આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફેમિલી શેરિંગ ગ્રૂપમાં સભ્યને ઉમેરો

ફેમિલી શેરિંગથી પરિવારના દરેક સભ્ય પોતાના Apple અકાઉંટથી ફેમિલી ગ્રૂપમાં જોડાય છે. આ રીતે તમે ફોટો અથવા ડૉક્યુમૅન્ટ જેવી વ્યક્તિગત માહિતી શેર કર્યા વગર સબ્સ્ક્રિપ્શન અને અન્ય ફીચરનો ઍક્સેસ શેર કરી શકો છો.

ફેમિલી ઑર્ગનાઇઝર Apple અકાઉંટ ધરાવતા પરિવારના સભ્યોને સરળતાથી આમંત્રિત કરી શકે છે અથવા જેની પાસે હજી સુધી અકાઉંટ નથી તેવા બાળક માટે Apple અકાઉંટ બનાવી શકે છે.

ફેમિલી શેરિંગના સભ્યોના પ્રકાર વિષે જાણો.

Apple અકાઉંટથી પરિવારના સભ્યને ઉમેરવા માટે

ફેમિલી શેરિંગ ગ્રૂપના ઑર્ગનાઇઝર પોતાનું Apple અકાઉંટ ધરાવતા પરિવારના સભ્યને ઉમેરી શકે છે.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ પછી ઉપર જમણા ખૂણામાં “સભ્ય ઉમેરો” પર ટૅપ કરો.

  2. “અન્યને આમંત્રિત કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    તમે AirDrop, મેસેજ અથવા Mailનો ઉપયોગ કરીને આમંત્રણ મોકલી શકો છો. જો તમે પરિવારના સભ્યની નજીક હોવ તો તમે “વ્યક્તિગત રૂપે આમંત્રિત કરો” પર પણ ટૅપ કરી શકો છો અને પરિવારના સભ્યને તેમના Apple અકાઉંટનું ઇમેલ અડ્રેસ (અથવા ફોન નંબર) અને પાસવર્ડ તમારા ડિવાઇસમાં એંટર કરવાનું કહી શકો છો.

તમે જે લોકોને આમંત્રિત કરો છો તેમને તમારું આમંત્રણ પરિવારની હરોળમાં સેટિંગ્સમાં ઉપર દેખાય છે. જો તેમણે તમારું આમંત્રણ સ્વીકાર્યું ન હોય તો તમે રિમાઇંડર દ્વારા ફૉલોઅપ પણ કરી શકો છો.

બાળક માટે Apple અકાઉંટ બનાવવા માટે

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પોતે Apple અકાઉંટ બનાવી શકતાં નથી. (દેશ અથવા વિસ્તાર પ્રમાણે આ ઉંમર બદલાય છે.) પરંતુ જો તમે ફેમિલી ઑર્ગનાઇઝર અથવા માતા-પિતા અથવા વાલી છો તો બાળક માટે Apple અકાઉંટ બનાવી શકો છો અને તેમને ફેમિલી શેરિંગ ગ્રૂપમાં ઉમેરી શકો છો.

  1. સેટિંગ્સ  > પરિવાર પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો તમે માતા-પિતા અથવા વાલી છો તો : “સભ્ય ઉમેરો” પર ટૅપ કરો.

    • જો તમે ઑર્ગનાઇઝર છો તો : “સભ્ય ઉમેરો” પર ટૅપ કરો પછી “બાળકનું અકાઉંટ બનાવો” પર ટૅપ કરો.

      નોટ : જો તમારા બાળક પાસે પહેલાંથી જ Apple અકાઉંટ હોય તો “અન્યને આમંત્રિત કરો” પર ટૅપ કરો. આમંત્રણ સ્વીકારવા માટે તેઓ તમારા ડિવાઇસ પર તેમનું Apple અકાઉંટ અને પાસવર્ડ એંટર કરી શકે છે.

  3. બાળકનું નામ અને જન્મદિવસ એંટર કરો. બાળકના જન્મદિવસનો ઉપયોગ સૂચવેલા કૉન્ટેંટ પ્રતિબંધો સેટ કરવા માટે કરવામાં આવે છે જે તે ઍક્સેસ કરી શકે તેવું કૉન્ટેંટ નક્કી કરે છે.

    તમે પછીથી સેટિંગ્સ >  સ્ક્રીન ટાઇમમાં જઈને મૅન્યુઅલ રીતે કૉન્ટેંટ પ્રતિબંધો, વિશિષ્ટ સંપર્કના કૉલ અને મેસેજને અનુમતિ આપવા અથવા બ્લૉક કરવા માટે અને ડાઉનટાઇમને સેટ કરી શકો છો; તમારા બાળકનું લોકેશન પછીથી જોડાતા કોઈ નવા સભ્ય સહિત ફેમિલી શેરિંગ ગ્રૂપના તમામ સભ્યો સાથે શેર કરી શકો છો; અને “ખરીદવા માટે પૂછો”નો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ પણ સમયે આ સેટિંગ્સ બદલી શકો છો. વધુ માહિતી માટે નીચેનામાંથી કોઈ પણ જુઓ :

  4. બાળકનું અકાઉંટ બનાવવાનું પૂર્ણ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

બાળક માટેના અકાઉંટ વિષે વધુ માહિતી અને બાળક પોતાનું Apple અકાઉંટ બનાવી શકે તે ઉંમર વિષે જાણવા માટે Apple સપોર્ટ લેખ તમારા બાળક માટે Apple અકાઉંટ બનાવો જુઓ.

ઇમેજ બનાવવાનાં ફીચર, લેખનશિલ્પી અને ChatGPT એક્સટેંશન માટે ડિવાઇસનાં સેટિંગ્સ બદલવા માટે સ્ક્રીન ટાઇમમાં Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો જુઓ.

જો તમે હાલના ફેમિલી શેરિંગ ગ્રૂપમાં જોડાવા માંગતા હોવ તો ઑર્ગનાઇઝરને તમને ઉમેરવાનું કહો. તમે એક સમયે માત્ર એક જ ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્ય બની શકો છો. જો તમે કોઈ બીજા ગ્રૂપમાં જોડાવા માંગતા હોવ તો પહેલા તમારા વર્તમાન ગ્રૂપને છોડો. જુઓ : ફેમિલી શેરિંગ ગ્રૂપ છોડવા માટે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.