આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં ડિજિટલ સર્ટિફિકેટ અને એંક્રિપ્ટ કરેલી વેબસાઇટ

સર્ટિફિકેટ જેને “ડિજિટલ સર્ટિફિકેટ” અથવા “પબ્લિક કી સર્ટિફિકેટ” તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક ફાઇલ છે જે વેબ સંચારને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

સર્ટિફિકેટ VeriSign, Inc. અથવા RSA Security, Inc. જેવી વિશ્વસનીય સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે. જ્યારે તમે એંક્રિપ્ટ કરેલી વેબસાઇટ પર જાઓ છો—ઉદાહરણ તરીકે ઑનલાઇન બૅન્કિંગ કરવા માટે—ત્યારે Safari તપાસ કરે છે કે સાઇટનું સર્ટિફિકેટ કાયદેસર છે કે નહિ. જો એવું ન હોય તો Safari તમને ચેતવણી આપે છે.

તમે સાઇટ સાથે એક્સચેંજ કરેલી માહિતીને એંક્રિપ્ટ કરવા માટે એંક્રિપ્ટ કરેલી વેબસાઇટ અને Safari સાથે મળીને કામ કરે છે. એંક્રિપ્શન માટે ઉપયોગમાં લેવાતી કી સાઇટના સુરક્ષા સર્ટિફિકેટમાં સામેલ છે. આ તમારી સાઇન-ઇન માહિતી, ક્રેડિટ કાર્ડ નંબર, અડ્રેસ અને અન્ય સુરક્ષિત ડેટાનું રક્ષણ કરે છે.

જો તમારે વ્યક્તિગત સર્ટિફિકેટ જરૂરી હોય તેવી વેબસાઇટ સાથે કનેક્ટ કરવાની જરૂર હોય તો તમને તેને ઇંસ્ટૉલ કરવા માટેનું સર્ટિફિકેટ અને સૂચનાઓ આપવામાં આવશે. તેને ઇંસ્ટૉલ કર્યા પછી તમે ઑટોમૅટિક રીતે વેબસાઇટનો ઑથેંટિક કરેલો ઍક્સેસ મેળવી શકો છો. જો તમે તેને ઍક્સેસ કરી શકતા ન હોવ તો વેબસાઇટ ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.

મહત્ત્વપૂર્ણ : જો કોઈ વેબસાઇટ HTTPS પ્રોટોકૉલનો ઉપયોગ કરતી ન હોય, ડિજિટલ ઓળખ સર્ટિફિકેટ અથવા એંક્રિપ્ટની માહિતી ન હોય તો સર્ચ ફીલ્ડમાં “સુરક્ષિત નથી” દેખાય છે. વેબસાઇટ પર એંક્રિપ્ટ ન કરેલી વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી એંટર કરશો નહિ. તમે જે વેબસાઇટની મુલાકાત લઈ રહ્યા છો તે તમે ઇચ્છો તે વેબસાઇટ ન પણ હોઈ શકે અને તમે એંટર કરેલી માહિતી ચોરી થવાની શક્યતા છે. તેના બદલે તમે જ્યાં સાઇન ઇન કર્યું હોય તે વેબપેજ પર પાછા જાઓ અને સાઇટના એંક્રિપ્ટ થયેલા અન્ય વર્ઝનની લિંક તપાસો—ઉદાહરણ તરીકે “અમારી સુરક્ષિત સાઇટનો ઉપયોગ કરો.” જો ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરો પછી ભલે તમે પ્રાઇવેટ માહિતી જોવાની અથવા પ્રદાન કરવાની અપેક્ષા ન રાખો.

એંક્રિપ્શન એ સુનિશ્ચિત કરે છે કે તમારું વેબસાઇટ સાથેનું કનેક્શન સુરક્ષિત છે પરંતુ એંક્રિપ્શન વેબસાઇટ વિશ્વસનીય હોવાની ગૅરંટી આપતું નથી. અડ્રેસ સાચું છે તેની ખાતરી કરવા માટે હંમેશાં Safari ટૂલબારમાં અડ્રેસ વેરિફાઈ કરો. કેટલીક છેતરપિંડી કરતી વેબસાઇટ દ્વારા વેબસાઇટ અડ્રેસના એક કે બે અક્ષર બદલીને તેઓ વિશ્વસનીય વેબસાઇટ હોવાનો ઢોંગ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.