ ઍપ (જેમ કે નકશો) અથવા સર્વિસ (જેમ કે Wi-Fi સહાય) માટે મોબાઇલ ડેટા ચાલુ અથવા બંધ કરો.

જો સેટિંગ બંધ હોય તો iPad તે સેવા માટે ફક્ત Wi-Fiનો ઉપયોગ કરે છે.

નોટ : Wi-Fi સહાય ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. જો Wi-Fi કનેક્ટિવિટી નબળી હોય તો Wi-Fi સહાય ઑટોમૅટિક રીતે મોબાઇલ ડેટા પર સ્વિચ કરીને સિગ્નલને બૂસ્ટ કરે છે. જ્યારે તમારું Wi-Fi કનેક્શન નબળું હોય ત્યારે તમે મોબાઇલ સર્વિસ પર ઇંટરનેટ સાથે કનેક્ટેડ રહો છો તેથી તમારો વધુ મોબાઇલ ડેટા વપરાઈ શકે છે જેના માટે તમારા ડેટા પ્લાનના આધારે વધારાના ચાર્જ લાગી શકે છે. Apple સપોર્ટ લેખ Wi-Fi સહાયનો પરિચય જુઓ.

તમારું SIM કાર્ડ લૉક કરો

જો તમારું ડિવાઇસ મોબાઇલ ડેટા માટે SIM કાર્ડનો ઉપયોગ કરે છે તો તમે કાર્ડને પર્સનલ આઇડેંટિફિકેશન નંબર (પિન) દ્વારા લૉક કરી શકો છો જેથી અન્ય લોકો કાર્ડનો ઉપયોગ ન કરી શકે. પછી જ્યારે પણ તમે તમારું ડિવાઇસ રીસ્ટાર્ટ કરો અથવા SIM કાર્ડ કાઢી નાખો ત્યારે તમારું કાર્ડ ઑટોમૅટિક રીતે લૉક થઈ જાય છે અને તમારે તમારો પિન એંટર કરવો પડે છે. તમારા iPhone અથવા iPad માટે SIM પિનનો ઉપયોગ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.