iPadમાં Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો

App Store ઍપમાં તમે iPhone, iPad, Mac અને Apple TV પર ગેમના તૈયાર કરેલાં ક્લેક્શન માટે અનલિમિટેડ ઍક્સેસનો આનંદ લેવા માટે Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરી શકો છો. (Mac અને Apple TV પર તમામ Apple Arcade ગેમ ઉપલબ્ધ નથી.)

તમે Apple Arcade અથવા Apple Oneને સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેમાં Apple Arcade અને અન્ય સેવાઓ સામેલ છે. Apple સપોર્ટ લેખ Apple One સાથે Apple સબ્સ્ક્રિપ્શન જોડો જુઓ.

નોટ : Apple Arcade અને Apple One તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ. હાર્ડવેર અને સોફ્ટવેર સુસંગતતા આધારે તમામ ડિવાઇસમાં Apple Arcade ગેમની ઉપલબ્ધતા બદલાય છે. અમુક કૉન્ટેંટ તમામ વિસ્તારમાં ઉપલબ્ધ હોઈ શકતું નથી. Apple સપોર્ટ લેખ ડિવાઇસમાં Apple Arcade ગેમની ઉપલબ્ધતા જુઓ.

Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો

  1. તમારા iPadમાં App Store ઍપ પર જાઓ.

  2. Arcade પર ટૅપ કરો પછી સબ્સ્ક્રિપ્શન બટન પર ટૅપ કરો.

  3. ફ્રી ટ્રાયલ (જો પાત્ર હોય તો) અને સબ્સ્ક્રિપ્શનની વિગતોને રિવ્યૂ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

પરિવારના સભ્યો સાથે Apple Arcade શેર કરો

જ્યારે તમે Apple Arcade અથવા Apple Oneને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે Apple Arcadeને પરિવારના મહત્તમ પાંચ સભ્યો સાથે શેર કરવા માટે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરી શકો છો. તમારા ફેમિલી ગ્રૂપના સભ્યોએ કંઈ કરવાની જરૂર નથી—તમારું સબ્સ્ક્રિપ્શન શરૂ થાય પછી જ્યારે તેઓ પ્રથમ વખત App Store ઍપ ખોલે છે ત્યારે તેમના માટે Apple Arcade ઉપલબ્ધ થાય છે.

જો તમે Apple Arcade અથવા Apple Oneને સબ્સ્ક્રાઇબ કરનારા ફેમિલી ગ્રૂપમાં જોડાઓ છો અને તમે પહેલાંથી જ સબ્સ્ક્રાઇબ કરેલું હોય તો તમારું સબ્સ્ક્રિપ્શન તમારી આગામી બિલિંગ તારીખે રિન્યૂ કરવામાં આવશે નહિ; તેના બદલે તમે ગ્રૂપના સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરો. જો તમે સબ્સ્ક્રાઇબ ન કરનારા પરિવારના ગ્રૂપમાં જોડાઓ તો ગ્રૂપ તમારા સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે.

નોટ : ફેમિલી ગ્રૂપ સાથે Apple Arcade શેર કરવાનું બંધ કરવા માટે તમે સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો, ફેમિલી ગ્રૂપ છોડી શકો છો અથવા (જો તમે ફેમિલી ગ્રૂપ ઑર્ગનાઇઝર છો તો) ફેમિલી શેરિંગનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો.

તમારાં Apple ડિવાઇસ પર Apple Arcade ગેમ રમો

જો તમે Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો છો તો જ્યાં તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય ત્યાં તમે દરેક સુસંગત ડિવાઇસમાં તમારી ગેમની પ્રગતિને પ્લે અને ઍક્સેસ કરી શકો છો. (Mac અને Apple TV પર તમામ Apple Arcade ગેમ ઉપલબ્ધ નથી.)

Apple સપોર્ટ લેખ તમારા તમામ જ ડિવાઇસ પર તમારા Apple Arcade ગેમપ્લે ડેટા ઍક્સેસ કરવા જુઓ.

તમારું Apple Arcade સબ્સ્ક્રિપ્શન બદલવા અથવા રદ કરવા માટે

સેટિંગ્સ  >[તમારું નામ] > સબ્સ્ક્રિપ્શન પર જાઓ અને Apple Arcade પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

જો તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરો તો તમે કોઈ પણ Apple Arcade ગેમ રમી શકશો નહિ પછી ભલે તમે તેને તમારા ડિવાઇસ પર ડાઉનલોડ કરી હોય. જો તમારે હવે તે ઍપ્સ જોઈતી ન હોય તો તેને ડિલીટ કરો.

તમે Apple Arcade ગેમને પાછી રમવા માટે ફરી સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને ફરી તમારા ગેમપ્લે ડેટાનો ઍક્સેસ મેળવી શકો છો. જો તમે લાંબા સમય પછી ફરી સબ્સ્ક્રાઇબ કરો છો તો તમારો અમુક ગેમપ્લે ડેટા સપોર્ટેડ નહિ હોય.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.