આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં વેબસાઇટને મનપસંદ તરીકે બુકમાર્ક કરો

તમે મનપસંદમાં વેબસાઇટ ઉમેરી શકો છો, મનપસંદને સંપાદિત કરી શકો છો અને મનપસંદ બાર બતાવી શકો છો.

Safari વિંડોની ડાબી બાજુએ Safari સાઇડબાર બુકમાર્ક માટે ખુલ્લી છે. ટોચ પર મનપસંદનું ફોલ્ડર છે. તેની નીચે અન્ય બુકમાર્ક છે. સાઇડબારમાં નીચે જમણા ખૂણામાં “સંપાદિત કરો” બટન છે.

મનપસંદમાં વેબસાઇટ ઉમેરવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબસાઇટ પર જાઓ.

  3. સર્ચ ફીલ્ડની જમણી બાજુએ “શેર કરો” બટન પર ટૅપ કરો.

  4. “મનપસંદમાં ઉમેરો” પર ટૅપ કરો.

મનપસંદ સંપાદિત કરવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો પછી “બુકમાર્ક” પર ટૅપ કરો.

  3. મનપસંદ પર ટૅપ કરો પછી તમારા મનપસંદને ડિલીટ કરવા, નામ બદલવા અથવા ફરીથીગોઠવવા માટે “સંપાદિત કરો” પર ટૅપ કરો.

મનપસંદ બાર બતાવવા માટે

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. “મનપસંદ બાર બતાવો” (સામાન્યની નીચે) ચાલુ કરો.

મનપસંદ બારમાં માત્ર એક વેબપેજ માટે આઇકન બતાવવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબપેજને ટચ અને હોલ્ડ કરો પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. “શીર્ષક બતાવો” બંધ કરો પછી “સેવ કરો” પર ટૅપ કરો.

મનપસંદ બારમાં માત્ર તમામ વેબપેજ માટે આઇકન બતાવવા માટે

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. “મનપસંદ બારના દેખાવ” પર ટૅપ કરો પછી “માત્ર આઇકન બતાવો” પર ટૅપ કરો.

મનપસંદ બારમાં વેબપેજના શીર્ષકનું નામ બદલવા માટે

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબપેજના શીર્ષકને ટચ અને હોલ્ડ કરો પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  3. નવું નામ એંટર કરો પછી “સેવ કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.