આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ટેક્સ્ટ સિલેક્ટ, કટ, કૉપિ અને પેસ્ટ કરો

iPadમાં ઍપ્સમાં તમે ટેક્સ્ટ ફીલ્ડમાં ટેક્સ્ટને સિલેક્ટ અને સંપાદિત કરવા માટે ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો.

ટેક્સ્ટ સિલેક્ટ અને સંપાદિત કરવા

  1. ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • શબ્દ સિલેક્ટ કરો : એક આંગળીથી ડબલ-ટૅપ કરો.

    • ફકરો સિલેક્ટ કરો : એક આંગળીથી ત્રણ વાર ટૅપ કરો.

    • ટેક્સ્ટનો બ્લૉક સિલેક્ટ કરો : બ્લૉકમાં પહેલા શબ્દ પર ડબલ-ટૅપ કરીને હોલ્ડ કરો પછી છેલ્લા શબ્દ સુધી ડ્રૅગ કરો.

      નોટ્સ ઍપમાંની નોટમાં ટેક્સ્ટ સિલેક્ટ કરવામાં આવે છે. સિલેક્ટ કરેલી ટેક્સ્ટની ઉપર કટ, કૉપિ અને પેસ્ટ સહિતના બટનનું મેન્યૂ છે. સિલેક્ટ કરેલ ટેક્સ્ટ હાઇલાઇટ કરેલી છે, જેમાં બંને બાજુએ સિલેક્શન ઍડજસ્ટ કરવા માટે ગ્રેબ પૉઇંટ છે.
  2. તમે જે ટેક્સ્ટને સુધારવા માંગો છો તે સિલેક્ટ કર્યા પછી, સંપાદિત કરવાના વિકલ્પ જોવા માટે તમે ટાઈપ કરી શકો છો અથવા પસંદગી પર ટૅપ કરી શકો છો :

    • કટ : ત્રણ આંગળીઓથી કટ અથવા પિંચ કરીને બંધ કરો પર બે વાર ટૅપ કરો.

    • કૉપિ : ત્રણ આંગળીઓથી કૉપિ અથવા પિંચ કરીને બંધ કરો પર ટૅપ કરો.

    • પેસ્ટ : ત્રણ આંગળીઓથી પેસ્ટ અથવા પિંચ કરીને ખોલો પર ટૅપ કરો.

    • બદલો : સૂચવેલ રિપ્લેસમેંટ ટેક્સ્ટ જુઓ અથવા Siri દ્વારા વૈકલ્પિક ટેક્સ્ટ માટે સૂચનો લો.

    • ફૉર્મેટ : સિલેક્ટ કરેલ ટેક્સ્ટને ફૉર્મેટ કરો.

    • “વધારે બતાવો” બટન વધુ વિકલ્પો જુઓ.

ટિપ : ટેક્સ્ટને કટ કે કૉપિ કર્યા વગર મુવ કરવા માટે સિલેક્ટ કરેલ ટેક્સ્ટ ઉપર ન આવે ત્યાં સુધી તેને ટચ કરીને હોલ્ડ કરો, પછી ટેક્સ્ટને અન્ય લોકેશન પર ડ્રૅગ કરો.

ટાઇપ કરીને ટેક્સ્ટ ઇંસર્ટ કરો

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરીને તમે જ્યાં ટેક્સ્ટ ઇંસર્ટ કરવા માંગો છો ત્યાં ઇંસર્શન પૉઇંટ પ્લેસ કરો :

    • તમે જ્યાં ટેક્સ્ટ ઉમેરવા માંગો છો ત્યાં ટૅપ કરો.

    • ટેક્સ્ટને મૅગ્નિફાઇ કરવા માટે ટચ કરીને હોલ્ડ કરો, પછી ઇંસર્શન પૉઇંટને ડ્રૅગ કરીને મુવ કરો.

      ટેક્સ્ટ ક્યાં ઇંસર્ટ અથવા સંપાદિત કરવામાં આવશે તે ઇંસર્શન પૉઇંટ દર્શાવતી નોટ. ઇંસર્શન પૉઇંટને મુકવાનું સરળ બનાવવા માટે આસપાસની ટેક્સ્ટને મૅગ્નિફાઇ કરવામાં આવી છે.

    નોટ : લાંબા ડૉક્યુમૅન્ટને નૅવિગેટ કરવા માટે, ડૉક્યુમૅન્ટની જમણી બાજુની ધારને ટચ અને હોલ્ડ કરો, પછી તમે જે ટેક્સ્ટને સુધારવા માંગો છો તે શોધવા માટે સ્ક્રોલરને ડ્રૅગ કરો.

  2. તમે જે ટેક્સ્ટ ઉમેરવા માંગો છો તે ટાઇપ (અથવા પેસ્ટ) કરો.

જેમ તમે એક Apple ડિવાઇસમાંથી બીજામાં પેસ્ટ કરતા હોવ તેમ તમે કટ અને કૉપિ કરવા માટે યુનિવર્સલ ક્લિપબોર્ડનો ઉપયોગ કરી શકો છો. જુઓ : તમારાં Apple ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.