આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફેમિલી શેરિંગ સેટ અપ કરો

ફેમિલી શેરિંગથી તમે અને પરિવારના મહત્તમ પાંચ અન્ય સભ્યો Apple સર્વિસ, યોગ્ય ખરીદીઓ, iCloud સ્ટોરેજ પ્લાન વગેરેનો ઍક્સેસ શેર કરી શકો છે. તમે એક બીજાના ગુમ થયેલાં ડિવાઇસને લોકેટ કરવામાં પણ મદદ કરી શકો છો.

એક વયસ્ક પરિવાર સભ્ય- ઑર્ગનાઇઝર-પરિવારના અન્ય સભ્યોને ભાગ લેવા આમંત્રણ આપે છે. પરિવારના સભ્યો જોડાય છે ત્યારે દરેકનાં ડિવાઇસમાં ઑટોમૅટિક રીતે ફેમિલી શેરિંગ સેટ અપ થાય છે. પછી ગ્રૂપ જે સેવા અને ફીચરનો ઉપયોગ કરવા અને શેર કરવા માંગે છે તેને પસંદ કરે છે.

ફેમિલી શેરિંગ યોગ્ય ડિવાઇસ પર ઉપલબ્ધ છે. Apple સપોર્ટ લેખ iCloud માટે સિસ્ટમ જરૂરિયાતો જુઓ.

સેટિંગ્સમાં પરિવાર સ્ક્રીન. શેર કરેલા ફીચરની ઉપર પરિવારના પાંચ સભ્યો સુધીની યાદી છે.

ફેમિલી શેરિંગ ગ્રૂપ બનાવવા માટે

તમારે માત્ર એક જ ડિવાઇસમાં ફેમિલી શેરિંગ સેટ અપ કરવાની જરૂર છે. પછી તે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલા તમારાં તમામ ડિવાઇસમાં ઉપલબ્ધ હોય છે.

  1. સેટિંગ્સ  >[તમારું નામ] પર જાઓ પછી ફેમિલી પર ટૅપ કરો. તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપને સેટ અપ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

  2. પરિવારના સૂચવેલા સભ્યોની બાજુમાં “આમંત્રિત કરો” પર ટૅપ કરો (જો સૂચીમાં કોઈ હોય તો) અથવા “અન્યને આમંત્રિત કરો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    તમે પરિવારના સભ્યોને પછીથી પણ ઉમેરી શકો છો. જુઓ : iPadમાં ફેમિલી શેરિંગ ગ્રૂપમાં સભ્યને ઉમેરો.

  3. તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપ (ઉદાહરણ તરીકે સબ્સ્ક્રિપ્શન) માટે સેટ અપ કરવા ઇચ્છતા હોવ તે ફીચર પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    બાળક માટે વાલી નિયંત્રણ અથવા Apple Cash સેટ અપ કરવા માટે તેમના નામ પર ટૅપ કરીને ફીચર પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

    તમે તમારા પરિવાર સાથે જે કંઈ પણ શેર કરી રહ્યાં છો તે જોઈ શકો છો અને કોઈ પણ સમયે શેરિંગ સેટિંગ્સને ઍડજસ્ટ કરી શકો છો.

તમારાં તમામ ડિવાઇસમાં ફેમિલી શેરિંગ ગ્રૂપને સેટ અપ કરવાનું અથવા તેમાં જોડાવાનું જાણવા માટે Apple સપોર્ટ લેખ ફેમિલી શેરિંગ સેટ અપ કરો જુઓ.

ફેમિલી શેરિંગ દ્વારા તમે શું કરી શકો છો

તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપ સાથે નીચેનું સેટ અપ અથવા શેર કરી શકો છો :

ફેમિલી શેરિંગ ફીચર માટે ભલામણ જુઓ

ફેમિલી શેરિંગનો મહત્તમ લાભ લેવામાં મદદ મળે તે માટે સૂચનો જોવા માટે સેટિંગ્સ  > ફેમિલી પર જાઓ અને પછી “તમારા ફેમિલી માટે ભલામણ કરેલ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.