આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Freeform બોર્ડ શેર કરો અને કોલૅબરેટ કરો

તમે iCloudમાં લોકોને Freeform બોર્ડ પર કોલૅબરેટ કરવા માટે આમંત્રિત કરી શકો છો અને દરેક વ્યક્તિ ઑનલાઇન હશે અને તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરશે ત્યારે તેમને તાજેતરના ફેરફારો દેખાશે. તમામ લોકો માટે બોર્ડ ઍક્સેસ કરવા યોગ્ય છે તેની ખાતરી કરવા માટે તમે વિઝ્યુઅલ આઇટમ માટે વર્ણન ઉમેરી શકો છો.

Freeform બોર્ડ જ્યાં એક સહભાગી બીજાને ફૉલો કરે છે. ફ્રેમ તેમની સ્ક્રીન પર જે કંઈ હોય તે બતાવે છે.

બોર્ડ પર કોલૅબરેટ કરવા અન્ય લોકોને આમંત્રિત કરવા માટે

તમે શેર કરેલા Freeform બોર્ડ પર અન્ય લોકો સાથે કોલૅબરેટ કરો છો ત્યારે અન્ય લોકો જે સંપાદન કરે છે તે તમે જોઈ શકો છો. ફેરફારો iCloudમાં સેવ કરવામાં આવે છે તેથી બોર્ડનો ઍક્સેસ ધરાવતી દરેક વ્યક્તિ જ્યારે પણ તેને ખોલે ત્યારે તેનું તાજેતરનું વર્ઝન દેખાય.

નોટ : બોર્ડ માત્ર ઓનરના iCloud અકાઉંટમાં સ્ટોર કરવામાં આવે છે. બોર્ડમાંની આઇટમની અસર સહભાગીઓના iCloud સ્ટોરેજ પર પડતી નથી.

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમામ બોર્ડ બ્રાઉઝ કરતી વખતે : તમે જે બોર્ડ શેર કરવા માંગો છો તેને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “શેર કરો” પર ટૅપ કરો.

    • બોર્ડની અંદરથી : તમે જે બોર્ડને શેર કરવા માંગો છો તેને ખોલો (અથવા નવું શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો) અને પછી “બોર્ડ શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. “માત્ર આમંત્રિત લોકો સંપાદિત કરી શકે છે” જેવાં વર્તમાન શેરિંગ સેટિંગ બોર્ડના નામની નીચે વર્ણવેલાં હોય છે. સેટિંગને બદલવા માટે તેના પર ટૅપ કરો. જુઓ : શેરિંગ સેટિંગ્સ મૅનેજ કરવા માટે.

    નોટ : જો માત્ર તમે અન્યને આમંત્રિત કરી શકો તેવું રાખવા માંગો છો તો “માત્ર આમંત્રિત લોકો” સિલેક્ટ કરો અને “અન્ય લોકોને આમંત્રિત કરવાની અનુમતિ આપો” બંધ કરો (લીલું એટલે ચાલુ છે).

  4. તમે બોર્ડને શેર કરવાની રીત પસંદ કરો—જેમ કે મેસેજ અથવા Mailમાં—અથવા જેમની સાથે તમે તાજેતરમાં સંચાર કર્યો હોય તેમના આઇકન પર ટૅપ કરીને તેમની સાથે શેર કરો.

બોર્ડ શેર કરવાનું શરૂ કર્યા પછી તમે લોકોને ઉમેરી શકો છો. “કોલૅબરેટ” બટન પર ટૅપ કરીને “શેર કરેલું બોર્ડ મૅનેજ કરો” પર ટૅપ કરો પછી “વધુ લોકો સાથે શેર કરો” પર ટૅપ કરો. મેસેજમાં અન્યનાં સેટિંગ્સના આધારે “કોલૅબરેટ” બટનનો દેખાવ બદલાઈ શકે છે.

નોટ : બોર્ડને સંપાદિત કરવા અથવા જોવા માટે તમે જેમની સાથે શેર કરો છો તે દરેક વ્યક્તિએ iOS 16.2, iPadOS 16.2, macOS 13.1 અથવા તેના પછીના વર્ઝન સાથે તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોવું આવશ્યક છે. મેસેજનો ઉપયોગ કરીને કોલૅબરેટ કરવા માટે તમારે અને તમારા દ્વારા આમંત્રિત કોઈ પણ વ્યક્તિએ iMessage ચાલુ કરવું આવશ્યક છે.

બોર્ડમાં અન્ય લોકોને જુઓ

અન્ય લોકો તમારા બોર્ડમાં ક્યાં કામ કરી રહ્યાં છે તે તમે રિઅલ ટાઇમમાં જોઈ શકો છો અથવા બોર્ડમાં મુવ કરી રહેલા અન્ય સહભાગીને ફૉલો કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે Freeform બોર્ડમાં પોતાની ડિઝાઇનનો પ્રસ્તાવ રજૂ કરી રહેલા કોઈ વ્યક્તિને ફૉલો કરો છો તો બોર્ડ પર તેઓ ક્યાં છે અને શું જુએ છે તે તમે જોઈ શકો છો.

iPadમાં કોલૅબરેશન મેન્યૂ ખુલ્લું હોય તેવું શેર કરેલું અને બોર્ડ પર બીજા સહભાગીનું લોકેશન જાંબલી ટિક માર્ક વડે અંકિત કરેલું Freeform બોર્ડ.
  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. જ્યાં તમે અન્ય લોકોને કામ કરતા જોવા માંગો છો તે શેર કરેલું બોર્ડ ખોલો અને પછી “કોલૅબરેટ” બટન પર ટૅપ કરો.

  3. સહભાગી કર્સર સેટિંગ બંધ હોય તો ચાલુ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જ્યાં તેઓ કામ કરી રહ્યાં હોય સીધા ત્યાં જાઓ : સહભાગીના નામ પર ટૅપ કરો.

      સહભાગીના નામની બાજુનો રંગ બોર્ડ પર તેમના સ્થાનને દર્શાવતા રંગ સાથે મૅચ થાય છે.

    • જ્યારે તેઓ કામ કરે અથવા રજૂ કરે ત્યારે તેમના બોર્ડ વ્યૂને ફૉલો કરો : સહભાગીના નામની બાજુમાં “વધુ” બટન પર ટૅપ કરો અને ત્યારબાદ “સાથે ફૉલો કરો” પર ટૅપ કરો. અથવા તેઓ બોર્ડ પર જ્યાં પણ હોય ત્યાં વ્યક્તિના અવતાર પર તમે માત્ર ટૅપ કરી શકો છો અને પછી “ફૉલો કરો” પર ટૅપ કરો.

      મોડમાં પ્રવેશતા પહેલાં તમે જે કંઈ પણ સિલેક્ટ કર્યું હોય તે સિલેક્શનમાંથી હટી જાય છે. તેમને બોર્ડ પર જે દેખાતું હોય તેની આસપાસ બૉર્ડરથી (જે વ્યક્તિને તમે ફૉલો કરી રહ્યાં છો તેના કર્સરના રંગને મૅચ થતા રંગની) ફ્રેમ બને છે.

      તમે અને તમે ફૉલો કરી રહેલા પ્રસ્તુતકર્તા બંને ઑનલાઇન હોવા આવશ્યક છે.

      કોઈ વ્યક્તિ Freeform બોર્ડને ફૉલો કરી રહ્યું છે.

તમે સાથે ફૉલો કરી રહ્યાં હોવ ત્યારે તમે બોર્ડ પર કંઈ પણ સિલેક્ટ કરી શકતા નથી અને ઝૂમ લેવલ અન્ય વ્યક્તિના વ્યૂ પર આધારિત હોય છે.

સાથે ફૉલો કરવાનું બંધ કરવા માટે ઉપર-જમણા ખૂણામાં “રોકો” પર ટૅપ કરો—અથવા માત્ર સ્ક્રોલ કરો, ઝૂમ કરો અથવા સંપાદિત કરો.

નોટ : બોર્ડ પર તમારી સાથે કામ કરતા અન્ય લોકો બોર્ડ ખુલ્લું હોય ત્યારે માત્ર પોતાના ફેરફારોને અનડૂ અને રીડૂ કરી શકે છે. તમે તમારા પોતાના iPadમાં કરેલા ફેરફારોમાંથી મુવ થવા માટે “અનડૂ” બટનનો ઉપયોગ કરો. ફેરફારને તમે અનડૂ કરો તે પછી રીડૂ કરવા માટે “અનડૂ” બટનને ટચ કરીને હોલ્ડ કરો અને પછી “રીડૂ” પર ટૅપ કરો.

ઍક્સેસિબિલિટી વર્ણન ઉમેરવા માટે

તમે તમારા બોર્ડમાં કોઈ પણ આઇટમમાં તમારા વિઝ્યુઅલ કૉન્ટેંટનું વર્ણન ઉમેરી શકો છો. આ રીતે જે લોકો VoiceOver જેવી સહાયક ટૅક્નોલોજીનો ઉપયોગ કરે છે તેઓ વિઝ્યુઅલ કૉન્ટેંટનું વર્ણન મોટેથી સાંભળી શકે છે. (વર્ણન બોર્ડ પર દેખાતું નથી.)

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. તમે જે બોર્ડમાં ઍક્સેસિબિલિટી વર્ણન ઉમેરવા માંગો છો તેને ખોલો.

  3. તમે જે આઇટમનું વર્ણન કરવા માંગો છો તેને સિલેક્ટ કરીને “વધુ” બટન પર ટૅપ કરો અને પછી વર્ણન પર ટૅપ કરો.

  4. વિઝ્યુઅલ કૉન્ટેંટનું વર્ણન એંટર કરો અને પછી ”પૂર્ણ” પર ટૅપ કરો.

  5. વર્ણન સાંભળવા માટે VoiceOver ચાલુ કરો અને પછી આઇટમ પર ટૅપ કરો.

શેર કરવાનું અથવા કોલૅબરેટ કરવાનું બંધ કરવા માટે

  1. તમારા iPadમાં Freeform ઍપ પર જાઓ.

  2. તમે જે બોર્ડને શેર કરવાનું અથવા કોલૅબરેટ કરવાનું બંધ કરવા માંગો છો તેને ખોલો.

  3. “કોલૅબરેટ” બટન પર ટૅપ કરો પછી “શેર કરેલું બોર્ડ મૅનેજ કરો” પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • લોકોને કાઢી નાખો : તમે જે સહભાગીને કાઢી નાખવા માંગો છો તેના નામ પર ટૅપ કરો અને પછી “ઍક્સેસ કાઢી નાખો” પર ટૅપ કરો.

    • કોઈ બીજાના બોર્ડમાંથી પોતાને કાઢી નાખો : તમારા નામ પર ટૅપ કરો અને પછી “મને કાઢી નાખો” પર ટૅપ કરો.

    • દરેક સાથે શેર કરવાનું બંધ કરો : “શેર કરવાનું બંધ કરો” પર ટૅપ કરો અને પછી “શેર કરવાનું બંધ કરો” પર ટૅપ કરો.

      તમે આ વિકલ્પ પસંદ કરો છો ત્યારે તમારી પાસે હજુ પણ ઍક્સેસ હોવા છતાં અન્ય સહભાગીઓનાં ડિવાઇસમાં બોર્ડ દેખાશે નહિ.

તમે બોર્ડ શેર કરવાનું શરૂ કર્યા પછી વ્યક્તિ અથવા દરેક માટે ઍક્સેસ અને પરવાનગી બદલી શકો છો. જુઓ : શેરિંગ સેટિંગ્સ મૅનેજ કરવા માટે.

કોલૅબરેશન ફીચરનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે તમામ સહભાગીઓ ઑનલાઇન હોય, તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય, Freeformને iCloudમાં ચાલુ કરેલું હોય (જુઓ : iCloud યૂઝર ગાઇડમાં તમારાં તમામ ડિવાઇસમાં Freeform માટે iCloud સેટ અપ કરો) અને બે ફૅક્ટર ઑથેંટિકેશન સેટ અપ કરેલું હોય તે આવશ્યક છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.